Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 34
________________ ૫૦૦ ગાડાઓ લુંટાય છે. કરિયાણાના ૫૦૦ ગાડાઓ ચોરોએ લૂંટી લીધાં. શેઠ હતાશ બની ગયા. એક દિવસ ત્યાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પધાર્યા. પ્રવચન સાંભળ્યા પછી સુરદત્ત શેઠ આચાર્યશ્રી પાસે બેઠા. તત્વ વિવેચન સાંભળ્યા પછી સુરદત્ત શેઠ આચાર્યશ્રી પાસે બેઠા. તત્વ વિવેચન સાંભળી સમ્યગ્દર્શન પામ્યા અને ત્રણ એકાસણા (સાકરનું પાણી, ખીર અને મર્યાદિત દ્રવ્યના) થી પોષદશમીથી આરાધના શરૂ કરી. આરાધનાના પ્રારંભમાં જ ૨૫૦ વાહન આવવાના સમાચાર આવ્યા, ધરતી ખોદવા માંડી, તો ચરુઓમાં સોનૈયા છલકાવા લાગ્યા. શેઠ પાછા લોકમાન્ય બની ગયા. અંદરથી મિથ્યાત્વ સાવ નીકળી ગયું. દેઢ સમ્યકત્વી બની ગયા. પોષદશમી ૧૦ વર્ષ ૧૦ મહિના પૂરા થયા આરાધનાના ફરીથી આ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આવ્યા. શેઠે ભવ્ય રીતે ઉદ્યાપન કરાવ્યું. ઉજમણામાં ૧૦જિનચૈત્યવગેરે કરાવી અદ્દભુત શાસનપ્રભાવના કરી. અનુક્રમે પોતાના પુત્ર સુંદરને ઘરનો ભાર સોંપીને પોતે દીક્ષા લીધી. ૧૨ વર્ષ સુધી વિવિધ તાપૂર્વક ચારિત્રની આરાધના કરી દેવલોકમાં ગયા. શેઠાણી શીલવતી પણ આરાધના કરી દેવલોકમાં ગઈ. બંને મહાવિદેહક્ષેત્રમાં મોક્ષે જશે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44