Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ કરવા લઈ જાઓ. આ વાતનો સ્વીકાર કરી પુત્રો પિતાને શંખેશ્વર તીર્થની યાત્રાર્થે લઈ ગયા. શંખેશ્વરદાદા આગલ પિતાને ઉભા રાખી પુત્રોઓએ કીધું કે તમારી સામે દાદા છે, હાથ જોડો, પ્રભુ પ્રેમી પિતાને મનમાં વિચાર આવ્યો કે જ્યારે આંખ સારી હતી, ત્યારે પ્રભુ દર્શન ધરાઈને કર્યા નથી. હવે પ્રભુના દર્શન કરવાની તક નથી. આ વિચારે દુઃખી થઈ આંખોથી અશ્રુધારા વહી નીકળી તે અશ્રુ ધારાવાટે અનેક જન્મોના પાપો સાથે મોતીયો પણ રુમાલમાં આવી ગયો. જન્મ અર્જન હતો, છતાં કેવી દાદા પર શ્રદ્ધા અને કેવો દાદાનો પ્રભાવ....! આ પાર્થપ્રભુના પ્રતાપે કોઈના આંખના મોતિયા ચાલ્યા ગયા, તો કોઈના ભયંકર સંકટો શાંત પડી ગયા, તો કોઈકના સંકટ સમાપ્ત થઈ ગયા. માર્ગ ભૂલેલા કેટલાકને ઘોડેસ્વાર ભોમિયા બનીને સહાય કરી છે. કેટલાંક આત્માઓ આ પાર્થપ્રભુની અટ્ટમઆદિ આરાધનાથી ચારિત્ર પામી ગયા છે, તો કેટલાક દેશવિરતિ પામી ગયા છે. તો કેટલાક સમ્યગદર્શન પામી ગયા છે, એવા અઢળક દાખલાઓ છે. આ તીર્થમાં દરવર્ષે યાત્રિકો આવી અઠ્ઠમતપ, ધ્યાન, પૂજા, આદિ કરી ઉત્તમઆરાધના કરે છે. આવા શંખેશ્વર દાદાની આરાધનાથી આપણે પણ પરંપરાએ મોક્ષ પામીએ. પ્રવચન બીજું ભવયાત્રા પછી પાર્શ્વપ્રભુ તીર્થંકરપદ પામ્યા । श्री पार्श्वः पातु वो नित्यं, जिनः परमशंकरः | નાથ: પરમશઝિવ , શરબ્યુઃ સર્વછામઃ ||૧|| પરમસુખ આપવાવાળા, પરમશક્તિના આશ્રયસ્થાન, પરમનાથ, સર્વ જીવોના શરણરૂપ અને સર્વ ઈચ્છિત આપવાવાળા એવા રાગદ્વેષને જીતનાર શ્રી પાર્થપ્રભુતમારી સર્વની રક્ષા કરો. અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે, તીર્થકરના આત્માઓ પણ અનાદિકાળથી અવ્યવહારરાશિ વનસ્પતિકાયમાં રહ્યા પછી જ્યારે Main Nuca on International on Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44