Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 14
________________ કોઈક એક આત્મા મોક્ષે જાય, ત્યારે ભવિતવ્યતાને કારણે ત્યાંથી વ્યવહારરાશિમાં આવે છે. ત્યારબાદ ભ્રમણ કરતાં કરતાં જ્યારે સમ્યત્વ પામે છે, ત્યારે એમના ભવોની ગણત્રી થાય છે. પાર્થપ્રભુના ૧૦ભવો થયા છે. જ્યારે તે ૧૦ભવોની જીવનયાત્રા આપણે જાણીએ, ત્યારે આપણને પણ જીવન જીવવાની અને સમતા - સમાધિ રાખવાની પ્રેરણા મળે છે. જેમ જેમ આપણે જીવનયાત્રામાં ડોકિયું કરશો, તેમતેમતેમના વિશિષ્ઠ ગુણોનો પરિચય થતો જશે. અભુત ગુણોનો પરિચય થતાં, તેમના પ્રત્યે અનુપમ અહોભાવ ઉત્પન્ન થતાં અનેક ગુણોથી આપણો આત્મા ભાવિત થતો જશે અને તેઓની પ્રત્યે નિષ્કામભક્તિ ઉભરાશે. પાપ્રભુનો ૧લો ભવ મરુભૂતિ અને કમઠ આ ભરતક્ષેત્રમાં પોતાનપુર નામનું નગર હતું. ત્યાં અરવિંદરાજા રાજ્ય કરતો હતો. તેનો વિશ્વભૂતિ નામનો પુરોહિત અને તેની પત્નીનું નામ અનુદ્ધરા હતું. વિશ્વભૂતિ રાજાને વફાદાર મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવતો હતો. તેને બે પુત્રો હતા. પહેલો કમઠ અને બીજો મરુભૂતિ. વિશ્વભૂતિ સ્વયં સદાચારી, ગુણવાન, બુદ્ધિવાન હોવાથી બંને પુત્રોમાં તેવા સુસંસ્કાર નાંખવા પ્રયત્ન કરતો હતો. નિમિત્ત બંનેને સરખા મળવા છતાં ઉપાદાન આત્માની યોગ્યતા પ્રમાણે માનવ સંસ્કાર આદિ પામે છે. જેમ એક જ ભૂમિ, પાણી અને ખાતર મળવા છતાં કોઈક જીવ કાંટા તરીકે પરિણમે, તો કોઈક ગુલાબ તરીકે પરિણમે. બસ, વિશ્વભૂતિની પ્રેરણાથી મરુભૂતિ સંસ્કારવાન, ગુણવાન, ચારિત્રવાન વ્યક્તિ બન્યો. કારણ કે તેના કર્મો હળવા હતા. તેથી ગુણો પ્રકટ થયા, પણ ભારે કર્મી હોવાથી કમઠ કુસંસ્કારવાળો દુરાચારી બન્યો. યુવાન વય થતાં વિશ્વભૂતિએ કમઠના લગ્ન અરુણા સાથે કર્યા. જેથી તે ખરાબ આચારથી વિરામ પામી જશે, પણ કુતરાની પૂંછડી પાઈપમાં નાંખો, તોય વાંકીને વાંકી જ રહે છે. એ રીતે કોઈ પણ રીતે તે સુધર્યો નહિ મરુભૂતિના લગ્ન વસુન્ધરા સાથે કર્યા. ત્યારબાદ માતા - પિતાનું સમાધિ મૃત્યુ થયું અને સ્વર્ગે ગયા. Fan Education International For Personal & Private Us Only www.jainelibrar og www.saine

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44