Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 27
________________ વાહકે કહ્યું કે હું આવૃતાંત અંગે ખાસ એ જણાવવા માટે આવ્યો છું કે, સ્વજનને સહાય અને દુર્જનને શિક્ષા કરવી આ સજ્જનનો સ્વભાવ હોય છે, માટે આપ મારા સ્વામિને સહાયભૂત થાઓ. આ પ્રમાણે પ્રસેનજિતરાજાની આપત્તિ સાંભળી અશ્વસેન રાજા ક્રોધથી ધમધમી ઉઠયો અને રણભેરી વગડાવી. સેનામાં ખળભળી મચી ગઈ અને તરત જ સેના તૈયાર થઈ ગઈ. સેનાસહિત અશ્વસેન રાજા યુધ્ધમાં જવા તૈયાર થયા. એટલામાં પાર્શ્વકુમારે અશ્વસેન રાજા પાસે આવીને "કુશળસ્થપુરની યુદ્ધભૂમિમાં હું જ જઈશ." આપને નહિ જવા દઉં, અતિઆગ્રહભરી વિનંતિ કરી તેથી અશ્વસેન રાજાએ પાર્શ્વકુમારને અનુમતિ આપી. અશ્વસેન રાજા પાસે પાર્શ્વકુમાર અનુમતિ માંગે છે. પાર્શ્વકુમાર સૈન્ય સાથે રવાના થયા. ઈન્દ્રે પોતાના સારથિને રથ સાથે પાર્શ્વકુમાર પાસે મોકલ્યો. પાર્શ્વકુમાર કુશળસ્થપુર પાસે પહોંચ્યા, દૂત દ્વારા યુદ્ધવિરામ માટે પાર્શ્વકુમારે યવન રાજાને કહેવડાવ્યું. યવનરાજા યુદ્ધવિરામની વાત દૂત દ્વારા સાંભળીને સમસમી ઉઠયો અને આવેશમાં આવીને બબડવા લાગ્યો કે પાર્શ્વકુમાર કોણ છે ? તેણે જે કરવું હોય તે કરે, મારી તેને સંપૂર્ણ છૂટ છે" એમ કહીને દૂતને રવાના કર્યો. Jain Education International યવનરાજાની શરણમાં આવે છે. WWWak ત્યારબાદ યવનરાજાના મંત્રીઓએ તેને કહ્યું કે, પાર્શ્વકુમાર તો મહાબલિષ્ઠ છે. ઈન્દ્રને પણ સેવ્ય છે. આપણું સૈન્ય તો તેનાથી હારી જવાનું છે. પાર્શ્વકુમારના શરણે જવામાં જ આપણું હિત છે. For Personalivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44