________________
૩જ પ્રવચન જિન જગ્યાજી જિણવેલા જનની ઘરે પાર્શ્વપ્રભુનું ચ્યવન - અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવાન ફરમાવે છે કે, અનાદિકાળથી ભમતાં આપણા આત્માને કર્મના લીધે જન્મ-મરણ થયા જ છે કરે છે. દશમા દેવલોકનું આયુષ્ય પૂરું થવાથી છેલ્લે ચ્યવન મરુભૂતિના જીવનું આ ભરતક્ષેત્રની કાશી દેશની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં ફાગણ વદ - ૪ ની મધ્યરાત્રિએ થયું. માતાએ ચૌદ સ્વપ્ન જોયા. સ્વપ્ન પાઠકોને બોલાવવામાં આવ્યા. તેઓએ કહ્યું કે, તમારો પુત્ર ભવિષ્યમાં તીર્થકર બનશે. સર્વત્ર આનંદ, આનંદ છવાઈ જશે.
વામાં માતા સાવધાની પૂર્વક ગર્ભસ્થ શિશુનું પાલન કરતા હતા. તે દરમ્યાન કેટલાક સારા દોહલાઓ જે જે ઉત્પન્ન થયાં, તેને અશ્વસેન રાજાએ પૂર્ણ કર્યા.
પાર્થપ્રભુનો જન્મ - માગસર વદ - ૧૦ની મધ્યરાત્રિએ શુભ શુકનો હોતે છતે સંર્વગ્રહ ઉચ્ચસ્થાને આવતાં જ વેદનારહિત સહજતાથી આનંદપૂર્વકવામાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. વિશ્વમાં સર્વત્ર અજવાળાં અને શાતાનો અનુભવ થયો. નરકમાં પણ અજવાળા અને શાતાનો અનુભવ થયો.
પાર્શ્વપ્રભુનો દિક્ષારીકા મહોત્સવ
Jain Edation
Conal
For Person24 Private use only
www.jainelibrary.org