Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 20
________________ કમઠનો જીવ નરકમાં આયુષ્ય પૂર્ણ કરી પશુયોનિમાં નાના નાના ભવો કરી સુકચ્છ વિજયમાં કુરંગક નામે ભીલ્લ તરીકે જન્મ્યો. તે પાપના ઉદયથી અશુભકુલમાં જન્મ્યો. તેથી તેને જન્મથી તો સુસંસ્કાર મળ્યા, પણ મોટા થયા પછી પણ સુસંસ્કારના નિમિત્તો ન મળ્યા. તેથી કુસંસ્કારો વધતાં જ ગયા. આવા કુલમાં સંસ્કાર ક્યાંથી મળે ? જંગલમાં ભટકવું, શિકાર કરવા, માંસાહાર કરવા વગેરે દોષોથી ભીલ્લખદબદવા લાગ્યો. - એક દિવસે જંગલમાં મુનિ વજનાભને કુરંગ ભીલે જોયા. પૂર્વભવમાં દ્વેષના સંસ્કારોના કારણે જોતાની સાથે જ તેની આંખમાં વેરની આગ ભડકી | ઊઠી. તેણે ધનુષ પર તીર કરવા બલ્લે વજનાભ મુનિને વિંધ્યા ચઢાવ્યું. મુનિની છાતી તીરથી વિંધાઈ ગઈ. તેઓ "નમો અરિહંતાણં" બોલતાં બોલતાં પરમાત્માના ધ્યાનમાં જમીન ઉપર સમતા ભાવે ઢળી પડ્યા. વજનાભ મુનિનો જન્મ સુગંધિ વિજયમાં થયો હતો અને દીક્ષા પણ ત્યાં જ લીધી હતી, છતાં કર્મ તેમને સુકચ્છ વિજયમાં સાધના માટે લઈ ગયું અને ભીલ્લનો સંયોગ કરાવી દીધો. તેથી કહેવાય છે કે, "કર્મ તારી ગતી ન્યારી". 6મો ભવ ગ્રેવેચક દેવ અને ઓમી પૃથિવીમાં નારક મરુભૂતિનો જીવ વજનાભ રાજર્ષિ કાલધર્મ પામી મધ્ય ગ્રેવેયક દેવલોકમાંદેવથયા અને ભલ્લમરીને સાતમી નરકગયો. મરુભૂતિનો આત્મા ઉનાળાના થર્મોમીટરની જેમ ઉપર ચઢે છે. જ્યારે કમઠનો આત્મા પર્વત પરથી દડાની જેમ નીચે ગબડે છે. સૌથી નીચું સ્થાન 'સાતમી નરક છે. ત્યાં પહોંચી ગયો. કર્મની કેવી વિચિત્રતા છે કે, મરુભૂતિના જીવનું મરણ કમઠના જીવના મિલનથી થાય છે. તેમજ કમઠ તેમના મરણમાં નિમિત્ત બને છે. Jain Educationen of Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44