Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 21
________________ ૮મો ભવ સુવર્ણ બાહુ ચક્રવર્તી અને સિંહ ત્રૈવેયક દેવલોકમાં આયુષ્ય પૂર્ણ થવાથી મરુભૂતિનો જીવ પૂર્વ મહાવિદેહમાં સુરપુર ગામમાં વજ્રબાહુ રાજાની પત્ની સુદર્શનાની કુક્ષિમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. ત્યારે સુદર્શના રાણીએ રાત્રિમાં ચૌદ મહાસ્વપ્ન જોયા. તેનો પુત્ર ચક્રવર્તી થશે, એવું પ્રાતઃકાલે સ્વપ્રપાઠકોએ જણાવ્યું. તે સાંભળીને સુદર્શના આનંદિત બની. યૌવનવય પામતાં વજ્રબાહુનો રાજ્યાભિષેક કરી રાજા-રાણીએ ચારિત્રધર્મ અંગીકાર કર્યો. ક્રમે કરી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. એક દિવસ સુવર્ણબાહુ રાજા સૈનિકો સાથે અશ્વશાળામાં ગયા, ત્યાં પવનવેગી અશ્વ જોયો. દેખાવમાં તે ઘણો જ સુંદર હતો. તેથી તેની ઉપર સવારી કરવા રાજાનું મન લલચાયું તેની પીઠ ઉપર સુવર્ણબાહુ રાજાએ સવારી કરી દીધી. બધા ખુશ થઈ ગયા, પણ આશ્ચર્ય એવું થયું કે, થોડીક વારમાં ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. સેનાપતિ અને સૈનિકોએ અપહરણ-અપહરણ શબ્દો ઉચ્ચારણ કરી રાડારાડ કરી નાંખી, પણ કશું વળ્યું નથી. ઘોડો ઊડતો ઊડતો વૈતોઢ્ય પર્વતના વનમાં એક આશ્રમપાસે ઊભો રહ્યો. રાજા નીચે ઊતરી એક આસન પર બેસી ગયો. ત્યાં તેણે એક કુલપતિ ગાલવ ઋષિના આશ્રમપાસે અદ્ભૂત રૂપ લાવણ્યવાળી પદ્માવતી નામની કન્યાને અનેક સખીઓ સાથે જોઈ. ત્યારબાદ તેમની સાથે વાર્તાલાપમાં સખીઓને જાણવા મળ્યું કે, આ વજ્રબાહુનો પુત્ર સુવર્ણબાહુ છે. તેથી તેઓએ આશ્રમમાં જઈ ગાલવ ઋષિ અને આશ્રમમાં પદ્માવતીની માતા રત્નાવતીને વાત કરી. ત્યારે બધા મળીને સુવર્ણબાહુ રાજા પાસે આવ્યા. અને ગાલવ ઋષિએ કહ્યું કે, "મને એક મુનિએ કહ્યું હતું કે, વજ્રબાહુનો પુત્ર ઘોડા દ્વારા સુવર્ણબાહુ રાજાનું અપહરણ Jain Education International For Personal & Private Oak nelibran org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44