Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 17
________________ મસ્તક ફાટી ગયું. જો કે તેને કષાય તો ન આવ્યો, પણ "હાય દુઃખ" એવું આંર્તધ્યાન થઈ જવાથી મરીને તે હાથી તરીકે ઉત્પન્ન થયો. ૨જો ભવ હાથી અને કુર્કટ સર્પ મરુભૂતિ મૃત્યુ પામી જંગલમાં હાથી બન્યો. કમઠનો આવો અત્યાચાર જોઈ બીજા તાપસો તેની નિંદા કરવા લાગ્યા. તેથી અશુભભાવમાં મરીને કમઠ કુકુટ સર્પ બન્યો. એક દિવસ સંધ્યાના રંગ-બે-રંગી વાદળો નિહાળતાં અનિત્યભાવનાની તીવ્રતા આવતાં પોતાના રાજકુમારનો રાજ્યાભિષેક કરી અરવિંદ રાજા પ. પૂ. સમંતભદ્રાચાર્ય શ્રી પાસે દીક્ષા લઈ મુનિબની વિચરવા લાગ્યા. સંયમનું વિશિષ્ટ પાલન કરતા અરવિંદમુનિને અવધિજ્ઞાન થઈ ગયું. તેમણે જંગલમાં મરુભૂતિના જીવ હાથીને તોફાનો કરતો જોયો. તેઓ તેને પ્રતિબોધ કરવા ત્યાં ગયા. હાથી અરવિંદમુનિને હાથીને અરવિંદમુનિનો પ્રતિબોધ મારવા સામે દોડયો, પણ મુનિએ આશીર્વાદ મુદ્રામાં "બુજઝ - બુજઝ, મરુભૂઇ બુજઝ" અરે ! મરુભૂતિ બોધ પામ, શાંત થા. અરે ! તું કેવો વિવેકી અને ક્ષમવાન હતો. નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો હતો અને મરતી વખતે આર્તધ્યાન આવતાં હાથી બની ગયો. આવા વચનો સાંભળતાં જ હાથી ઉહાપોહ કરવા લાગ્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તેના હૃદયમાં શુભભાવ ઉત્પન્નથયો. પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તેથી આ તિર્યંચના ભવમાં અરવિંદમુનિનો સંયોગ મળી ગયો અને તેથી પ્રતિબોધ પામી ગયો. અશુભભાવમાં મરીને કમઠનો જીવ વૈરની ગાંઠ લઈને કુર્કુટ સર્પના ભવમાં આવ્યો છે, તેથી જંગલમાં હાથીને જોતાં જ પૂર્વના દ્વેષસંસ્કારને પર્યાવ - Jain Education International Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44