Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 16
________________ જોઈ. તેથી તે હેબતાઈ ગયો. તેણે વિચાર્યું કે, કમઠ મારું માને તેમ નથી, તેથી પિતાતુલ્યરાજા અરવિંદને વાત જણાવી દઉં રાજા મરુભૂતિની વાત સાંભળી ધમધમી ઉઠયો. ઉત્તમપુરોહિત કુલમાં આવી રીતે પાપલીલાનું તાંડવ ચાલતું હોવાનું જાણી રાજા અરવિંદ અત્યંત ક્રોધથી ધમધમી ઊઠયા. હવે પછી આવી પાપલીલામાં બીજા ને સંડોવાય, તેથી તેણે કમઠને ગધેડા પર બેસાડી મોટું કાળું કરી, ગામમાં ફેરવીને દેશવટો આપવાનો આદેશ કર્યો.. રાજાના આદેશ પ્રમાણે સેવકોએ કમઠનું અંગ વિવિધ રંગોથી રંગીને ગધેડા ઉપર બેસાડી કઢંગી રીતે વાજિંત્રો વગાડતાં વગાડતાં આખા નગરમાં કમઠને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી દેશ નિકાલ છે જ ફેરવીને કમઠને નગર બહાર કાઢી મુકાવ્યો. પછી તે કંટાળીને શિવ તાપસ પાસે જઈને તાપસ બની ગયો. તેથી મરુભૂતિનું હૃદય દુઃખી થયું કે, મારા નિમિત્તે મોટાભાઈ કમઠ તિરસ્કારના ભોગ બન્યા છે. તેથી હવે તે આર્તધ્યાન કરતો હશે. અસમાધિ અને અશાંતિમાં દિવસો પસાર કરતા હશે. તેને એમ થતું હશે કે, નાના ભાઈએ ફરિયાદ કરી. તેથી મને રાજાએ ભયંકર અપમાનિત કર્યો છે. એ મારો ભાઈ નથી, દુશ્મન છે. એમ તેને કષાયથતો હશે, તેથી મોટાભાઈ પાસે જઈ માફી માંગી આવું. તેણે માફી માંગવા અરવિંદ રાજાને પુછયું. રાજાએ ના પાડી, છતાં મરુભૂતિ જંગલમાં કમઠ પાસે માફી માંગવા ગયો. મરુભૂતિને ધન્યવાદ છે કે, પોતે નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો.. જંગલમાં શિવકુલપતિના આશ્રમમાં તાપસી દીક્ષા લઈને તાપસ બનેલા કમઠે મરુભૂતિને પોતાની પાસે આવતો જોઈ તેની આંખમાં જ્વાળામુખી ફાટયો. જે ક્ષણે મરુભૂતિપગમાં પડીને માફી માંગતો. હતો, તે જ ક્ષણે પોતાની બાજુમાં રહેલી શિલા કમઠે મરુભૂતિના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિનું H કમઠ તાપસે મરુભૂતિ ઉપર શિલા ઝીંકી Jain Education Internetional www.einelibrary.org ( For Personal & Private Use Only 12 )

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44