Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 12
________________ દાદાના ઉપકારની સ્મૃતિમાં દાદાના દેરાસરનો પુનરુદ્ધાર કરાવ્યો. ૩) નાગપુરનો સુભટ નામે શ્રાવક પરિવાર સહિત શંખેશ્વર મહાતીર્થની યાત્રા માટે નીકળ્યો હતો. પોતાને ઉપયોગી સામગ્રી સહિત પૂજનાદિની સામગ્રી સહિત બળદ ગાડાઓમાં ભરી દીધી. ચાલતાં ચાલતાં એક રાત્રે ચોરોએ ગાડાઓને બધી સામગ્રી લૂંટી લીધી અને ભાગી ગયા. સુભટ શ્રાવક ગમે તેમકરી ગુજરાન ચલાવતાં શંખેશ્વરતીર્થે પહોંચ્યા. શંખેશ્વર દાદાની સ્તુતિ બોલતાં બોલતાં તેમાં લીન બની ગયો. એટલામાં તેમના પુત્રે આવીને સમાચાર આપ્યા કે આપણી બધી સામગ્રી ગાડામાં આવી ગઈ છે. સુભટ શ્રાવકે ધામધૂમથી પૂજા કરી. હૃદયમાં શંખેશ્વર પ્રભુને બિરાજમાન કરી દીધા. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ વિ. સં. ૧૭૫૦ માં શંખેશ્વર પાર્શ્વપ્રતિમા ઉપર ઠાકોર પોતાનો કજ્જો જમાવી રાખ્યો હતો. સોનાની એક ગીની લીધા વગર કોઈને દર્શન કરવા નહોતો દેતો. પ્રભુની મંજુષા બંધ રહેતી. ઉપાધ્યાયજી ઉદયરત્નજી મ.સા. સંઘ લઈને આવ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે આજે દાદાના દર્શન કર્યા પછી જ આહારપાણી લઈશ. ઠાકોર અને પૂજારીને સમજાવવા પ્રયત્ન કર્યો. પણ તેઓએ મચક ન આપી. તે વખતે ઉપાધ્યાયજી પ્રભુ ધ્યાનમાં લીન બનીને છંદની રચના કરવા લાગ્યા, "પાસ શંખેશ્વરા, સારકર સેવકા, દેવકાં એવડી વાર લાગે" ઈત્યાદિ બોલતાં બોલતાં દરવાજા ઉઘડી ગયા, પછી તો ઠાકોરે વિશાળ દેરાસર શ્રી સંઘને સોપી દીધું અને શંખેશ્વર પાર્થપ્રભુનો ઉપાસક બન્યો. ચાણસ્મા ગામના પટેલભાઈને શ્રી શંખેશ્વર દાદા પર અપાર શ્રધ્ધાના વૃદ્ધાવસ્થામાં આંખે મોતીયો આવ્યો. શંખેશ્વર તીર્થની યાત્રા કરવાની ભાવના આ પટેલ ભાઈને થઈ. પુત્રોને કીધુ કે મોતીયાનું ઓપરેશન પછી કરાવજો. સૌપ્રથમ મને શંખેશ્વર પ્રભુ દાદાના દર્શન Jain Education International For Personel & date e Omy www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44