Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 10
________________ 7c કરતાં જાણ્યું કે અહીં ચમત્કારિક તત્વ હશે. તેથી ત્યાં ખાડો ખોદ્યો. તેમાંથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પ્રકટ થયા. ત્યારબાદ પ. પૂ. આ. સેનસૂરીશ્વરજી મ.સા. ને સમાચાર મળતાં તેમના ઉપદેશથી જીન મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. બાવન જિનાલય તૈયાર થવાથી વિજયસેન સૂરીશ્વરજી મ.સા. ના શુભહસ્તે પ્રતિષ્ઠા થઈ. ૫) ફરીથી મુંજપુર લુંટીને પાછા વળતાં મુસ્લિમ સુબાના સૈનિકોએ મંદિર ધ્વસ્ત કર્યું. પણ અગમચેતી વાપરી પ્રભુ પ્રતિમાને સુરક્ષિત સ્થાને પધરાવી દીધી. જિનમંદિરના ખંડિયારો મુખ્ય દરવાજાની જમણી બાજુમાં હમણાં પણ છે. ચોકીદારને કહીએ તો યાત્રિકોને બતાવે છે. ૬) ત્યારબાદ ૧૭૬૦ ની આસપાસ પુનઃ જિન મંદિર બન્યું અને પ્રતિષ્ઠા થઈ તેમાં મૂળ ગભારામાં શંખેશ્વર પાર્શ્વનાથ, ડાબી બાજુમાં અજિતનાથ અને જમણી બાજુમાં ભીડભંજન પાર્શ્વનાથ તેમજ બીજી દેહરીઓમાં જુદા જુદા પ્રતિમા બિરાજમાન કરવામાં આવ્યા. ૭) વિ. સં. ૧૯૬૭મહા સુદ ૫ ના રોજ મૂલનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભીડભંજન ગભારાની ૩ મૂતિઓ અને બીજા નંબરે પદ્માવતી મૂર્તિએ પાંચ સિવાય બધી દેરિયોમાં પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી મહા સુદ ૫ ના રોજ વર્ષગાંઠ તરીકે તમામ ગભારાઓ ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે. આપણા પુણ્યોદયથી આપણને મહાપ્રભાવિક શંખેશ્વર પાર્શ્વનાથ મળી ગયા છે. Jain Education International or Personal 6 Private Use Only www.jainetes

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44