Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 8
________________ પદ્માવતીએ આવીને શ્રીકૃષ્ણજીને પૂછયું "બોલો શું જોઈએ છે?" શ્રી કૃષ્ણજીએ આષાઢી શ્રાવકે ભરાવેલ પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમાની માંગણી કરી. તરત જ પદ્માવતી નાગલોકમાં જઈ ત્યાંથી પ્રભુ પ્રતિમા લઈ આવીને શ્રી કૃષ્ણજીને આપી. | શ્રી કૃષ્ણજીએ સ્નાત્ર મહોત્સવ કર્યો. તેનું સ્નાત્રજલ સૈન્ય ઉપર છાંટયું કે, તે તરત જ જરાવિદ્યા નાશ થઈ ગઈ અને સૈનિકો જાણે આળસ મરડીને સજ્જ થયા હોય, તેમ યુવાનીમાં ઝળકવા માંડયા. સજ્જ થયેલા સૈનિકો જરાસંઘના સૈન્ય ઉપર તૂટી પડયા, તે જોઈ જરાસંઘે પોતાનું છેલ્લુશસ્ત્ર સુદર્શનચક્ર શ્રી કૃષ્ણજી ઉપર છોડયું. પરંતુ તે ચક્ર શ્રી કૃષ્ણજીને ત્રણ પ્રદક્ષિણા આપી તેમના હાથમાં આવી ગયું. શ્રી કૃષ્ણજીએ તે જ ચક્રથી જરાસંઘ ઉપર પ્રહાર કર્યો. તેથી તેનું મૃત્યુ થયું. શ્રીકૃષ્ણજીનો વિજય થયો. તેથી કૃષ્ણજીએ શંખ વગાડયો. શંખનાદ થવાથી નેમિનાથ પ્રભુના કહેવાથી કૃષ્ણજીએ તે સ્થાને શંખપુર ગામ વસાવ્યું. ત્યાં જિનાલયમાં પાર્થપ્રભુને કૃષ્ણજી શંખનાદ કરે છે. પ્રતિષ્ઠિત કર્યા. ત્યારથી પ્રભુની પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધિ પામી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની કેટલીક પ્રતિમાઓ "ગુણના માધ્યમથી" કેટલીક ગામના માધ્યમથી અને કેટલીક આકૃતિ આદિથી ઓળખાય છે. દાખલા તરીકે. (૧) ચિન્તામણી પાર્શ્વનાથ, વિનહર પાર્શ્વનાથ, ઉવસગ્ગહરં પાર્શ્વનાથ, ભીડભંજન પાર્શ્વનાથ વગેરે પ્રભુના ગુણના માધ્યમથી ઓળખાય છે. Jain Education International For Personal & Private Use Only www jair elibrary.org શ્રી વિનહંરા પાર્ટનાયાPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44