Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 6
________________ પૂછયું કે મારી મુક્તિ ક્યારે થશે? કોના શાસનમાં થશે? ચરમાવર્તમાં આવેલ સમકિતી આત્માઓને મુક્તિ મેળવવાની તાલાવેલી હોય છે. તેમના દિલમાં મોક્ષનો વિચાર ઘોળાતો હોય છે. તેથી જ્યારે જ્યારે કેવલજ્ઞાની પરમાત્મા મળે, તો પૂછે કે મારું ભવભ્રમણ ક્યારે મટશે? મારો મોક્ષ ક્યારે થશે? એ સિવાય તેવા આત્માઓને ભૌતિક સમૃદદ્ધિ અંગે કશું પૂછવાનું મન જ ન થાય. જેમકે રામચંદ્રજીએ પણ જયભૂષણ કેવલજ્ઞાની મુનિને આવા પ્રકારના પ્રશ્નો પૂછયા હતા. દામોદર તીર્થંકર પ્રભુએ આષાઢી શ્રાવકને જણાવ્યું કે અવસર્પિણી કાલની આવતી ચોવીશીમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના ગણધર બનીને તમે મોક્ષે જશો. કલ્પસૂત્રમાં પાર્થ પ્રભુના આર્યઘોષ ગણધર મતાન્તરે મહાગુણી વિજય ગણધર થયા. એવું સ્પષ્ટ વિધાન આવે છે. તે વખતે પાર્થપ્રભુનો આત્મા સમ્યકત્વ પણ પામ્યો નહોતો, કારણ કે લગભગ ૧૮ કોડાકોડી સાગરોપમ પછી પાર્થપ્રભુ થવાના હતા અને પાર્થપ્રભુના ૧૦ ભવનો કુલ કાલ તો થોડા જ સાગરોપમ છે, છતાં પાર્થપ્રભુના ગણધર થવાનું અને તેમના શાસનમાં મોક્ષમાં જવાનું જાણી આષાઢીના હૃદય સાગરમાં ભાવોની ભરતી આવી. પાર્થપ્રભુની કૃપા વરસશે અને હું તેમનો ગણધર બનીશ, મોક્ષ પામીશ. તેથી પાર્થપ્રભુની આરાધનાહમણાંથી શરુ કરી દઉં. પ્રભુપાર્શ્વનાથનું નામસ્મરણ અને પરમાત્માની પ્રતિમાનું પૂજન આ બે આરાધના કરવાનો નિર્ણય કર્યો. તેથી તેણે દામોદરતીર્થકર પ્રભુના કહેવા પ્રમાણે પાર્શ્વપ્રભુની પ્રતિમાનું નિર્માણ કરાવી, શુભમુહૂર્તમાં જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી. પ્રભુપૂજા કરતાં કરતાં વૈરાગ્યભાવમાં અભિવૃદ્ધિ થતાં આષાઢી ચારિત્ર લઈ નિરતિચાર પાલન કરીને છેલ્લે અનશન કરી વૈમાનિક દેવ બન્યા. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને તે પાર્શ્વપ્રતિમા વૈમાનિક દેવલોકમાં લઈ ગયા. સ્થાપના તીર્થંકર પરમાત્માનું કેટલું મહત્વ છે? તે આ ઘટના ઉપરથી સમજી શકાય છે. ત્યારબાદ આ પ્રતિમા જ્યોતિષ દેવના સૂર્ય વિમાનમાં, ચંદ્રવિમાનમાં, ૧૦માં, ૧૨મા દેવલોક વગેરેમાં પૂજાતાં વચ્ચે વચ્ચે પૃથ્વી પર નમિ- વિનમી આદિથી પૂજાતી રહી. Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44