Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 5
________________ પાસ શંખેશ્વારા સારર સેવકા, પ્રવચન ૧ શંખેશ્વર પાર્શ્વનાથની ઐતિહાસિકતા અને પ્રભાવ नारका अपि मोदन्ते, यस्य कल्याणक पर्वसु | पवित्रं तस्य चरित्रं, को वा वर्णयितुं क्षमः ||१|| જેમના ચ્યવન આદિ કલ્યાણકપર્વોમાં નરકના જીવો પણ આનંદ પામે છે, એવા પરમાત્મા તીર્થંકરના સર્વોત્કૃષ્ટ ચરિત્રનું વર્ણન કરવા માટે કોણ સમર્થ બની શકે છે? અર્થાત્ કોઈ પણ સમર્થ બની શકતા નથી. બધા જ અસમર્થ છે. છતાં કંઈકદિગ્દર્શન કરવા માટે શાસ્ત્રોમાં આપેલ વર્ણન અહીં જણાવવામાં આવે છે. અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંત ફરમાવે છે કે અનાદિ કાળથી જીવનો આ સંસાર ચાલે છે. કારણ કે અનંત પુદ્ગલ પરાવર્તથી જીવ જન્મમરણ કરતો આવ્યો છે. એકપુગલપરાવર્તમાં અનંત કાલચક્ર હોય છે. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં એક કાલચક્રમાં એક ઉત્સર્પિણી અને અવસર્પિણી હોય છે. દરેક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાલમાં ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ કાલ હોય છે. તેમાં ૨૪ તીર્થકરો થાય છે. આ ભરતક્ષેત્રમાં ગઈ ઉત્સર્પિણીના નવમા દામોદર તીર્થકરનું ચ્યવન શ્રાવણ વદ ૭મધ્યરાત્રિએ થયું. ત્યારબાદ તેમનો જન્મવૈશાખ વદ ૧૩ ની મધ્યરાત્રિએ થયો, ત્યારબાદ દીક્ષા વૈશાખ વદ ૧૪ ના રોજ થઈ અને પોષ સુદ ૯ના દિવસે ઘાતિ કર્મનો નાશ થવાથી પ્રભુને કેવળજ્ઞાન થયું. ત્યારથી દામોદર પરમાત્મા અષ્ટ પ્રાતિહાર્ય આદિ શોભાથી યુક્ત બન્યા. દેવોએ સમવસરણની રચના કરી. ત્યાં પ્રભુએ સર્વજીવહિતકર ધર્મતીર્થની સ્થાપના કરી. જેથી જીવો મુક્તિમાર્ગપામે અને અનંત દુઃખમય સંસારમાંથી છુટકારો મેળવો. મહાવીર સ્વામી એક દિવસ સમવસરણમાં આષાઢી | શ્રાવકે દામોદર તીર્થંકર પ્રભુને સમવસરણમાં દામોદર તીર્થકર ભગવાનની આષાઢી પ્રશ્ન પુછે છે. Jain duca on Internal ona Fer Persyal Ponte Use www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44