Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 11
________________ - પાર્થપ્રભુએ હવે પછી કહેવામાં આવનાર પોતાના દસ પૂર્વ ભવ દરમ્યાન ૬-૬ ભવોમાં (મરૂભૂતિ, હાથી, કિરણવેગ, વજનાભ, સુવર્ણબાહુ, પાર્શ્વકુમાર ભવમાં) ભયંકર ઉપદ્રવ કરનાર કમઠ પ્રત્યે એક ભવમાં પણ દ્વેષ ન કર્યો. અરે ભયંકર અપકાર કરનારને પણ ૧૦માં ભવમાં સમ્યગદર્શન આપીને મહાન સુખી કરી દીધો. કહેવાય છે. કે "હિંસકા અપિ ઉપકૃતાઃ" એટલે કે ભયંકર ત્રાસ આપનાર કમઠ ઉપર પણ ઉપકાર કર્યો છે. આપરમાત્માની અનોખી ખૂબી છે. ' અરે! છેલ્લા ભવમાં મેઘમાલી દેવબનેલા કમઠે નાસિકા સુધી પાણી વરસાવ્યું અને ધરણેન્દ્ર પ્રભુને ઉચકીને પ્રભુ ભક્તિ કરી છે. છતાં પ્રભુએ ધરણેન્દ્ર પર રાગ કેકમઠપ્રત્યે દ્વેષ નહોતો કર્યો. આવો અનુપમ સમતાભાવ રાખ્યો છે. આવા પાર્થપ્રભુની આરાધના આપણા જેવા જીવોને જરૂર આ ભવમાં અને પરભવમાં સમાધિ, શાંતિ અને મોક્ષ આપશે. એવો પ્રભુનો સર્વોત્કૃષ્ટ પ્રભાવ અને ચમત્કાર છે. તેથી ભવરોગ ચાલ્યો જશે. એટલું જ નહિ શંખેશ્વર પાર્થપ્રભુની આરાધનાથી જબરદસ્ત કર્મ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, જો કે પોતે રાગી દ્વેષી દેવની જેમ ચમત્કાર સર્જતા નથી. પરંતુ તે જીવોની આરાધનાના તેવા પુણ્યથી તેમના અધિષ્ઠાયકો અનેકદ્રવ્યચમત્કારો પણ સર્જે છે. જેમ ચિંતામણિરત્ન પોતે અચેતન હોવાથી તેના અધિષ્ઠાયક દેવોથી સર્જાતા ચમત્કારો ચિંતામણી રત્નના જ કહેવાય છે, તેમ મુખ્ય રૂપે તેમાં પાર્થ પરમાત્માની શુદ્ધભાવે કરેલી આરાધના હોવાથી તે પાર્થ પ્રભુના જ કહેવાય છે. ૧) લગભગ ૭00 વર્ષ પૂર્વે ૫૦૦ આયંબિલની અખંડ આરાધના કરનાર વર્ધમાનસૂરીશ્વરજી મ.સાસંઘ સાથે જતાં અંતિમ સમયે 'શરીર ક્ષીણ થતાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને વંદન કરવાની ભાવનાથી રસ્તામાંજ કાલધર્મ પામ્યા. અને તેઓ પણ ધરણેન્દ્રની જેમ પ્રભુના અધિષ્ઠાયક દેવબન્યા છે. તેથી તેઓ પ્રભુ ભક્તોને સહાય કરે છે. ચૌદમી સદીમાં ઢાલા રાજપૂત રાણા દૂર્જનશલ્યનો શંખેશ્વર પાર્શ્વપ્રભુની આરાધનાથી દ્રવ્યરોગ કોઢ ચાલ્યો ગયો. ત્યાર પછી Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44