Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 4
________________ જ્ઞાનભંડારોમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ નિશ્ચિત વ્યવસ્થા માટે સૂચક આધારોની તપાસ કરતાં તેવા શાસ્ત્રપાઠો મળી આવતાં શાસનપક્ષનાં દરેક પૂજયોએ બે ત્રીજ કરવા પૂર્વક ભા.સુ.૪ ને ગુરૂવારે અને નવામતી પૂજ્યોએ સં.૧૯૯૨ની જેમ બે પાંચમ ઉભી રાખીને ભા.સુ.૪ બુધવારે સંવત્સરી કરેલ. આ સહુ પૂજયોના ભંડારોમાંથી મળી આવેલ હસ્તલિખિત પ્રતોમાંના પાઠોનો સંગ્રહ કરીને પૂ.આગમોદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.એ રતલામસંઘની ઋષભદેવજી કેસરીમલજીની પેઢી દ્વારા સં. ૧૯૯૩માં છપાવીને શાસ્ત્રીયપુરાવા નામે બુક બહાર પાડીને વર્તમાનમાં શ્રી વિજયદેવસૂરતપગચ્છસંઘમાં અવિચ્છિન્ન રીતે જે ચૌદશ-પૂનમ, ચૌદશ-અમાસ અને ભાદરવા સુદ ચોથ-પાંચમ રૂપ જોડીયા પર્વની ક્ષય-વૃદ્ધિએ તેરશ અને ત્રીજની ક્ષયવૃદ્ધિ કરવાની પ્રાચીન સામાચારીને શાસ્ત્રોપેત હોવા તરીકે પણ સાબિત કરી આપેલ હતી. આ શાસ્ત્રીયપુરાવા બુકમાં જે પાઠો આપેલા છે તે આજે અલભ્ય પ્રાયઃ બન્યા હોવાથી આ નીચે અક્ષરશઃ રજુ કરું છું - નં. ૧ પાક્ષિક વિચાર ની સં. ૧૭૯૨ની પ્રતમાં અંત્યે તિથિહાનિવૃદ્ધિ નો વિચાર આ પ્રમાણે છે यदि च तासु पर्वतिथिसु वृद्धिहानी तदा किं कार्यम् ? तदेवाह-प्रथमतो जैनागमानुसारेण एकापि पर्वतिथिर्न हीयते न च वर्द्धते, लौकिकाभिप्रायेण (यदा) आयाति तदापि गीतार्थास्तदभिप्रायं त्यक्त्वा स्वागमानुसारेण पर्वतिथेवृद्धिक्षयं च कुर्वंति, कथं ? क्षये पूर्वा तिथि: कार्या, वृद्धौ कार्या तथोत्तरा इति वचनात् । तथा आसाढ कत्तियफग्गुणमासे (जइ) खओ पुनिमा होइ । तासं खओ तेरसीए भणिओ जिणवरिंदेहिं ॥१॥ बीया पंचमी अट्ठमी एक्कारसी य चाउद्दसी य । तासं खओ पुव्वतिही अमावासाए वि तेरसी ॥२॥ तथा आगम :- जम्हा पुनिमाए खए तेरसीखओ तम्हा पुन्निमावुड्डीएवि तेरसीवुड्डी जायइ इइ वयणं पुव्वसूरीहिं भणियं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 54