Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 40
________________ નહિતર ગુલોપીઠગ બનીશ. એવી રીતે શાપ દીધો છે માટે આવો આ અવિજ્ઞાતકર્તાનો, અનેક પરસ્પર વિરુદ્ધ ઉક્તિઓવાળો, યુક્તિરહિત ગ્રંથ શી રીતે પ્રમાણપદવી કે શાસ્ત્રપદવી પામે? એજ આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીએ વિચારવું જોઈએ. આ પ્રમાણે લખનાર લવાદે જે સાંયોગિક પૂરાવાઓ અને તેમાં પ્રતિપાદિત વિજયાનંદસૂરિ (આણસૂરગચ્છ)ના અનુયાયીઓને માટે ગુરૂલોપીઠગ બનીશ એજે શબ્દપ્રયોગ થયેલો છે તે તે વખતના દેવસૂર આણસૂરગચ્છના ઝગડાઓ અને માન્યતાનો અભ્યાસ ઝીણવટથી કર્યો હોત તો સંપાદકે પ્રયોજેલું છે, યુક્તિવગરનો અને વિરુદ્ધ ઉક્તિવાળો આ તિથિહાનિ વૃદ્ધિવિચાર ગ્રંથ છે તેવું ન જ લાગત, પરંતુ યથાર્થ જણાત. આ ગ્રંથની બબ્બે હસ્તલિખિત પ્રતો અને એકનો ફોટોગ્રાફ પૂરાવા તરીકે મોકલવા છતાં તેના પ્રામાણ્ય તરફજ અમારા મનમાં શંકા થાય છે. એમ ફૂટેલ વૈદ્ય સિવાય બેધડક કોણ લખી શકે? તે સુજ્ઞોએ વિચારવું. નોંધનં. ૬ પી.એલ.વૈદ્યના આ લખાણ અંગે પં.શ્રી તુલાકૃષ્ણ ઝા (શર્મા) તિથિવૃદ્ધિક્ષય વિષયક ટિપ્પણાનુસાર મધ્યસ્થના નિર્ણયના ખંડન પૂર્વક આગમાનુસાર મતનું વ્યવસ્થાપન નામે જે નિબંધ લખેલ છે તે નિબંધના અનુવાદના પૃ-૨૫ ઉપર શું લખે છે ? તે પણ સાથોસાથ આપણે જોઈ લઈએ. જેથી આ તિથિહાનિ વૃદ્ધિ વિચાર અંગે વૈધે જે શંકા ઉઠાવીને વિજયદેવસૂરિજી મ.નો આ કરેલો નથી એમ જે નિર્ણય જણાવ્યો છે તે અંગેનો ઘટસ્ફોટ વાચકોને થઈ જશે. મત પત્રકના અપ્રામાણ્યનું નિરસન હવે શ્રીવિજયદેવસૂરિના એ મતપત્રકના પ્રામાણ્ય તરફ જે સંશય કરે છે, તે અત્યંત સાહસ જ છે, એથી પહેલાં તેના અપ્રામાણ્યને સાધનાર ઈષ્ટ હેતુઓનો નિર્દેશ કરી, તે હેતુઓને અસિદ્ધ ઠરાવી તેમના ચિત્તમાં રહેલ શંકારૂપી ખીલાઓનું મૂળ સાથે જ ઉમૂલન કરીએ છીએ.-એ ગ્રંથને અપ્રામાણિક કયા હેતુથી માનવામાં આવે છે? શું ચારપત્રવાળો હોવાથી ? ૧, તેના કર્તા જાણવામાં ન આવેલ હોવાથી ? ૨, પરસ્પર વિરુદ્ધ કથનની બહુલતાવાળો હોવાથી? ૩, યુક્તિ રહિત હોવાથી? ૪, બીજાના અભીષ્ટ (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54