Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 48
________________ મહાપુરુષોના આચાર વિષયક હોવાથી, બંને સ્થળે અન્વયી દષ્ટાંત મૂર્તિ-સ્તુતિ વગેરે, અને વ્યતિરેકમાં દષ્ટાંત જલ-તાડન વગેરે. એવી રીતે સર્વ યુક્ત છે. વિશેષમાં, સાંવત્સરિક પ્રતિક્રમણનું વિધાન, કલ્પસૂત્ર વગેરે આગમમાં ભાદ્રપદ શુક્લપંચમીએ હોવા છતાં પણ કારણવશ તેનું પરાવર્તન કરનાર શ્રીકાલકાચાર્યના ભાદ્રપદ શુક્લચતુર્થીએ સાંવત્સરિક પ્રતિક્રમણ પરાવર્તનરૂપ વ્યવહારમાં જીતવ્યવહારની સિદ્ધિ માટે અપેક્ષિત યુગપ્રધાન સરખા આચાર્યનું પ્રવર્તકપણું વગેરે ચારે અંશો સ્વીકારીને છતવ્યવહાર વ્યવસ્થાપિત કરતા મધ્યસ્થ આગમથી અપ્રતિકૂળ, અને પૂર્વે કહેલાં બહુધા શાસ્ત્રોને અનુકૂળ એવા શ્રીદેવસૂરિના વ્યવહારમાં યુગપ્રધાન સરખા આચાર્યનું પ્રવર્તકપણું એવા પહેલા અંશને સ્વીકારીને પણ, પ્રમાણ વિના બાકી રહેલા અંશોને ન સ્વીકારતા, માત્ર દ્વેષ જ દર્શાવતા મધ્યસ્થ ધૃષ્ટતા જ આચરી છે. કારણ કે જેઓ ખરેખર યુગપ્રધાન સરખા આચાર્યો હોય છે, તેઓ વિશિષ્ટ કારણ અથવા વિશિષ્ટ પ્રયોજન વિના પ્રવૃત્તિ કરતા નથી જ, પ્રવર્તાવતા નથી જ. તેમણે પ્રવર્તાવેલા ધર્મને શાસ્ત્રો સાથે વિરોધ પણ હોતો નથી, કે આવતો નથી. સંવિગ્ન (સંવેગી-મોક્ષાભિલાષી) ગીતાર્થોએ પ્રતિષેધ ન કરવો અને બહુજનોને અનુમત એવું જ એ પ્રવર્તન હોય છે. જે એમ ન હોય તો યુગપ્રધાન સરખા આચાર્યપણાને હાનિ આવે. એથી પ્રથમ અંશ સ્વીકારતાં, બીજા ત્રણ અંશો પણ સ્વીકૃત થઈ જ જાય છે. એમ હોવા છતાં તેને ન સ્વકારતાં મધ્યસ્થને અહિં બીજું શું કહી શકાય ? હાલના કોઈ આચાર્યોએ તે સામાચારીનો નિષેધ કર્યો હોવાથી, તેનું અપ્રતિષધિતપણું નથી એવા ભ્રમમાં ન પડવું જોઈએ. કારણ કે-સામાચારી પ્રવર્તાવવાના સમયના સંવિગ્ન ગીતાર્થોદ્વારા પ્રતિષેધન થવો. એમ તત્ત્વતરંગિણીમાં સ્પષ્ટ કથન છે. સર્વના આચારવિષયક હોવાથી, તે કાળના સંવિગ્ન ગીતાર્થોએ નિષેધ કર્યાનું ક્યાંય જોવામાં ન આવતું હોવાથી હાલનો નિષેધ અકિંચિત્કર ગણાય. વિશેષમાં, શ્રીકાલકાચાર્યના વ્યવહારને જીતવ્યવહાર તરીકે સિદ્ધ કરવા માટે અપેક્ષિત ચારે અંશો અવશ્ય વિદ્યમાન છે, અને દેવસૂરિના વ્યવહારને જીતવ્યવહાર (૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54