Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
કરવામાં આવે એવું આ ગ્રંથમાં પોતાના અભિમત તરીકે કોઈ પણ સ્થળે સ્વીકાર્યું નથી. આથી જ ત્યાં હીરપ્રશ્નના બીજા પ્રકાશના વચનને ઉદ્ધત કરીને તેથી ઔદયિકી જ તિથિ સ્વીકારવી, બીજી નહિ એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે. જે પૂર્ણિમાની વૃદ્ધિમાં બીજી પૂર્ણિમાને ગ્રહણ કરવી પોતાને અભીષ્ટ હોત તો બીજી જ તિથિ સ્વીકારવી એવી રીતે જ ઉપસંહાર કરત. તથા સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસનું વચન ત્યાં જ આગળ ઉદ્ધત કરીને-આ કથનદ્વારા આ કહ્યું કે- સૂર્ય ઉગવાની વેળાએ તિથિ હોય તે જ માનવી, બીજી નહિ, એ પ્રમાણે ઉપસંહાર કર્યો છે; નહિ તો, અહિં પણ બીજી તિથિ માનવી એવી રીતે જ ઉપસંહાર કરત. એ મધ્યસ્થ આંખો મીંચીને વિચારે
જો કે પહેલી રીતે મધ્યસ્થને અભીષ્ટ એવા સાત હેતુઓનું અસિદ્ધપણું દર્શાવ્યું, છતાં નિર્ણયપત્રના ૧૩માં પૃષ્ઠમાં રહેલ-આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છ-આ આઠમા હેતુનું અસિદ્ધપણું મેં દર્શાવ્યું નથી, તો પણ તે (આઠમા હેતુ)નું અસિદ્ધપણું અય્યારી દર્શાવેલી દિશાએ મધ્યસ્થ પોતાની મેળે જ વિચારી લેવું જોઈએ. લેખના વિસ્તારના ભયથી વિરમવામાં આવે છે.
નિર્ણયપત્રકની અપ્રામાણિકતામાં હેતુઓ અહિં આ પણ નિર્દેશ કરવાનો છે કે, શ્રીવિજયદેવના મતપત્રકને અપ્રામાણિક ઠરાવવા માટે કલ્પેલા મધ્યસ્થના અભીષ્ટ હેતુઓમાંથી બીજા અને છઠહેતુ સિવાયના બાકીના પાંચ હેતુઓ મધ્યસ્થના આ નિર્ણયપત્રમાં પણ વિદ્યમાન હોવાથી તેનું જ અપ્રામાણિકપણું તે જ માર્ગે પ્રાપ્ત થાય છે. તે દર્શાવવામાં આવે છે
જો ચારપત્રવાળા(ગ્રંથ-લેખ)નું પ્રામાણ્ય ન જ થાય, તો અમુક પત્રવાળાનું જ પ્રામાણ્ય મધ્યસ્થ સ્વીકારવું જોઈએ. તેમાં નિર્ણય કરનાર પ્રમાણનો અભાવ હોવાથી સોળપત્રવાળાનું પણ પ્રામાણ્ય ઘટી શકે નહિ, ચારપત્રવાળો હોવાથી એવા પહેલા હેતુ જેવો સોળપત્રવાળો હોવાથી એવો પહેલો હેતુ આમાં વિદ્યમાન છે.
તથા નિર્ણયપત્રના ૧૧ મા પૃષ્ઠમાં-તે તિથિ વૃદ્ધ ગણાય કે જે બેવાર સૂર્યોદયને સ્પર્શે, એમ થતાં ઔદયિકી બે તિથિયોનો સંભવ હોવાથી બે પક્ષોનો
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org