Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 45
________________ E પક્ષનો સ્વીકાર કર્યો હોવાથી પરાભિમત-પક્ષાભ્યનુજ્ઞા નામનો પાંચમો હેતુ પણ આમાં ઘટે છે. તથા શ્રી જૈનસંઘ આરાધન માટે ઔદયિકી તિથિની અપેક્ષા રાખે છે. એવી રીતે પોતે સ્વીકાર્યા પછી પૂર્ણિમાના ક્ષય-પ્રસંગમાં રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરી શકાય એવું કથન કરવાથી સ્વાભ્યપગમ-વિરુદ્ધ નામનો સાતમો હેતુ પણ આમાં ઘટે છે. એવી જ રીતે આચાર્ય શ્રીવિજયરામચંદ્રસૂરિજી પણ આના પ્રામાણ્યની શંકા કરે છે એવા આઠમા હેતુના સ્થાનમાં પણ શાસ્ત્ર અને પરંપરા-વ્યવહારને અનુસરનારા સર્વે આચાર્યો આ નિર્ણયપત્રના પ્રામાણ્ય તરફ શંકા કરે છે. એવા પ્રકારનો જ હેતુ ગ્રહણ કરવો જોઈએ. એવી રીતે સર્વ પ્રકારે શોભે છે. –એ પ્રમાણે વિજયદેવસૂરિજીના મતપત્રકનું અપ્રામાણ્ય દૂર કરીને, તેનું પ્રામાણ્ય વ્યવસ્થાપિત કરી પર્વતિથિની વૃદ્ધિ ટીપણાદ્વારા જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિની જ વૃદ્ધિ કરવી જોઈએ. એ વિષયમાં સાક્ષાત જ પ્રમાણ દર્શાવવામાં આવેલ છે. તેથી ટીપણામાં પર્વતિથિયોનો ક્ષય અથવા વૃદ્ધિ જોવામાં આવતાં વાસ્તવિક રીતે અપર્વતિથિયોનો જ ક્ષય અથવા વૃદ્ધિ કરવી જોઈએ. એવો અર્થ, પૂર્વે કહેલાં અનેક શાસ્ત્રોથી સાક્ષાત્ અથવા અર્થાપત્તિદ્વારા સિદ્ધ કરવામાં આવ્યો છે. જીત વ્યવહાર હવે જીતવ્યવહાર દ્વારા પણ એ અર્થ સિદ્ધ કરવા માટે પહેલાં આ શ્રીદેવસૂરિની સામાચારીનું જીતવ્યવહારપણું સિદ્ધ કરીએ છીએ(૧૩) તેરમું-શ્રીસ્થાનાંગસૂત્રમાં વ્યવહાર પાંચ પ્રકારનો કહેલો છે, તે આ પ્રમાણે-૧ આગમ, ૨ શ્રુત, ૩ આજ્ઞા, ૪ ધારણા અને પાંચમો જીત. તેમાં વ્યવહાર કરનારને આગમ હોય, ત્યારે તેનાથી જ વ્યવહાર કરવો જોઈએ. તેના અભાવમાં શ્રુતદ્વારા વ્યવહાર કરવો જોઈએ. એવી રીતે (૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54