Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 39
________________ વૃદ્ધિમાં બીજી તિથિ કરવી. અને શ્રીવીરજ્ઞાનનિર્વાણનો મહોત્સવ અહિં લોકને અનુસારે કરવો. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બરોબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાગ્રહે કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉત્સૂત્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ થાય છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રી પ્રશ્નવિચારસમ્પૂર્ણ થયો સં.૧૮૯૫ વર્ષે ચૈત્ર સુદી ૧૪ ને દિવસે પંડિત ભોજાજીએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા કપુરશાહને લખી આપી છે ॥ તેમજ તેરસ ચૌદશ અને અમાવાસ્યા એ ત્રણે તિથિઓ પુરી હોય તો પણ જો લોક ચૌદશે દિવાલી કરે તો તેરસ ચૌદશનો છટ્ઠ કરવો, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લોકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ, લોકને અનુસારે કરવું એમ કહ્યું છે. આ પ્રશ્નવિચારને વાંચનારો મનુષ્ય શાસ્ત્ર અને પરંપરાને માનતો હશે તો વૃદ્ધિએ જરૂર તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ ત્રીજનીજ વૃદ્ધિ કરવી યોગ્ય ઠરે છે. અને તેથી ગુરૂવારની સંવચ્છરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે. मासवाहे शान्तर्गत रत्नपुरीय श्रीषमहे व डेशरीमलक नामनी श्वेतांजरसंस्था तरश्थी भमनगरमां श्रीजैनलास्डरोहय प्रेसमां मेनेवर जासयंह હીરાલાલે છાપ્યું. નોંધ નં.૫ પૂનાના ડો.પી.એલ.વૈધે પોતાના લવાદી ચૂકાદાના ભાષાંતરમાંગ્રંથારંભે (શ્રવિજ્ઞયતેવીયાનામ્) એમ જે લખેલું છે તે સંપાદકે પ્રયોજેલું છે. કેમ કે ગ્રંથમધ્યે કે ગ્રંથાન્તે વિજયદેવના નામનો ઉલ્લેખ જ નથી. આ ગ્રંથની સારી રીતે પરીક્ષા કરતાં તે પુષ્કળ પરસ્પર વિરૂદ્ધ ઉક્તિવાળો અને યુક્તિવિનાનો જણાય છે. તેથી તેના પ્રામાણ્ય તરફ જ અમારા મનમાં શંકા થાય છે +++ (૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54