Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 37
________________ જ કારણથી સારું આરાધન થાય છે. આવો શિષ્ય પ્રશ્ન કર્યો તેનો ઉત્તર દે છે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તિથિ લેવી. શ્રીમહાવીરમહારાજનો જ્ઞાનનિર્વાણ મહોત્સવ તો અહિયાં લોકને અનુસાર કરવો ૧ તેમજ ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી. ઈત્યાદિક ઉમાસ્વાતિવાચક (આદિ) ના વચનની પ્રામાણિકતાથીવૃદ્ધિ હોય ત્યારે થોડી પણ બીજી જ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી નક્કી થયું કે- જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિ. તેમજ શ્રી હરિપ્રશ્નના ચોથા પ્રકાશમાં ગુટેલી તિથિને આશ્રયીને આવી રીતનો પ્રશ્ન કરેલો છે. તે પ્રશ્ન જણાવે છે-જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપકઈ તિથિએ કરવું? અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેનું તપ ક્યારે કરવું ? આવા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિનો ક્ષય હોય ત્યારે તેનું તપ તેની પહેલાંની તિથિમાં કરવું, અને પૂનમનો ક્ષય હોય ત્યારે તેરસ અને ચઉદસ કરવું, અને તેરસે ભૂલી જવાય તો પડવે પણ કરવું. આવી રીતે નિરૂપણ કરેલું છે. આ જગો પર વિજયાનન્દસૂરિના ગચ્છવાળા પડવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લઈને પૂનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે. તે મત ખોટો છે એમ નક્કી થયું. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણા વિગેરેમાં ચૌદશમાં પુનમનો સંક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશો કેમકરતા નથી? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છો ?, એવી રીતે જે તું પૂછે છે તો તેનો ઉત્તર સાંભળ-કે જૈન ટીપણામાં પહેલાં તો (તિથિની) કે પર્વતિથિની વૃદ્ધિ જ ન હોય. તેથી પરમાર્થથી તેરસ જ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ જ ન થાય. લૌકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેનો નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિદ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તમને ન રૂચે તો પહેલી પુનમને છોડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ ન રૂચે તો અમે તને પૂછીએ છીએ કે ચોમાસા સંબંધી પુનમોની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીની પુનમોની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવું ક્યાં શીખેલો છે? (૩૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54