Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 36
________________ આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના ગચ્છવાલાઓએ પૂનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે કરેલા ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઈન્દ્રનો સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે. જે જગતના સમગ્રતત્ત્વોના જાણનારા છે એવાજનેશ્વરને નમસ્કાર કરીને શાસ્ત્રને અનુસાર કંઈક કહું છું. IIT કયી તિથિનો ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઈએ ? અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? તે બધી વાત હું કહું છું. II તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે-સૂર્યના ઉદય વખતે જે તિથિ થોડી પણ હોય તે જ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ કહેવી નહિ. શ્રીસેનપ્રશ્નના પહેલા ઉલ્લાસમાં કહ્યું છે કે-ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી. ઉદય સિવાયની તિથિ જો કરાય તો આજ્ઞાભંગ : અનવસ્થાર મિથ્યાત્વ અને વિરાધના ૪ને પામે. ૩ તેટલા માટે ઉદયવાળી તિથિ જ આરાધન કરવા યોગ્ય છે, પણ બીજી નહિં તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતો, પણ કોઈકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે. તો શું કરવું? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તો ઔદયિકી (એટલે બીજી તિથિ જ ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે. એટલા માટે ઉદયવાળી તિથિજ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવીજ રીતે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે-અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તો બીજી તિથિનું આરાધના થાય છે. પણ તે દિવસે પચ્ચકખાણની વખતે તે તિથિ ઘડી, બે ઘડી હોય છે, અને તેથી તેટલીનું જ આરાધન થાય. કેમ કે તેની પછીનોમ આદિ તિથિ થઈ જાય છે. પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તો વિરાધના થાય છે. કેમકે તે તિથિ સંપૂર્ણ પહેલેદહાડે હોય છે. કદાચ પચ્ચકખાણની વખતે દેખવા જઈએ તો પહેલે દહાડે પચ્ચકખાણની વખતે પણ હોય છે.અને આખો દિવસ પણ હોય છે. તેથી બન્ને વાના હોય છે, અને તે (૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54