Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar View full book textPage 3
________________ | શાસ્ત્રીય પૂરાવા | ૧૪-૧૫, ૧૪-0)) અને ભા.સુ. ૪-૫ રૂપ જોડીયા પર્વની ક્ષય-વૃદ્ધિએ તેરશ અને ત્રીજની જ ક્ષયવૃદ્ધિ જણાવનારા -: શાસ્ત્રપાઠોનો સંગ્રહ :સંવત્સરી શતાબ્દિ મહાગ્રંથ માં પૂર્વે જણાવ્યા પ્રમાણે વિક્રમ સંવત્ 1992માં જયારે ચંડાશુગંડુ પંચાંગમાં ભા.સુ.પાંચમ બે આવી ત્યારે પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિની આચરણાને લક્ષ્યમાં રાખીને પૂ. આગમોદ્ધારક આ.શ્રી આનંદસાગર સૂરિજી મહારાજ આદિએ ભાદરવા સુદ બે પાંચમે ભાદરવા સુદ બે ત્રીજ કરી ચોથ રવિવારે સંવત્સરી કરી હતી. પૂ. આ.શ્રી વિજયનેમિસૂરિજી મહારાજ આદિએ ભાદરવા સુદ પાંચમ માટે કાંઈ સ્પષ્ટ શાસ્ત્રાધાર નથી એમ કહીને તથા શાસનપક્ષના બીજા પૂજયોએ ભાદરવા સુદ ચોથ, વાસ્તવિક પર્વતિથિ નથી પણ કારણિક પર્વતિથિ છે તેથી તેની ક્ષય-વૃદ્ધિ થાય એમ માનીને બે પાંચમની બે ચોથ કરી અને બીજી ચોથ રવિવારે સંવત્સરી કરી હતી! જયારે આત્મારામજી મ.ના સમુદાયના આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મ. તથા આ.શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ આદિ પૂજયોએ લૌકિક માન્યતાનુસાર બે પાંચમ જ ઉભી રાખીને ચોથ શનિવારે સંવત્સરી કરી. તથા પહેલી પાંચમને ખોખા પાંચમ ગણાવવા પૂર્વક ભા.સુ.૪-પનું જોડીયું પર્વ જોડે રાખવાને બદલે બંનેને અલગ પાડવા પૂર્વક એકાકી પર્વ તરીકે ઉજવેલ. આમ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ. એ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિનો નવો(ખેલ) મત ચાલુ કર્યો! ( આ પ્રમાણે જ વિ.સં.૧૯૯૩ના ચંડાશુચંડપંચાંગમાં ફરી ભાદરવા સુદ પાંચમ બે આવતાં નવામતના ફેજ માટે શાસનપક્ષના પૂજયોએ પોતપોતાનાં (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 54