Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 29
________________ પાઠથી પણ સિદ્ધ થાય છે.) (६) पर्युषणायां भाद्रपदशुक्लपंचम्याः क्षयो वृद्धिश्च टिप्पणानुसारेण यदि भवेत् तदा यथा पूर्णिमास्याः क्षये त्रयोदश्या एव क्रियते एवमेव न्यायेन भाद्रपदशुक्लपंचम्या: क्षय तृतीयायाः ક્ષય: ક્રિયતે | (વૃદ્ધદેવેન્દ્રસૂરિજીકૃત-યતિદિન સામાચારી) લૌકિક ટીપ્પણાનુસાર જેમ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ કરાય છે તેમ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભા..ત્રીજનો ક્ષય કરાય છે. __(७) एवमेव भाद्रपदशुक्लपंचमीक्षय तृतीयाया: क्षयो बोध्यः । कस्मादेवं ? यद्भाद्रपदशुक्लपंचमीक्षय तृतीयाया: क्षयः क्रियते ? इति पृच्छति, तदुत्तरमेवं-चतुर्थी पर्वतिथित्वेन तस्याः क्षयाभावात् । चिरंतनाचारादृतत्वात् । अत एवाधुनाप्येवमेवमस्माभिः क्रियते । એ પ્રમાણે જ ભાદરવા સુદ પાંચમના ક્ષયે ભાદરવા સુદ ત્રીજનો ક્ષય જાણવો. ભા.રા.પ ના ક્ષયે (ચોથનો ક્ષય કહેવાને બદલે) ત્રીજનો ક્ષય કરવાનું કેમ કહો છો ? એમ જો પૂછતો હોય તો તેના જવાબમાં જણાવવાનું કે-ભાદરવા સુદ ચોથનું પર્વતિથિપણું હોવાથી અને પૂર્વાચાર્યોએ વાર્ષિકપર્વ તરીકે આદરેલ હોવાથી તેનો ક્ષય થાય નહિ તેથી ત્રીજનો ક્ષય કરવાનું કહીએ છીએ. અને સાંપ્રતકાળે અમારાવડે પણ એમ જ કરાય છે. નોંધ નં.૩-વિક્રમ સંવત્ ૧૯૫૨ની સાલમાં પૂ.આનંદસાગરજી મહારાજે (આગમોદ્ધારકશ્રીએ) પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરીએ છીએ તેવી જ રીતે ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ પણ ભાદરવા શુદિ ત્રીજની જ ક્ષય-વૃદ્ધિ કરવી જોઈએ. કારણ કે-પાંચમ પર્વતિથિ છે તો ચોથ, વાર્ષિકપર્વતિથિ છે તેથી ચોથનો પણ ક્ષય ન જ થાય. આ વાત, તેઓશ્રીએ પોતાની તાર્કિકશક્તિથી સત્ય જણાવી હતી. જે વાત ઉપર આ ૬-૭ નંબરના પાઠો પણ સ્પષ્ટ મહોરછાપ મારે છે !! આમ છતાં તે વખતે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરવાનો લેખ તો શાસ્ત્રમાં છે; પણ ભાદરવા શુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય-વૃદ્ધિ કરવાનો કોઈ લેખ નથી માટે પાંચમની ક્ષય-વૃદ્ધિમાં પૂનમનો દાખલો (૨૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54