________________
પ્રવચન-૭ )
[ ૩૫ કોની પાસેથી માન જોઈએ છે? અને ભગવાનની વાણીમાં આવ્યું કે આ જીવની દૃષ્ટિ મિથ્યા છે તો તેનાથી મોટું અપમાન બીજું શું હોય?
આ રીતે આઠમી ગાથાનો સારાંશ એ થયો કે સમ્યગ્દર્શનમાં જે આનંદ આવે છે તે જ ખરો આનંદ છે. એવો વીતરાગ પરમાનંદ ન મળવાથી જીવ સંસારવનમાં ભટકી રહ્યો છે–દુઃખી થઈ રહ્યો છે, માટે વીતરાગ પરમાનંદસુખ જ આદર કરવાયોગ્ય છે. આત્માની દૃષ્ટિ–જ્ઞાન કરીને અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આદરવા યોગ્ય છે, બાકી પુણ્ય-પાપ આદિ કોઈ આદરવા યોગ્ય નથી.
શીટ ભાઈ ! તું શાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો પણ એ શાયકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરું...કરું પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરું..કરું..કરીને કાંઈક નવીન કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય ઉપર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. પૂરનું તો કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. ખરેખર તો પરોક્ષ જ્ઞાન છે તે પણ જાણનાર જ છે.
શ્રોતા પરોક્ષ જ્ઞાન તો હીણું ને ઊણું છે ને?
પૂજ્ય ગુરુદેવ:–પરોક્ષ જ્ઞાન–મતિશ્રત પણ જાણનાર જ છે. જે કાંઈ છે તેને જાણે જ છે. વિકલ્પને જાણે છે, હીણપને જાણે છે, ઊણપને જાણે છે.
શ્રોતા –કોણ જાણે છે? ઊણું જ્ઞાન ને?
પૂજ્ય ગુરુદેવ :—શાન ઊણું છે એમ પણ એ જ્ઞાન જાણે છે. જે છે તેને તે જ જ્ઞાન તેમ જાણે છે. જાણેલો પ્રયોજનવાન છે' એ સમયસારની ૧૨મી ગાથાનો શબ્દ છે તે ગજબ વાત છે.
-પૂજ્ય ગુરુદેવશ્રી