Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ ૨૭૨ ] શ્રી જી. અ. જૈન ચન્થમાલા ઈન્કાર કરનારા હોય અગર તેમ નહિ તે એકમાં જ રાચતા હોય તેઓ અને એ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ-બન્નેય રથને ભાંગી નાંખવાનું પાપ. કરનારા છે. જેમ બે નેત્રે વિના વસ્તુનું અવલોકન બરાબર થતું નથી, તેમ બે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જ વ્યવહારનયવિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે, જ્યારે કેટલાએક જ નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નયથી માર્ગ પતિત થયા છે એમ શ્રી તીર્થંકરદેવોએ કહ્યું છે. સિદ્ધાન્તમાં જ્યાં નિશ્ચયધર્મનું વર્ણન છે ત્યાં નિશ્ચય ધર્મને આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મના ખંડન માટે નથી, તેમ વ્યવહારધર્મનું વર્ણન છે ત્યાં વ્યવહારધર્મના આદર માટે છે પણ નિશ્ચયધર્મના ખંડન અર્થે નથી. વ્યવહાર અને નિશ્ચયધર્મની ગૌણતા-મૂખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે. વ્યવહાર અને નિશ્ચય-એ બન્ને નયને ગણ-મૂખ્યા રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુને યથાર્થ બંધ થાય છે. જે વખતે વ્યવહારની મૂખ્યતા હોય તે વખતે નિશ્ચયની ગણતા હોય અને જે વખતે નિશ્ચયની મૂખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હોયઃ આમ બન્ને નયદષ્ટિએમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેને ઉપગ બીજી દષ્ટિને તિરસકાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે, તે વસ્તુતત્વને યથાર્થ અનુભવ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80