Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૭૧ કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વ સંવરરૂપ ચારિત્ર યા ક્રિયાને પામ્યા વગર પરમપદ–મોક્ષને પામી શક્તા નથી, તે પછી બીજાની તે શી વાત? મતલબ કે-સમ્યગ જ્ઞાન સંવરના સાધનરૂપ સમિતિગુપ્તિ આદિ સમ્યક ક્રિયા–એમ ઉભયથી મોક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મોક્ષ નથી. આત્માની શક્તિઓને એકસરખો વિકાસ સાધ્યા વગર કઈ પણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિઓ મૂખ્ય બે છે–એક ચેતના અને બીજું વીર્ય. એ બન્ને શક્તિઓ અરસપરસ એવી સંકળાયેલી છે કે-એકના વિના બીજાને વિકાસ અધુરો જ રહી જાય છે, જેથી બન્ને શક્તિઓ સાથે જ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યને વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. જ્ઞાન અને ક્રિયા-એ બન્ને એકાંતે અર્થાત્ જીવનના છૂટા છૂટા છેડાઓ છે. એ બન્ને છેડાઓ ગોઠવાય તે જ ફળસાધક બને, અન્યથા નહિ. આ બાબતમાં અંધ—પંગુ ન્યાય પ્રસિદ્ધ છે. જ્ઞાન ગમે તેટલું મેળવ્યું હોય, પણ સમ્યક ચારિત્ર સિવાયનું જ્ઞાન પાંગળું છે. જેમ પાંગળે માણસ ભલે દેખતે હોય, પરંતુ પગ વિના બળતા અગ્નિ પાસેથી તે ઈષ્ટ સ્થાને જઈ શક નથી; તેમ જ્ઞાનીઓ જ્ઞાનબળે ભલે દેખતાં હોય, પણ તેઓ સર્વ સંવર (ચારિત્ર) ક્રિયારૂપ પગ વગર દાવાનળથી બચી કદી મુક્તિ મુકામે જઈ શક્તાં નથી. શ્રી જૈનશાસનરૂપી રથને નિશ્ચયનય અને વ્યવહારનયએમ બે ચક્રો છે. જેઓ એ બે ચક્રોમાંથી એક પણ ચક્રનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 80