Book Title: Parmarthasuchak Vastu Vichar Sangraha
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૭૦ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વાચન (વાંચવું), પૃચ્છના (પૂછવું), પરાવર્તન (ફરી ફરી વિચારવું) અને ધર્મકથા (ધર્મવિષયની કથા) કરવી-એ ચાર દ્રવ્ય છે અને પાંચમી અનુપ્રેક્ષા એ ભાવ છે. પ્રથમના ચાર અનુપ્રેક્ષા (મનનરૂપ ઉપયોગ) ન આવે તે દ્રવ્યરૂપ સમજવા. જીવ-અજીવ આદિ તનું જ્ઞાન પણ આત્મજ્ઞાન માટે જ છે, એટલે તે જાણવું એ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. કિયા વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ક્રિયા સફળ નથી, એટલે કિયા હોય તે જ જ્ઞાન કહેવાય છે અને જ્ઞાન હોય તે જ ક્રિયા કહેવાય છે. બન્નેમાં ગૌણ–પ્રધાનભાવથી દશાને ભેદ છે. જ્ઞાન અને ક્રિયા એકલા કઈ પણ વખત રહી શક્તાં નથી. કોઈ વખત જ્ઞાનની મૂખ્યતા તે કિયાની ગણતા અને કઈ વખત કિયાની મૂખ્યતા તે જ્ઞાનની ગણતા, પણ બન્ને-જોડું કાયમ સાથે જ રહે છે, છતાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ કહેવાને આશય જ્ઞાનની મૂખ્યતા તે જ્ઞાનમાર્ગ અને જેમાં ક્રિયાની મૂખ્યતા તે “ક્રિયામાગ” એ જ છે. જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ થાય છે. તે બન્નેમાંથી એકને પણ નિષેધ કરનાર મોક્ષનો સાધક થઈ શક્તો નથી, કારણ કે ક્રિયા એ વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિરૂપ છે. જ્યારે ચેતના અને વીર્યની વિશુદ્ધિ થાય છે ત્યારે જ સર્વ સંવરરૂપ મેક્ષ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 80