Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ ૭૪૨ છે કે “ જેવાં પરિવા. ઘર-પરિવાર-વિવસ્થનમિચર્થ: ' અર્થાત્ બીજાના સંબંધમાં કંઈક કહેવું પરંતુ તે વિપરીત રૂપે કહેવું. જે વાત હોય તેનાથી ઊલટી વાત કરવી. જે સ્વરૂપ હોય તેનાથી વિપરીત જ કહેવું એ પરપરિવાદ પાપ છે. ચાલુ હિંદી-ગુજરાતી ભાષામાં જેને નિંદા” કહેવાય છે. નિંદા એ શબ્દ પર પરિવારને જ વાચક–સૂચક છે. આ અર્થને સૂચક શબ્દ છે–અવર્ણવાદ અર્થા–વર્ણવાદથી વિપરીત, અવર્ણવાદ, જેવું હોય તેનાથી વિપરીત સ્વરૂપ દેખાડવું, બતાવવું અથવા કહેવું. આ રીતે વિપરીત કથનના ઊલ્ટા સ્વભાવથી પરિવાદી જીવ મિથ્યાત્વની નજીકમાં જઈ રહ્યો છે. કેમ કે મિથ્યાત્વીની પણ મુખ્ય પ્રવૃત્તિ છે-વિપરીત કથન, વાસ્તવિક્તાથી દૂર રહેવું, યથાર્થતાથી દૂર રહેવું અને અયથાર્થતા ઊલ્ટી રીતથી ચાલવું, જે જેવું હોય તેને તેવા સ્વરૂપે ન કહેતા વિપરીત સ્વરૂપમાં જ માનવું, જાણવું, દેખવું, કહેવું વગેરે મિથ્યાત્વીની પ્રવૃત્તિ છે. તેથી પરપરિવાદમાં પણ મિથ્યાત્વીને કંઈક અંશ છે. તેની સાથે કંઈક અંશે સમાનતા છે. આંશિક સાશ્યતા છે. અને આમ પણ ૧૬ મું પાપસ્થાનક ૧૮ મું મિથ્યાવશલ્ય પાપસ્થાનકની ઘણું પાસે છે, નજીક છે. તેથી પરિવારમાં મિથ્યાત્વના સંસ્કાર વધારે હોય છે. સંસર્ગ જન્ય દેષ પણ વધારે હોય છે, અને આમ પણ તમને લેક વ્યવહારમાં દેખાશે કે પરિવાદી મિથ્યાત્વીઓની સંગતમાં વધારે ઘૂમે–ફરે છે. તેના મિત્રોમાં તે ફરતો જ દેખાશે. જે કે આ એકાંતે નથી. તે શ્રદ્ધાળુ લોકેમાં રહેશે તો પણ તેની વિપરીત વૃત્તિને નહીં છોડે, નિંદા કરવાની વૃત્તિને નહીં છોડે. પર પરિવાદી (નિંદક)ને સ્વભાવ સંસારમાં જુદા જુદા પ્રકારના જ હોય છે. ૧૮ પાપસ્થાનકમાં પણ અલગ-અલગ સ્વભાવ હોય છે અને તેવા પ્રકારના સ્વભાવવાળા જો તે તે પાપનું સેવન વધારે કરે છે અને તેવા પાપનું સેવન વધારે કરવાથી સ્વભાવ પણ તે પડી જાય છે. તેથી તે પાપને સ્વભાવ પછીથી તે પાપની પ્રવૃત્તિ વધારે કરાવે છે. આ સ્વરૂપ જ તમને સંસારમાં જોવા મળશે. આ રીતે પાપના જ સ્વભાવથી પાપથી પ્રવૃત્તિ વધારે કરતા રહેવાથી તે સ્વભાવ–આદત–ટેવ વ્યસનરૂપે બની. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44