________________
૭૭૬
જાય છે. આ પાપ ઓછું કરવા માટે આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્યમાં રાખવું અત્યંત જરૂરી છે.
હવે પાપોને સ્વીકાર કરવા માટે પણ નિર્મળ પ્રજ્ઞા, સૂક્ષમ બેધ. જોઈએ. આપણે આપણી ભૂલોને વ્યાજબી ઠરાવવા જ પ્રયત્ન કરીએ છીએ. એની બદલે જે સ્વીકાર કરીએ ઉત્કર્ષ થઈ શકે. બુદ્ધીજીવીતાના કારણે આપણી ભૂલોને બચાવ કરીએ છીએ. બુદ્ધીશાલીતાથી ભૂલને. સ્વીકાર થાય છે. બાઈબલમાં પણ કહ્યું છે કે,
"Confession is next of innocence” “ભૂલને સ્વીકાર એ નિર્દોષતાની તુલ્ય છે” તમે સ્વીકાર કર્યો એટલે. ૫૦ ટકા કામ થઈ ગયું હવે માત્ર તે તે ભૂલોને દૂર કરવાની વાત જ ઉભી રહી. જેવી રીતે કેઈ ડોકટર દર્દીનું નિદાન કરે એથી ૫૦ ટકા વાત પતી ગઈ. પછી માત્ર દવા લઈને નિરોગી થવાનું જ બાકી રહે છે. સંસારના શરીરના રોગોનું નિદાન થતાં આનંદ થાય છે. ભલે તે કેન્સર રોગ પણ હોય છતાં પણ નિદાન થતાં જીવને થાય છે કંઈ વાંધો નથી હજી તો ફર્સ્ટ સ્ટેઈજમાં છે. પ્રાથમિક કક્ષામાં છે એટલે વાંધો નહીં આવે. આમ શરીરના રોગનું નિદાન થતાં આનંદ થાય છે કારણ કે શરીરની પ્રીતિ છે. તેવી જ પ્રીતિ જે આત્માની થઈ જાય અને આત્માના આરોગ્યને મેળવવાની ઝંખના જાગે તો કોઈ દોષ બતાવે તે આનંદ થઈ જાય. કેઈ તમને કહે કે તમે ખૂબ અભિમાની છે, વાક્યવાક્ય અભિમાન નીતરતું જણાય છે. એમ કાઈ કહે તે. આનંદ થાય કે મારું નિદાન થઈ ગયું બસ, હવે નમ્રતાનું સેવન કરૂં તો કામ થઈ જાય. આમાની ઉન્નતિ લક્ષ્યમાં રાખે તો બધું સરળ થઈ જાય.
"To err is human to confess is Diviie" et seal at સહજતા છે. માનવ માત્ર ભૂલને પાત્ર પણ તેને કબૂલ કરવી એ દિવ્યતા છે. હવે ભૂલ ખટકે છે એ સાચી વાત છે. સારી વાત છે પણ એટલું પૂરતું નથી. પાપની નિંદા કર્યા પછી ગહ કરવી અત્યંત જરૂરી છે. નિંદા આત્મસાક્ષીએ થાય છે. ગર્તા ગુરૂસાક્ષીએ થાય છે. ગુરૂભગવંતની સાક્ષીમાં પાપની સ્વીકૃતિ પૂર્વક સ્વનિંદા કરવી એ ગહ છે. હે ગુરૂભગવંત ! વાસ્તવમાં મેં ખરાબ જ કર્યું છે ન કરવા જેવું જ કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org