Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૭૭૪ તે સૌ સમજી શકે છે. એટલે હવે જીવોના વિષયમાં જોઈએ. તે કર્મયુક્ત આત્માની પરિસ્થિતિ આવી દોષયુક્ત છે. બાકી આત્મા તે શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર છે. આમ સંસારમાં કર્મ સંયોગે આભામાં ઓછા વધતા દે રહેલા જ છે. એટલે બીજાની નિંદા કરવા કરતાં પિતાની નિંદા કરવી એ શ્રેષ્ઠ છે. શું નિંદકમાં કોઈ દોષ જ નથી? તમે બીજાની નિંદા કરે છે તે બીજા શું તમારી નિંદા નહીં કરે ? તમે કયાં સર્વગુણ સંપન્ન છે? આથી સ્વનિ દામાં જ લાભ છે. સાધક તે જ છે કે જે સ્વનિન્દા અને પરગુણ પ્રશંસા કરે છે. સાધનાના ૪ અંગો બતાવતાં કહ્યું છે કે, एवमह आलोइय - निंदिय - गरहि अ-दुग्गंछि असाम । तिविहेण पडिक्कं तो, वदामि जिणे चउवीसं ॥ (૧) આલેચના–પ્રતિક્રમણ (૨) નિંદા=સ્વદોષની નિંદા સ્વયં કરવી (૩) ગહેં–ગુરૂની સાક્ષીમાં પોતાના દુર્ગુણ દેષની નિંદા કરવી. (૪) અને અંતમાં કરાયેલા પાપોની દુર્ગછા કરવી અર્થાત્ જુગુપ્સા, અપ્રીતિ કરવી. હવે તે પાપને જાઈને મેટું બગાડવું અને ફરીથી તે પાપને નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. અધ્યાત્મ સાધનાના માર્ગમાં આ સૌથી શ્રેષ્ઠ સાધનાના ચાર પગથીયા છે. સૌથી પહેલાં પોતાનું પાપ પોતાના દે ખટકવા જોઈએ. પછી આગળ સાધનામાં પ્રવેશ થઈ શકે. હા, અહીં પણ નિંદા છે. નિંદા કરતાં તો આવડવું જોઈએ પરંતુ સ્વનિંદા કરવી, પારકી નહીં. પારકી નિંદા કરવી તે બહુ સરળ છે. એ તો બધાને આવડે છે. એમાં કોઈ મોટી વાત નથી. જ્યારે પનિંદા એક નિંદિત કાર્ય છે, સમાજ પણ એ કાર્યની ધૃણા કરે છે અને સ્વનિંદા એ શ્રેષ્ઠ સાધના છે. પોતે જ કરેલા પાપોને મનોમન પશ્વાત્તાપ કરવાની પ્રક્રિયાનું નામ છે. સ્વનિંદા, આ મેં ખૂબ જ ખરાબ કર્યું છે. અરે...રે..નીચ કામ કરવાવાળા અધમ જીવ આ તેં શું કર્યું? શા માટે કર્યું આવું હલકું કામ કરતાં તને શરમ ન આવી? અરે, ઘેડે તો વિચાર કરે હતે ? હે આત્મા! તારી બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ હતી? આ રીતે સ્વયં પિતાના મનમાં જ પોતાની કરેલી દુષ્કૃત કરણી ખરાબ પાપોની નિંદા કરવી જોઈએ. ભરત મહારાજા સમ્યકત્વના ધણ, ષટૂખંડના માલિક હોવા છતાં પણ પોતાની જાત માટે વિચારતા હતા કે “અધમાધમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44