________________
999
છે. હું એનું પ્રાયશ્ચિત માંગું છું. આ પ્રમાણે નિવેદન કરવું એ ગહ થઈ. અરે, તમારા પાપને પણ મનમાં દબાવીને ન રાખે. આનાથી માનસિક તણાવ વધશે ટેન્શન થઈ જશે. લોહીનું દબાણ વધશે. ક્યાંક પાપોને કહેવાનું પણ સ્થાન રાખો. મંદિરમાં ભગવાનની સામે બેસીને ભગવાનને પણ તમારા પાપ સાફ સાફ સંભળાવી દે. પરંતુ એવું નહીં માનતા કે ભગવાન નથી સાંભળતા ? ભગવાન તે બધું સાંભળે છે. આપણને સંભળાવતા નથી. આવડતું ભગવાનના તો હજાર કાન છે બધાનું સાંભળે છે. એમને તો કેવળજ્ઞાનના ઉપગથી બધું જાણવાનું હોય છે એટલે તમારા સંભળાવ્યા પહેલા એ સમજી જાય છે. પણ આપણે જે કહીએ તો આપણું પાપ ખપે છે. દેવ ગુરૂની પાસે વાતને એકરાર કરવાનું ફળ એ જ છે કે, ફરીથી તે પાપો આપણાથી થતા નથી અને જે કદાચ થાય તો પણ તેટલી તીવ્રતાથી થતાં નથી તેટલી વાર થતા નથી. તેની ગતિ મંદ થાય છે. તેને રસ મંદ થાય છે.
આ વાતની સાક્ષી પૂરે છે. રત્નાકરસૂરિ મહારાજા !!! જેમણે આદીશ્વર દાદાની સામે બેસીને પોતાના બધા પાપોને પ્રગટ કર્યા. અને તે આજે આપણી સામે રત્નાકર પચીશી રૂપે હાજર છે. પૂજ્યશ્રીએ આંખની અશ્રુધારા વહાવતા મન વચન, કાયાના એક એક પાપ સાફ સાફ કહી દીધા, પરમાહંત મહારાજા કુમારપાળ ભૂપાળે પણ પોતે બનાવેલી આત્મનિંદા દ્વાત્રિશિકા રૂપ સ્તુતિ પ્રભુની સામે કરી છે અને એમાં પણ પોતાના પાપોની સમાલોચના અને ક્ષમાયાચના કરી છે.
પાપ પ્રત્યે અપ્રીતિ કરવી અને ફરી તે પાપને ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ સાધનાના ચાર ચરણનો ક્રમ છે. મન, વચન, કાયાના ત્રિબ્ધિ પાપની ત્રિવિધ રૂપથી ક્ષમાયાચના કરીને શુદ્ધ થવું એ સાધનાને કમ છે. સ્વનિંદા–પિતાની જ કરાયેલા પાપોની સ્વયં નિંદા કરવાથી કર્મક્ષય થાય છે. પાપ નષ્ટ થાય છે. જ્યારે પર નિંદા કરવાથી મોટું પાપ થાય છે. આથી મેક્ષ માર્ગને સાધક મુમુક્ષુ પિતાના સ્વકૃત પાપોની નિંદા જરૂર કરે અને પરનિદાના મહાપાપને સર્વથા તિલાંજલિ આપીને પાપ મુક્ત બને. સર્વ જીવો પરનિંદા–પર પરિવાદથી નિવૃત્ત થઈને સ્વનિંદાની સાધના કરીને મુક્તિ સુખના અધિકારી બને એ જ શુભ મનોકામના.
सर्वे निष्पापाः सन्तु)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org