Book Title: Papni Saja Bhare Part 18 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ ७४४ વૃત્તિવાળા મનુષ્ય ક્યારેય કોઈના ગુણોની સારી-ઊંચી વાતે નહીં સાંભળે, કેઈની ગુણ પ્રશંસામાં તેને રસ નહીં આવે. પરંતુ કેઈનું ખરાબ થાય તેમાં, કેઈની ભૂલમાં, દમાં તેને વધારે રસ આવે છે અને તેવી વાત હલ્કા લેક પાસેથી સાંભળવા મળે છે તો ત્યાં તે વધારે રસ લે છે. આવા લોકોની સાથે તેનું બેસવાનું–મિત્રતા વધારે હોય છે. આ વૃત્તિવાળા બે-ચાર મળ્યા કે બસ આવી જ વાતે થશે. કોઈના પણ સંબંધી આવી જ વાત થવાની નિદકે ભેગા મળીને ક્યારેય શાસ્ત્રચર્ચા, તત્વજ્ઞાનની વાત અથવા સારી—ઊંચી વાતો કરવા બેસે એ ક્યારેચ શક્ય જ નથી. બીજી વાત તો એ છે કે આ લોકે કેઈની અનુમોદના પણ કરી શકતા નથી. નિંદા કરવાની વૃત્તિના કારણે ઈર્ષ્યા–ષ–મત્સર–બુદ્ધિ પણ વધારે હોવાના કારણે કઈ વ્યક્તિની અનમેદના અથવા કેઈના શુભ કાર્યોની અનુમોદના પણ કરવી નિંદકને માટે અસંભવ જ વાત છે. તેણે તે દૂધમાં પણ ખટાશની ગંધ આવે છે. આવી વ્યક્તિ ક્યારેય ગુણાનુરાગી નથી બની શક્તી. તે હંમેશા દેષાનુરાગી જ રહે છે. આ જ તેને બરાક છે અને તેને તેમાં જ રસ આવે છે. જેવી રીતે ભૂંડને વિષ્ટામાં રસ આવે છે. તેવી રીતે માનવસમાજની ખરાબીઓને પ્રસારિત કરવાનો જાણે ઠેકે જ ન લીધો હોય ! સ્વપ્રશંસા અને પરનિંદા કરવાના સ્વભાવ એવો પડી ગયો હોય છે કે જાણે તેની આંખોમાં જ કમળો–પીળિયો થયે હેાય ! કમળાના રોગની જેમ બધી વસ્તુ પીળી જ દેખાય છે. સફેદ દૂધ અને વસ્ત્ર પણ તેને તે રોગગ્રસ્તતામાં પીળા જ દેખાય છે. તે આમ પણ નિંદકની આંખમાં આ દૃષ્ટિકોણ છે કે તેને દુર્ગણ જ દેખાય છે. સારા ગુણોમાં પણ અને ગુણવામાં પણ તેને દોષ–દુર્ગુણ જ દેખાય છે. કેઈની નબળી અથવા ભૂલની વાતો જ લઈને તે ફરતો હોય છે. પ્રાયઃ નિંદા કરવાનો ધંધો નકામા લોકો છે. પરપ્રપંચી લોકેનું આ કામ છે. આ જ તેમને સૌથી મોટો ધંધો છે. ઘરના ઓટલા પર અથવા ઘરને બહારના ભાગમાં આવીને બેસી રહેશે. રસ્તા પરથી આવતા-જતા લોકોને મળવું–વાતો સાંભળવી અને વાતો કરવી, કહેવી એ જ એનો મુખ્ય ધંધો છે. તે પોતે પણ એજટ છે, તેના ઘરાક પણ ઘણું છે. અને તેના પણ એજંટ અને ડીલર હોય છે. આ મેટું વ્યાપક એક સામાજિક દૂષણ છે. સમાજના ગણેલા-ગણવેલા કેટલાક લોકેનો એ વ્યવસાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44