________________
૭૫૭
થાય છે કે સ્વપ્રશસાની સાથે પરનિદા એને પ્રિય લાગે છે. તેનું શું કારણ? કદાચ તમે એમ કહેશે કે પરનિદા વગર સ્વપ્રશંસા શક્ય નથી. તે ના, આ વાતમાં હું સહમત નથી. શું ઉપર સુધી દોરેલી રેખાને હાથ લગાવ્યા વિના, ભૂસ્યા વિના શું નાની નથી કરી શકાતી? ના, એવું નથી. એ લીટીની સામે બીજી મેટી લીટી દોરી લેવાથી સામેની લીટી એની મેળે નાની દેખાશે. એમાં શંકાને સ્થાન નથી. બીજાને લીટીને હાથ પણ લગાડવાની જરૂર નથી. પરંતુ આ યુકિતને ઉપયોગ કરવાવાળા બહુ ઓછા છે. મંદમતિ જીવો બીજાની લીટી ભૂસીને પિતાની મેટી બનાવવા માંગે છે. પણ આ રસ્તો વ્યાજબી નથી, ઉત્તમ નથી.
બસ, તેવી જ રીતે શું બીજાની નિંદાથી જ પોતાની પ્રશંસા થઈ શકે છે? શું આ સુંદર ઉપાય છે? ના, કયારેય નહીં, આ તે મહાપાપ છે. તમને જે તમારી પ્રશંસાની ભૂખ હોય તે એવું પ્રશંસનીય કાર્ય કરે કે સમાજ તમારી પ્રશંસા જરૂર કરશે, પરંતુ કેટલાય લોકોને આ માર્ગ કઠિન જણાય છે. અને એની બદલે પરનિંદા કરીને હું સારો છું એવો દેખાવ કરીને સસ્તી કિતિને માર્ગ અને સરળ જણાય છે. અને વધારે પડતા લોકે આ માર્ગને અનુસરે છે. પિતાની જાતને ભગવાન તરીકે બતાવવાને માટે અને બનાવવાને માટે એણે બધા ભગવાને પર નિંદા ટીકા ટીપણું કરવાની શરૂ કરી દીધી કે ભગવાન મહાવીર આવા હતા, તેવા હતા. બુદ્ધ ભગવાન, રામ, કૃષ્ણ, ભગવાન ઈશુ ખ્રિીસ્ત, મસીહ વગેરે આવા હતા, તેવા હતા, આ બધામાં સત્વ નથી માત્ર ચમત્કારથી લોકોનું આવર્તન કરે છે. આવી અનેક વાતો કરીને બધા ભગવાનમાં દઘાટન કરે છે, બધા દેવપૂર્ણ છે. બસ, એક હું જ પૂછું છું. આથી હું ભગવાન છું. આવા પ્રચારને તમે પણ સાંભળ્યો છે, વાંચ્યા છે પણ જરાક તે વિચારો સેંકડોની સાથે અનાચાર, દુરાચાર, કરવાવાળો, હજારો-લાખેને દુરાચારના ખાડામાં પાડનાર એવા મહા વિષથી તીવ્ર વિષય વાસના ના કીડાને ભગવાન કેવી રીતે કહી શકાય? અને અનેક ભગવાનોની, સર્વજ્ઞ વીતરાગની ઘોર નિંદા અને મજાક કરવાના મહાપાપનું ફળ બિચારે આજે ભોગવી રહ્યો છે. હાથ–પગમાં હાથકડી છે અને જેલમાં કેદી તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org