________________
કરનારનું ઘર તો આપણે પડોશમાં હોવું જોઈએ. નજીકમાં અથવા સામે જ હોવું જોઈએ. જેથી આપણે હંમેશા જાગૃત રહીએ, સાવધાન રહીએ. અર્થાત્ કઈ ભૂલ કરવામાં, દોષનું સેવન કરવાથી બચવા રહીએ, સજાગ રહીએ તેથી નિંદક અમારો ચિકદાર છે, પહરેદાર છે. જે હમેશા અમારી રક્ષા કરે છે. અમને ખરાબ થવાથી, બગડવાથી, ખરાબ લાઈન પર જવાથી બચાવે છે જે આ વિચાર કરીએ તો કેટલું સારું અને ઉપકારી લાગશે પોતાને નિંદક? તેથી વાતને દષ્ટિકોણ બદલીને તેને સારા સ્વરૂપે વિચારાય તે અમારી નિંદા કરવાવાળા પર પણ અમને ક્રોધ નહીં આવે, અને તે અમને અમારો દુશ્મન નહીં લાગે. નિંદામાં કેને ફાયદો ? કેને નુકસાન
આ વિષયને પણ વિચાર કરવામાં આવે તો બેમાંથી કોને ફાયદે. છે? નિંદા કરવાવાળાને અથવા જેની નિંદા કરાય છે તેને? એક વાતમાં બે વ્યક્તિ નિમિત્ત કારણ છે. એક તે નિંદા કરનાર અને બીજું જેના વિષયમાં નિંદા કરવામાં આવે છે તે હવે આટલા વિવેચનથી પર પરિવાદ–બીજાની નિંદાનો વિષય સારી રીતે સમજાઈ ગયે હશે? તેથી આ પ્રશ્નનો ઉત્તર તમે જ વિચારો કે બેમાંથી કોને ફાયદો છે? કેને નુકશાન છે ? શું જેની નિંદા કરાય છે તેને કંઈ પણ નુકશાન છે ? કદાચ સમાજમાં ઘેડી અપ્રતિષ્ઠા–અપકીતિ થઈ શકે છે. પરંતુ લોકો મૂર્ખ નથી. કોઈની વાત સંભળાવનારની પણ કિંમત તે કરી જ લે છે તે નિંદા કરનાર કેટલે સારો છે? અથવા કેવા છે ? કેટલા પાણીમાં છે? એ કિમત તો લોકો કરી જ લે છે. તમે જ બતાવો કે શું સભ્ય સમાજમાં કોઈ નિંદની વધારે કિંમત છે? વધારે માનસન્માન છે? શું તેને કયારેય કોઈ પદ-પ્રતિષ્ઠા અથવા સત્તા મળી છે? ના, કેમ નહીં? સમાજમાં લોકો તેને સારી રીતે સમજે છે, જાણે છે, તેથી આવી વ્યક્તિને કોણ માન-સન્માન–પદ-પ્રતિષ્ઠા આપે ? શું કઈ નહીં આપે? તેથી નિંદા કરનારની કિંમત સમાજના સામાજિક કુતરા કાગડા અથવા ધોબી જેવી હોય છે. ઉપાધ્યાયજી તેને કહે છે.
બાપડે જીવડો તેહ મૂરખપણે, ગજ પરે નિજ શિરે ધૂળ નાંખે, દ્રાક્ષ–સાકર–સરસ–વસ્તુ સવિ પરિહરી, કાક જેમ ચાંચશું મેલ ચૂંથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org