________________
૭૬૫
માતા તે હાથ પણ બગાડતી જ્યારે નિંદક તે આંખ, કાન, મુખવિચાર બધું બગાડે છે. બીજાની નિંદા કરીને તેના દેષ દુર્ગુણોમાં અમે અમારા કપડાં ધોવા ઈચ્છીએ છીએ. અર્થાત્ અમે અમારી જાતને સારા–ઉંચા–શુધ્ધ દેખાડવા ઇચ્છીએ છીએ. પરંતુ આ કેવી રીતે શક્ય બને? “પરના મેલમાં ધોયાં લુગડાં રે, કહો કેમ ઉજળા હોય છે” બીજાના દોષ–દુર્ગણોને જોવા–કહેવારૂપી મેલમાં અમે અમારા કપડા ધઈએ (અર્થાત્ બીજાની નિંદા કરીને પોતાની પ્રશંસા કરીને પોતાની જાતને સારા દેખાડવાની વાત કરે) તે શું અમારાં કપડાં સાફ-સ્વચ્છ થશે? કે વધારે મેલ લાગશે ? શક્ય છે કે અમારા કપડા એાછા મેલાં હશે તે પણ બીજાના મેલામાં ધોવાથી વધુ મેલ લાગશે. લોકે પોતાના મેલાં કપડાં પણ સ્વચ્છ શુદધ પાણીથી ધુવે છે, કીચડમાં કપડાં ધોવાથી બધા ખરાબ થઈ જાય છે. તેવી રીતે પનિંદા કરતા-કરતા પોતાના જે ગુણ હોય છે તે તે બધા ચાલ્યા જાય છે અને બીજાના દોષ–દુર્ગુણ જે અમે કહ્યા તે અમારામાં આવી જાય છે. અમે બીજાના દેષદુર્ગુણથી ભારે બનીએ છીએ અથવા લેપાતા જઈએ છીએ બીજાની નિંદા કરવી એટલે પોતાના ગુણને નાશ કરવો અને દેષગુણેને વધારવા બીજાના દેષ-દુર્ગણોને વગર પૈસાએ ખરીદવા. નિંદકને ઉપકારી માનવકોઈની નિંદા કરવી એટલે ધાબીને બંધ કરો. કહેવાયું છે કે
નિંદા કરે છે હમારી, મિત્ર હમારા હૈય,
સાબુ ગાંઠ કા લેકે, મેલ હમારા ધોય. અમારી નિંદા કરવાવાળે અમારે મહાન ઉપકારી છે એવું માનીને ચાલવું વધારે સારું છે. નિંદા કરનાર અમારો કેટલો સારો ઉપકારી છે કે તે પાણી અને સાબુ વગર અમારે મેલ ધુવે છે. ધોબીને કપડાં ધોવા આપો તો પણ પાંચ-દસ રૂપિયાનો ખર્ચ આવે છે અને આપણે જાતે ઘરે કપડાં જોઈએ તે પણ સાબુ અને પાણીને બે–ચાર રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ નિંદક તે અમારે મેલ સાબુ અને પાણી વિના વગર પિસાએ ધુવે છે અર્થાત્ કેટલો બધો ઉપકારી છે ! આ રીતે આપણું મનને સમજાવવું જોઈએ. મહારાષ્ટ્ર પ્રાંતની મરાઠી ભાષામાં એક કહેવત છે કે –“ fiારે ઘા રે સેનાન” અર્થાત્ નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org