Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૭૭૧ શાસ્ત્રોને અભ્યાસ વધારે કરે જોઈએ, અને સંત–સજજન સાધુ મહાપુરૂષને ગુણયલ–ગુણવાન મહાપુરૂષનો સત્સંગ કરવો જોઈએ. સંત સમાગમ, તથા સત્સંગ તેમ જ શાસ્ત્ર સંગ પણ અનેક પાપોથી આપણને દૂર રાખે છે. ગુણાનુરાગ વધારવો જોઈએ. ગુણ પુરૂષના ગુણે પ્રત્યે અનુરાગ-પ્રીતિ રાખવી જોઈએ, કહ્યું છે કે परगुण परमाणून् पर्वतीकृत्य नित्यं । निज हदि विकसन्तः सिन्त सन्तः कियन्तः ॥ બીજાના અંશમાત્ર પરમાણુ જેટલા નાના ગુણને પણ પર્વત જેટલા મેટા કરીને જેવા અર્થાત્ એક એવું સૂહમદર્શક યંત્ર રાખીએ બીજાના નાના પણ ગુણ અમે મેટા કરીને જોઈએ અને તે જ સૂકમદર્શક યંત્રથી અમે અમારા દુર્ગણદેષને જોઈએ, એટલે કે જે છે તેનાથી દસ-વીસ ગુણ મેટા કરીને જોઈ એ, તે પોતાની દષ્ટિમાં આવે જેથી તેને દૂર કરવા અને ગુણને પ્રાપ્ત કરવાને પુરૂષાર્થ કરી શકાય. યાદવ કુલપતિ શ્રીકૃષ્ણ નાની ઉંમરમાં જ પોતાના યાદવ મિત્રોની સાથે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક મોટી કચરાપેટી પડી હતી અને તેમાંથી અત્યંત દુર્ગધ આવતી હતી. સાથે રહેલા બધા યાદવ મિત્રો નાક–મે બંધ કરીને ભાગી ગયા. પરંતુ શ્રી કૃષ્ણ તે કચરામાં પણ નિરીક્ષણ કર્યું અને તેમાં તેમણે કુતરાના મેતી જેવા સફેદ શુદ્ધ દાંત જોયા. વાહ ! કુતરા કાળા હોવા છતાં પણ એને કયારેય દંતમંજન– બ્રશ ન કરતાં હોવા છતાં આટલા ચમકદાર શુદ્ધ દાંત કેવા છે ? કેટલા સુંદર છે ! અને કુતરો બિચારો એક પશુ હોવા છતાં પણ કેટલે વફાદાર પ્રાણી છે ! આ જોઈને શ્રી કૃષ્ણ ખુશ થઈ ગયા અને મનમાં સંકલ્પ કર્યો કે મારે પણ આવા ગુણવાન બનવું જોઈએ, અને આગળ વધતાં, વધતાં એવા ગુણવાન બન્યા પણ ખરા! તેથી ગુણાનુરાગી દેષદૃષ્ટિવાળે નથી બનતે. નિંદાનું ઉત્પતિ કારણ છે. દેષ દૃષ્ટિ–છિદ્રો શેઘવાપણુ અને દોષ જોવાની ટેવ, તેથી ગુણાનુરાગી બનીને આ દોષોને દૂર કરવા એ જ ઉચિત છે. આ ગુણાનુરાગને લાવવા માટે–પ્રાપ્ત કરવા માટે, વધારવા માટે અથવા વિકસાવવા માટે પ્રમોદ ભાવનાથી બધાના સુકૃત–શુભ કાર્યોની અનુમોદના કરતા રહેવું જોઈએ, કેઈના પણ શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44