Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 32
________________ ७६८ સમય સુંદર મુનિ આ રીતે કહે છે કે–અરે ભાઈ! કયારેય કઈ પારકાની નિંદા ન કરશે, એના અનેક મહાપાપ છે. એક તે વૈરવૈમનસ્ય કોઈની સાથે વધે છે, અને નિંદા કરવાના વ્યસનવાળો વળી પોતાના માતા-પિતાને પણ નથી છોડતો સમય આવતા તેમની પણ નિંદા કરવામાં થાકતો નથી. આજે કોને એવું પસંદ હોય કે મારી નિંદા થાય તે સારું છે? ના, કેઈનેય પસંદ નથી, પ્રિય નથી, અને જે કઈ નિંદા કરતો હોય તો તે તેની સાથે દુમનતા પણ ઊભી કરી દે છે. બંનેની વચ્ચે વૈર–વૈમનસ્ય વધે છે અને કયારેક ઘણો લાંબો મેટો ઝઘડે પણ થઈ જાય છે, મારપીટ પણ થાય છે. આવા સમયે નિંદા કરનાર કોઈની બે થપ્પડ અથવા માર પણ ખાય છે અને વળી મૃષાવાદ–અસત્યનો સહારો લઈને પોતાની જાતને છોડાવવાનો પ્રયત્ન પણ કરે છે. આગળ કહે છે કે–“નિંદા કરે તે થાયે નારકી રે, તપજપ કીધું સહુ જાય રે.” નિંદા કરવાવાળાની નિંદક–પરપરિવાદીની નરક ગતિ થાય છે, ભયંકર દુર્ગતિ થાય છે. તેથી નિંદા કરનાર મરીને નરક ગતિમાં જઈને નારકી બને છે. મહા વેદના સહન કરે છે, આમ કોઈ પણ દષ્ટિએ જોવા જઈએ તે જે નિંદા કરે છે તેને નુકશાન છે. પરંતુ જેના વિષયમાં નિંદા કરાય છે તેને તે સંભવ છે કે ફાયદો પણ હોય. માની લો કે આજે આપણે કેઈની નિંદા કરીએ છીએ અને તેને જે ખરાબ લાગે અથવા દુઃખ થાય તો સમજવું–શક્યતા છે કે તે સુધરી પણ જાય, તે પિતાના દોષ સુધારી પણ લે. પોતાની ભૂલની ક્ષમાયાચના પણ કરી લે અને સુધરીને સારો સજજન સુશીલ પણ બની જાય. પરંતુ નિંદા કરનારમાં સુધારો થશે કે નહીં? એ ખબર નથી. જેના વિષચમાં નિંદા કરે તે આતમા કલ્યાણ પણ સાધી લે. પરંતુ નિંદક તે નિંદા કરીને મેળે જ બને, પાપથી ભારે બને. તેનું કલ્યાણ ક્યારે થશે? તે પોતાના પાપ ક્યારે ધશે? કેટલાય મહાપુરૂષ આત્મ કલ્યાણ સાધી ગયા. કેટલાય દુષ્ટ-દુર્જન, ખરાબ લોક સજજન મહા ત્મા બનીને મોક્ષમાં ચાલ્યા ગયા. પરંતુ તેઓની નિંદા કરનારા નિંદઠ તે સંસારમાં પરિભ્રમણ કરતાં જ રહ્યા. તેથી કેઈની નિંદા કરવી એટલે તેવા પ્રકારની પોતાની જાતને બનાવવી. દેષવાળી, દુષ્ટદુર્જન બનાવવી. તેથી અનેક દષ્ટિકોણથી જોઈએ તે નિદકને જ નુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44