________________
"जिणपूआविग्यकरो, हिंसाईपरायणे। जयइ विग्ध" ।
કર્મગ્રંથમાં દેવેન્દ્રસૂરિ મહારાજ અહી“હિંસારિ' શબ્દમાં આદિ શબ્દથી હિંસા વગેરે અઢાર પાપસ્થાનક લે છે, અને આ અઢાર પાપોના સેવનથી તથા જિનપૂજા વગેરેમાં વિદન કરવાની વૃત્તિથી અંતરાય કર્મ ઉપાર્જન કરે છે. આ રીતે પરપરિયાદ નિદા પાપસ્થાનકનું સેવન કરવાવાળા બધા અશુભ કર્મોનું સેવન કરે છે અને તે પાપકર્મોને ઉદય થવાથી મહાદુઃખ જુદી જુદી ગતિઓમાં ભગવે છે. મુનિ નિદાનું પાપ અને કલંક લગાવવાનું ફળ–
રામ-સીતાનું રામાયણ તે તમે બધાએ સાંભળ્યું હશે. રામે સીતાને કાઢી મૂકી અને સતી સીતા જંગલમાં, આશ્રમમાં ગઈ ત્યાં રહી. ગર્ભના દિવસે પસાર કર્યા અને અંતે આશ્રમમાં જ લવ-કુશને જન્મ આપ્યો. લવ-કુશ મેટા થયા અને રામચંદ્રજી સાથે યુદ્ધ પણ થયું, છેવટ સુધી સીતાનું રામ સાથે મિલન ન થયું, અને સીતા ભૂમિમાં સમાઈ ગઈ. આ જે વૃત્તાન્ત છે. એના વિષયમાં જૈન રામાયણની અન્તર્ગત–સીતાની ઉપર આવેલા કલંકનું કારણ સીતાએ પોતાના પૂર્વ જન્મમાં બાંધેલા પાપકર્મ કારણભૂત છે. ઉપદેશ પ્રાસાદનાકર્તા પૂ. લક્ષમીસૂરિ મહારાજ આ સંબંધમાં સીતાને પૂર્વ જન્મ અને તે પાપને પ્રગટ કરતાં લખે છે કે
આ ભરતક્ષેત્રમાં મૃણાલકુંડ નગરમાં શ્રીભૂતિ નામે પુરોહિત પંડિત રહેતા હતા. તેને સરસ્વતી નામની પત્નીથી એક કન્યાની પ્રાપ્તિ થઈ હતી. તે પુત્રીનું નામ વેગવતી રાખ્યું હતું. (આ સીતાને જીવ હત). આ બ્રાહ્મણ પરિવાર લોકમાં પ્રસિદ્ધ હતુ. લોકે તેને આદરસન્માન આપતા હતા. એકવાર આ મૃણાલકુંડ નગરમાં એક જ્ઞાનીધ્યાની, મહાયોગી, મહાન તપસ્વી મુનિ મહારાજ પધાર્યા. અત્યંત, શાંત, દાંત, વિરક્ત, વૈરાગી મુનિ મહાજ્ઞાની પણ હતા. ચાતુર્માસ ત્યાં થયું. પ્રવચનના પ્રભાવથી તેમ જ તપના મહિમાથી હજારો લોકો મુનિના દર્શનાર્થે આવવા લાગ્યા. ઘણી ભીડ જામવા લાગી. મુનિની પ્રશંસા ચારે બાજુ સુંગધની જેમ ફેલાવા લાગી. આ બાજુ શ્રીભૂતિ પુરોહિતને બ્રાહ્મણ પરિવાર પહેલા જેટલા સન્માનને પામતો ન હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org