________________
૭૫૬
આટલાથી જ જીવ કયાં અટકે છે? પિતાની જાતને સારી દેખાડવા માટે બીજાને હલકા ચિતરવાની વૃતિ અને બીજાની નિંદા પ્રપંચ કરવાની પ્રવૃતિ જીવ કયાં છોડે છે? શાસન–શાસનની વાત કરવાના બહાને શાસનનું સ્વરૂપ વિકૃત કરી નાંખ્યું છે. એ તે ધર્મપ્રેમી શાસનસુભટ આચાર્ય આપણી આંખો સામે આજે તરવરે છે. જેમણે શાસનની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. દર ચૌદસે રાજમહેલમાં રાજાને પૌષધ કરાવવા જતા આચાર્યના શિષ્યના હાથે રાજાનું ખુન થઈ ગયું. હવે આ કલંક જૈન સંઘને ન આવે તે માટે બાજુમાં રહેલી તલવારથી તેમણે સ્વહત્યા કરી શાસનની રક્ષા કરી આજે તો શાસનના નામે સ્વની પ્રતિષ્ઠા થતી જોવાઈ છે. એનું કારણ પહેલા સાધક સિદ્ધિ માટે ધર્મ કરતા હતા આજે પ્રસિદ્ધિ ખાતર ઘણું થાય છે. શું આમાં માયા કપટ નથી? શાસનનું હિત કર્યાં છે? મયણાસુંદરી જેવી શાસનપ્રેમી વ્યક્તિ દીને લઈને જોતાં પણ મળે તેમ નથી. ગુરૂદેવ આચાયે કહ્યું દેવી! તમે યુગાદિદેવ આદીશ્વર પ્રભુની રેજ ભક્તિ કરે. નવપદ-સિદ્ધ ચક્રની આરાધના કરો અને આયંબીલની ઓળી કરે. જીવનની અંદર આયંબીલને તપ, બ્રહ્મચર્યને ખપ અને નવકારને જપ જો આવી જશે તો આ ત્રિવેણું સંગમથી બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. અને બધા ફરી જૈન શાસનની પ્રશંસા કરતા આવશે. અને એવું જ થયું. મયણ તથા શ્રીપાળે આયંબીલની ઓળી કરી તેમાં સિદ્ધચકની અનન્ય ભક્તિ કરી અને પ્રભુ પૂજાના અભિષેક હવણ જળથી ઉંબર રાણાને કુષ્ઠ રોગ મટી ગયો. માતા કમલપ્રભા વિગેરે સમસ્ત પરિવાર મળી ગયે. આ ચમત્કાર સાંભળીને સેંકડો લોકો જેન ધર્મની પ્રશંસા કરવા લાગ્યા. અને ત્યારે મયણાસુંદરીને સંતોષ થયે, શાંતી થઈ. શાસનની પ્રભાવના થઈ અને કર્મ સિદ્ધાંતની સત્યતા પ્રગટ થઈ. સ્વપ્રશંસા અને પરનિંદાનું મહાપાપ
આ એક માનવની કમજોરી છે, ખામી છે કે એને સ્વપ્રશંસ વધુ પ્રિય છે, દરેક વ્યક્તિની ખાસીયત છે કે એના વખાણ જ એને ગમે, અને હવે તે ટેવ પડી ગઈ છે કે બધાને સ્વપ્રશંસા પ્રિય લાગે છે. અને માની લો કે આ હકીકત છે અને તેને કદાચ સ્વીકાર કરી પણલઈએ, એ વસ્તુ એટલી ખરાબ પણ નથી છતાં એક પ્રશ્ન ઉપસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org