Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૭૫૪ જ દુઃખ છે. હવે ગુરૂજી ! એ કોઈ ઉપાય બતાવો કે જેથી બધા લોકે ફરી સિદ્ધાંતની પ્રશંસા કરવાની શરૂ કરે. હું કેઈને ધર્મ પમાડવા માટે તે નિમિત્તિ ના બની શકી. પણ મારૂ નિમિત્ત લઈને બીજા અધર્મ પામ્યા તેનું મને ભારોભાર દુઃખ છે. લોકોના મનમાંથી જૈનધર્મ પ્રત્યે આદર ઘટવા માંડે એ જ વાતને મને અફસ છે. પતિનું દુઃખ તે લેશમાત્ર નથી. આ તે કર્મજન્ય અવસ્થા છે. તેમાં સુખ અને દુઃખની કલ્પના કરવી એ જ નિરર્થક વાત છે. ભાગ્યશાળી! તમે વિચારો કે માયણ કેટલી સજજન સુશીલ સનારી રાજકુમારી હતી કે જેને મારા ધર્મની નિંદા થઈ રહી છે. તેનું ઘણું દુઃખ છે. આજે આપણે પણ અનેક ધમી છીએ પરંતુ મારા ધર્મની નિંદા થાય છે, એમાં હું નિમિત્ત બનું છું આ વાતનું રતિ ભર પણ દુઃખ ક્યાં છે? દુઃખની વાત તે દૂર રહી, પરંતુ ઉચે ધર્મ કરવાવાળા પણ જ્યારે પોતાના મેઢાથી ધર્મની નિંદા કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે, કે એમને ધર્મ કેટલે પ હશે ? તેઓએ ધર્મને મેળવ્યો છે કે નહીં ? એમાં શંકા થઈ જાય છે. આ લોકે કેટલા ધર્મમાં ઉતર્યા છે? અને એમનામાં ધર્મ કેટલે ઉતર્યો છે? આ પ્રશ્ન ઉદભવે છે. જેવી રીતે સમુદ્રમાં ઉધે ઘડે રાખવામાં આવે તે ઘડો જરૂર પાણીમાં છે પણ ઘડામાં પણ બિલકુલ નથી કારણ કે હવાનું દબાણ છે. ઘડો. હવાથી ભરેલો છે. એ જ રીતે સારા સારા ધમી કહેવાતા ધર્મ કરતા જીવ જ્યારે પિતાના ધર્મની, દેવ-ગુરૂની નિંદા કરતા દેખવામાં આવે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. મન ચિંતાતુર બની જાય છે. મન બળવે પિોકારે છે. અરે.......રે.........આ લોકેએ શું ધર્મ મેળવ્યું છે? કયો ધર્મ તેઓ પામ્યા છે? જીનશાસનની તેમને સ્પર્શના ક્યાં થઈ છે ? ધર્મ એમના લોહીમાં ક્યાં પરિણત થયે છે ? ધર્મ અને જીવન અભેદ ક્યાં બન્યું છે ? એ તો એક મયણાસુંદરી શાસ્ત્રના પાને સોનેરી અક્ષરે અંક્તિ થઈ છે કે જેને જીવન એ જ ધર્મમય બનાવી દીધેલું. આજે આપણામાં અજ્ઞાન છે માટે આપણે જીવન અને ધર્મને જુદા જુદા માનીએ છીએ, સમજીએ છીએ, આપણે સમજણ મુજબ ધર્મ તે દેરાસર અને ઉપાશ્રયમાં કરવાનો છે? પણ ના, અહીં તો ધર્મની પ્રેરણા લેવાની છે. પછી ધર્મને પોતાના જીવનના દરેક કાર્યક્ષેત્રમાં પ્રાયોગિક રૂપે અપનાવવાનો છે. તમે જે હોય તે પણ તમારી ફરજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44