________________
૭૫૩
કર્માનુસાર કઢીયા જોડે મારા લગ્ન લખાયા હશે તે જ આવું વાતાવરણ સર્જાય. મને મારા કર્મો ઉપર ભરોસે છે. અંશ માત્ર પણ દુઃખ નથી ખેદ નથી. આપણું પુણ્યને ઉદય જો ચાલુ હોય તો કોઈ કાંઈ કરી શકતું નથી. ઈન્દ્ર પણ આપણે વાળ વાંકે કરી શકતો નથી અને પુણ્યદય ન હોય તે પાપના ઉદય કાળે શેરીના ગલુડીયાં પણ બચકાં ભરતાં આવે છે. પુણ્ય પાપની અકાટય–ધુરાના ગણિત પાસે કેઈનું ચાલતું નથી. હા, કર્મો બાંધવામાં તમે સ્વતંત્ર છો. જાગૃતિથી કર્મ ન બંધાય, ઓછા બંધાય એવું જરૂર થઈ શકે છે પણ કમ બાંધ્યા પછી તે તેનું કાર્ય જરૂર કરશે. એમાં કેઈ અપવાદ નથી. અત્યારે મયણએ કર્મની ઉદય અવસ્થાને શાંત સ્વીકાર કર્યો છે પણ આમેનતિના લક્ષયને વરી ચૂકેલી મયણે જવા કર્મબંધ બિલકુલ કરતી નથી જુના કર્મો ખપાવે છે. આપણે પણ સમતાથી કર્મોનો હિસાબ પતાવી દઈએ તે નવા કર્મો, નવા ઋણાનુબંધ ઉભા ન થાય અને જૂના કર્મોનો હિસાબ ચૂકતે થઈ જાય. મયણાસુંદરી પોતાના પતિને પગલે ચાલી નીકળી. હૃદયમાં સિદ્ધચક્રનું ધ્યાન છે. દેવ-ગુરૂ-ધર્મની શીળી છાયા જેના ઉપર છે. તેનું અશુભ કરવા કેઈ સમર્થ નથી. પતિને લઈને સમીપવતી ગામના જૈન ઉપાશ્રયે ગઈ. ત્યાં પૂ. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજનું પ્રવચન સાંભળ્યું અને પ્રવચનની સમાપ્તિ પછી બંને પૂ. ગુરૂદેવ આચાર્યશ્રીની પાસે આવ્યા. થોડી વાત થઈ. એકાએકા મયણાસુંદરીને રડવું આવ્યું. અત્યાર સુધીની વ્યથા આંસુ થઈને વહેવા લાગી. અશ્રુધારાની અવિરત ગતિમાં કોઈ બેલતું નથી બેલી શકતું નથી. મૌનની થેડી પળો પસાર થઈ અને આચાર્યશ્રી મયણાને ઓળખી ગયા અને મૌનને તેડીને પૂછયું, “અરે આટલા વિહવળ થવાની શું જરૂર છે? શા માટે શેક? હે દેવી! શા માટે રડો છે ? શું કારણ છે ? શું આવો કોઢી પતિ મળ્યો માટે રડો છો ?” ત્યાં જ મયણાસુંદરી એ મક્કમ રીતે કહ્યું, ગુરૂદેવ ! ના, પતિની પ્રાપ્તિ તે કર્માધીન છે. હું આ સિદ્ધાંતમાં દઢ છું. તે પછી રેવાનું શા માટે ?
ત્યારે મયણુએ કહ્યું કે ગુરૂજી બીજી કોઈ વાતનું દુઃખ નથી. દુઃખ એક જ વાતનું છે કે ધર્મના સાચા સિદ્ધાંત ઉપર હું દૃઢ રહી, લોકોએ તેની મશ્કરી કરી અને ધર્મના નામ પર થંક્યા અને જૈન ધર્મની નિંદા કરી. આ નિંદા માટે હું કારણ બની બસ તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org