Book Title: Papni Saja Bhare Part 18
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ ७४७ માને! અરે એવું બન્યું કે બહારગામથી કોઈ એક કાપડિયે આવ્યો હતો. તેને ખવડાવવાના બહાને માર્યો અને તેના બધા પૈસા સુંદરશેઠે પચાવી દીધા. પછી દાન કરે છે. શું આ દાન છે? અરે ! આવા તો કેટલાય લોકોને મારીને સુંદરશેઠે લાખો રૂપિયા ભેગા કર્યા છે. પછી દાન કરે છે–અને ન જાણે આગળ-પાછળની સેંકડો વાતો બનાવતી– બનાવતી તે વૃદ્ધ બુદ્ધી આખાનગરમાં કેટલાયના ઘેર કહેતી ફરતી હતી. લોકો આ જોવા માટે સુંદરશેઠની દુકાન પર આવવા લાગ્યા. જોત-જોતામાં તો દુકાન પર ભીડ થઈ ગઈ. બુઠ્ઠીની વાતને પ્રમાણ મળ્યું. પરંતુ આ એક વાતના પ્રમાણ પર બુદ્ધીની સેંકડો વાત પર પણ લોકોને વિશ્વાસ બેસવા લાગે. અરે ! કદાચ આ પણ શક્ય હોઈ શકે. આવું પણ બની શકે ? આવા શબ્દોથી લોકે વાત કરવા લાગ્યા. શેઠને પૂછવા છતાં નિર્દોષ શેઠ દુઃખી હૃદયથી કંઈ પણ કહી શકતા નથી. શું બેલે ! કયા મેઢે બોલે ! એટલીવારમાં તે મરી ગયેલા કાપડીયાને જીવ જે ભૂત બન્યા હતા. (ભૂત એક વ્યંતરનિકાયના દેવ વિશેષ છે) તે પોતાની હત્યા માટે કોણ જવાબદાર છે? તે શોધવા માટે અહીં આવ્યા છે? હું કોને વળગું ? કોને ખાઉં? એમ વિચારે છે શું શેઠને વળગું ? વિચાર કરતાં તેને પ્રતીતિ થઈ કે ના.....ના ...વાસ્તવમાં શેઠ તે નિર્દોષ છે. સાચી ભાવનાથી ખવરાવ્યું છે. તો શું દહીંવાળીને વળગું ? ના....તે પણ બિચારી નિર્દોષ છે. તેણીને તો કંઈ પણ ખબર જ નથી અને તેણે તે પક્ષીને પણ ઉડાડ્યું હતું. તે શું તે સમડી પક્ષીને વળગું ? અરે ! ના, તે પણ નિર્દોષ છે. સાપ પકડવાનો તો તેને ધંધો છે, તો શું સાપ દેષિત છે ? ના..... ના.......તે તે બિચારો પરવશ હતો. સમડીના મોઢામાં અર્થાત્ મેતના મોઢામાં દબાઈ રહ્યો હતો અને મેઢામાંથી વિષનું થુંક પડી ગયું! અરે ! હવે શું કરું? કોને વળગું? શું બધા નિર્દોષ છે ? ના આમ વિચારીને ભૂત થયેલો તે જીવ નિંદા કરતી તે વૃદ્ધ બ્રાહ્મણને વળગે. તેણીના શરીરમાં પ્રવેશ કર્યો અને સફેદ સાડી, કપડા તેમજ આખું. શરીર કાળું–શ્યામ થઈ ગયું. કાળી-કુબડી, કુષ્ટ-રાગી બની ગઈ અને આખા સમાજમાં બુદ્ધની વાત થવા લાગી. છેવટે શેઠ તો નિર્દોષ છૂટી ગયા. પરંતુ બુદ્ધીને લોકે નફરત કરવા લાગ્યા. નિંદા કરનાર ફેગટ દેષ ભાગીદાર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44