Book Title: Papni Saja Bhare Part 18 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 9
________________ ૭૪૫ જ છે. આથી તે કહેવાય છે કે પરપ્રપંચી પિતાનું પણ ઘર સંભાળી શકો નથી. ગુજરાતીમાં કહેવત છે–“નવ બેઠો નાદ વાળે” “પારકી પચાતવાળે ભૂખે મરે” “ઘરના છોકરા ઘંટી ચાટે” અર્થાત્ ઘરમાં ખાવા માટે તો કંઈ નથી અને પિતા તે પરપ્રપંચ–નિંદામાં મશગૂલ છે. તેથી છોકરાઓને ઘંટીમાં આજુબાજુ ચોંટેલા લોટને ચાટવો પડે છે. તેથી નિંદકને કઈ લાભ તો છે જ નહીં. આ તો વગર પૈસાને ધંધે છે. વૃદ્ધ બુદ્દીને નિંદક સ્વભાવ– સુંદરશેઠની પ્રસિદ્ધિ એક સારા દાતા દાનવીરના રૂપમાં હતી. લોકે માત્ર પૈસાદારને જ નથી પૂજતા પરંતુ પૈસા હોવા છતાં જે દાની–દાનવીર છે, જે આપે છે તેને બધા પૂજે છે. અરે ભાઈ! સમુદ્રની પાસે પાણી હોવા છતાં તે દાતા નથી તેથી તેની ઈચ્છા ન કરતાં લોકો વાદળની તરફ નજર માંડીને આશા રાખતા હોય છે, કેમકે વાદળ નાના હોવા છતાં પણ દાતાર છે, આપવાવાળા છે. તેવી જ રીતે સમાજમાં દાતા–દાનવીર વાદળની જેમ પૂજાય છે. સમાજમાં સન્માનિત સ્થાનને પામે છે. સુંદરલાલ શેઠની તે પ્રસિદ્ધિ હતી કે કેઈપણ ઘેર આવે તો ધન-ધાન્ય, વસ્ત્ર, પાત્ર આપવું, ભેજન આપવું વગેરે જે જોઈએ તે આપતા હતા. કેઈપણ યાચકની જે અપેક્ષા હોય તે પૂરી કરતા હતા. તેના ઘરે અથવા દુકાને આવેલા કેઈપણ ખાલી હાથે પાછા જતા ન હતા. પિતાના શહેરમાં આવા સારા દાનવીર શેઠ હતા એ વાતનું બધાને ગૌરવ હતું. બધા તેમની મુક્તક પ્રશંસા કરતા હતા. એમની પ્રશંસા એટલી હદ સુધી થતી હતી કે તેમના દુશ્મનોએ પણ તેમની પ્રશંસા કરવી પડે એવી શુદ્ધ દાન દેવાની પદ્ધતિ હતી. પરંતુ તેમના ઘરની સામે રહેતી એક વૃદ્ધ બ્રાહ્મણી બુદ્ધી થી આ સહન થતું નહોતું. તેમની પ્રશંસા સાંભળીને અને ચશ–પ્રતિષ્ઠા જોઈને બ્રાહ્મણને પેટમાં દુઃખતું હતું, કારણ કે નિંદા કરવાને તેને સ્વભાવ હતું. આ વાત આખા નગરમાં પ્રસિદ્ધ હતી. તે બ્રાહ્મણ ઘરની બહાર દરવાજા પર બેસીને આવતા-જતા માણસને જુદા-જુદા પ્રકારની વાતે બનાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44