________________
૭૫૦
ન થઈ શકે છે. અને તે આમ કે અતિસાર ના કારણે મૃત્યુ પણ પામી શકે છે. તેથી અજીર્ણ મહા ખરાબ છે. આહાર તારે છે. અને આહાર મારે પણ છે. એવી રીતે કલહ, પરનિંદા વગેરે પાપોની સાથે કરેલી બધા પ્રકારની ધર્મક્રિયા ઘાતક પણ સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે ધર્મ સામગ્રી તારક છે અને જે તેને દુરૂપયોગ કરવામાં આવે તો તે મારક પણ છે. તેનો ઉપયોગ તમે કેવે કરે છે? તેના ઉપર તેને આધાર છે. ચાકૂ અથવા છરી ગમે તેટલી સારી એટલે કે સેનાની પણ હોય તો પણ તે પેટમાં ભરાતી નથી. તેથી કહેવાનું તાત્પર્ય અને આશય સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ–તપ–જપ વગેરે ન કરવું એમ અહીં નથી કહેવામાં આવ્યું પરંતુ તપ–જપ –ધ ફિયાની સાથે પરનિંદા–પરપ્રપંચ, કલહ-અભ્યાખ્યાનનું પાપ ન કરવાને ઉપદેશ આપવામાં આવ્યો છે. ખાવું જ નહીં, તમે ન ખાશે એવું નથી કહ્યું પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે ગાયની અથવા પશુની ચરબી જેમાં આવતી હોય તેવું ડાલડા ઘી ન ખાવું જોઈએ. ડાલડા ઘી ન ખાવાનો અર્થ એ થાય છે કે–શુદ્ધ, ચરબી વગરનું ઘી જરૂરથી ખાઈ શકે છે. એવી રીતે તપ-જપ–સામાયિક-પૂજાપાઠ ન કરવા જોઈએ એ અર્થ નથી. પરંતુ પાપયુક્ત–પાપમિશ્રિત ધર્મ લાભદાયી નથી. તેથી ધર્મકિયા ત્યાજ્ય નથી, શુદ્ધ ઘીની જેમ શુદ્ધ ધર્મ જરૂર ઉપાદેય છે, આચરણીય છે, ધર્મ ત્યાજ્ય નથી, પાપ ત્યાજ્ય છે. પાપયુકત ધર્મમાં પાપનું જે મિશ્રણ કરાયું છે તે જે કાઢી નાંખવામાં આવે તે ધર્મનું સ્વરૂપ તે શુદ્ધ જ છે. એમાં તો કોઈ શંકા જ નથી. તેથી ધર્મનું આચરણ અવશ્ય કરવું જોઈએ. પરંતુ પાપથી મિશ્રિત થયેલા–મિશ્રણને દૂર કરીને અન્યથા ધર્મનું સ્વરૂપ અશુદ્ધ થઈ જશે, અને આવી પાપ પ્રવૃત્તિવાળા નિંદકના હાથમાં ગયેલે ધર્મ પણ અપ્રતિષ્ઠાને પામે છે. ધર્મનું સ્વરૂપ વિકૃત બની જાય છે. પછી આવા નિદક અને પાપવૃત્તિવાળા, સ્વાર્થ સાધક લોકોને જોઈને બીજા લોકે ધર્મની હાંસી-મજાક ઉડાવે છે, ધર્મની નિંદા કરે છે. જુઓ, આ માટીમેટી આચબિલની ઓળી કરે છે. પરંતુ કેવું ખરાબ પાપ કરે છે? કેટલી પરનિંદા કરે છે. આ જુઓ–આ રોજ પ્રતિક્રમણ કરે છે. શું ફાદે આવા પ્રતિક્રમણ કરવાથી ? આવી મોટી ઓળી પણ લાભ શું? આ રીતે લોકે ધર્મની અવહેલના–નિંદા કરે છે. તેથી ધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org