________________
* સાધ્યતાવચ્છેદકનો પ્રવેશ *
મુક્તાવલી : (૧) પૂર્વપક્ષ : ‘વૃદ્ઘિમાન્ ધૂમાત્' સ્થળે લક્ષણની અવ્યાપ્તિ આવે છે. તે આ રીતે :
હેતુ ધૂમ, હેત્વધિકરણ પર્વત, એમાં વૃત્તિ અભાવ, તે જેમ ઘટાભાવાદિ છે તેમ પર્વતમાં મહાનસીય વત્ત્વભાવ પણ છે. એ જ રીતે હેત્વધિકરણ મહાનસ છે, તેમાં વૃત્તિ ઘટાભાવાદિ છે તેમ પર્વતીય વર્જ્યભાવ પણ છે. એટલે આ અભાવનો પ્રતિયોગી જ વહ્નિ બની ગયો, અપ્રતિયોગી ન રહ્યો, એટલે હવે વદ્ધિ વ્યાપક ન બન્યો, માટે વ્યાપકના સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ પણ ધૂમમાં ન આવી. આમ લક્ષણની અવ્યાપ્તિ થઈ.
ઉત્તર : સારું, તમે હેત્વધિકરણ પર્વતમાં મહાનસીયત્વવિશિષ્ટ વલ્ક્યભાવ લીધો, હેત્વધિકરણ મહાનસમાં પર્વતીયત્વવિશિષ્ટ વલ્ક્યભાવ લીધો અને અમને આપત્તિ આપી. અમે હવે કહીશું કે એક જ અધિકરણમાં રહેનારા વહ્નિ-ધૂમની વ્યાપ્તિ એક છે, અન્ય અધિકરણમાં રહેનારા વહ્નિ-ધૂમની વ્યાપ્તિ ભિન્ન છે, એટલે કે પર્વતીય વહ્નિધૂમની એક વ્યાપ્તિ, મહાનસીય વહ્રિ-ધૂમની અન્ય વ્યાપ્તિ વગેરે. હવે અવ્યાપ્તિ નહીં આવે, કેમકે હેતુ પર્વતીય ધૂમ, તેનું અધિકરણ પર્વત, તેમાં રહેલા અભાવ = ઘટાભાવ, મહાનસીયવત્ત્વભાવ, ચત્વરીયવત્ત્વભાવ વગેરે, તેના પ્રતિયોગી ઘટ, મહાનસીયવહ્નિ, ચત્વરીયવહ્નિ વગેરે, અપ્રતિયોગી પર્વતીયવહ્નિ, તેનું સામાનાધિકરણ્ય પર્વતીય ધૂમમાં છે. આમ વ્યાપ્તિલક્ષણનો સમન્વય થવાથી અવ્યાપ્તિ આવતી નથી. આમ સમાનાધિકરણ ધૂમ-વહ્નિની જ અમે વ્યાપ્તિ લઈશું.
અહીં હેત્વધિકરણવૃત્તિ જે અભાવ લેવાનો તે વિશિષ્ટાભાવ સિવાયનો જ અભાવ લેવાનો, અર્થાત્ વિશિષ્ટધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ નહિ લેવાનો. મહાનસીયત્વવિશિષ્ટ વહ્નિનો અભાવ એ વહ્નિત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ નથી કિન્તુ વિશિષ્ટવહ્નિત્વ(મહાનસીયત્વવિશિષ્ટવહ્નિત્વ)થી અવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ છે, જ્યારે હેત્વધિકરણ પર્વતમાં જે ઘટાભાવાદિ છે એ માત્ર ઘટત્વથી અવચ્છિન્નપ્રતિયોગિતાક
અભાવ છે, અર્થાત્ આ ઘટાભાવાદિ એ વિશિષ્ટ- ધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ છે. એટલે અમારું હવે એ કહેવું છે કે હેત્વધિકરણવૃત્ત્વભાવ એટલે હેત્વધિકરણવૃત્તિવિશિષ્ટધર્માનવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ, એવા અભાવનો અપ્રતિયોગી જે સાધ્ય (કે જે વ્યાપક કહેવાય), તેનું હેતુમાં રહેલું સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ.
“ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૬)