Book Title: Niyati Dwatrinshika
Author(s): Bhuvanchandra Muni
Publisher: Jain Sahitya Academy

View full book text
Previous | Next

Page 8
________________ પેરિસમાં જન્મેલ હેની બર્ગસને (ઈ.સ. ૧૮૫૯-૧૯૪૧)નો આ સમસ્યા વિશેનો મત વિચારણીય છે. બર્ગસન કહે છે કે જડ પદાર્થમાં નિયતિ છે, જ્યારે ચૈતન્યનો અર્થ જ છે સ્વાતંત્ર્ય. સામાન્ય રીતે એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે હિન્દુધર્મ કે ભારતીય દર્શનો પ્રારબ્ધવાદી છે અને પુરુષાર્થને અવગણે છે; હકીકતમાં આમ નથી. ભારતીય દર્શનની દરેક શાખા (ચાર્વાક સિવાય) જીવનના અંતિમ લક્ષ્ય-પરમશ્રેય તરીકે મોક્ષને માને છે અને મોક્ષપ્રાપ્તિ માટે.કઠિન પુરુષાર્થનું સૂચન કરે છે. અર્થાત ભારતીય દર્શનના પાયામાં જ સંકલ્પ સ્વાતંત્ર્યની ધારણા રહેલી છે. પશ્ચિમના ચિંતકો આમ નિયતિ અને સંકલ્પ સ્વાતંત્ર્ય એવા બે છેડાઓ વચ્ચે જ મથામણમાં અટવાયેલા રહ્યા છે. જેનદર્શનમાં કર્મ અને કર્મફળની જેટલી સૂક્ષ્મ અને વ્યાપક વિચારણા થઈ છે એવી અન્યત્ર કયાંય ભાગ્યે જ થઈ હોય. એટલે જ અનેકાંતવાદના પાયા પર નિશ્ચયનય” અને “વ્યવહારનય” એવા બે દૃષ્ટિકોણો દ્વારા આ આખી સમસ્યાને યોગ્ય અને સંતુલિત પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાઈ છે, જેથી કરીને એક સમન્વયકારી જીવનદર્શન પણ આકાર લઈ શકર્યું છે. દૃષ્ટિ નિશ્ચયનયની રાખવી અને જીવન વ્યવહારનય સાથે સુસંગત રાખવું એ આ સમન્વયકારી જીવનદર્શનનું માર્ગદર્શક સૂત્ર છે. આમ છતાં, નિયતિવાદની માત્ર અવધારણા જ નહિ, નિયતિવાદ આધારિત એક પૂર્ણ વિકસિત સંપ્રદાય પણ ભારતમાં હતો એ જાણીને ઘણાને નવાઈ લાગશે. આચાર્ય ગોશાલકનો નિયતિવાદ અને આજીવિક સંપ્રદાય સૈકાઓ સુધી ચાલીને લુપ્ત થઈ ગયો. તર્કવાદના યુગમાં એણે નિયતિવાદના સમર્થનમાં પ્રબળ તર્કજાળ ઊભી કરી હતી. પ્રસ્તુત “નિયતિ દ્વાત્રિશિકા'માં એ તર્કજાળ આપણને જોવા મળે છે. વિશેષતા એ છે કે આજીવિકોના નિયતિવાદમાં જન્મ-મરણ-મોક્ષ અને પુરુષાર્થ વગેરેને સ્થાન હતું, પણ આ બધું નિયત જ છે એમ મનાતું હતું. નિયતિવાદ તથા નાસ્તિકવાદની સીમાઓ કયાંક કયાંક એકબીજામાં ભળી જતી લાગે. એકાંગી નિયતિવાદ ચાવક મત-ભૌતિકવાદી ફિલસૂફી તરફ જ ઘસડી જાય એવું ભયસ્થાન દેખીતું જ છે (દા.ત. જુઓ શ્લોક ૧૧, પૃ.૧૧). આમ જુઓ તો નિયતિવાદના એક છેડા પર ચાર્વાકોનો સ્થૂળ ભૌતિકવાદ ખડો છે જ્યારે સામે છેડે એક એવો પરમ આસ્તિકવાદ છે જ્યાં સંપૂર્ણ શરણાગતિને વરેલ સાધક કે ભક્ત બધું જ ઈશ્વરની ઈચ્છાથી ચાલી રહ્યું હોવાનું સ્વીકારે છે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50