Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત ॥ नियति द्वात्रिंशिका ।। અનુવાદ અને વિવરણ સાથે
॥ नमाम्यगास्वयमवन्तसहस्रनेत्ररामनेकमेराकाकरभाव! जिंग व्यकमव्याहतविन्द्रलोकमनादिममातमपुरपयार्या संमत सिचाहिगुगनिरस्वयं सर्वगतावास मतीतसरमानमनंतकन मचिंत्यमादात्ममनोकाजोगाऊहेचतोपरतत्रयंचंसजावयव्या प्रतिवादबादं प्रणम्पसलासनब:माने सोमेजिनेजिमवईमान गनकाच्या परस्परेर्ययानवीरकीर्ति प्रतिबोधनेउयानकेव संवारतायैवन्यसे गुरावपूज्योसियतोयमाटरः॥॥परस्पराले।
અનુવાદ-વિવરણ મુનિ શ્રી ભુવનચંદ્રજી
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।।
શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત
નિતિ-દ્વાત્રિંશિકા અનુવાદ અને વિશ્વાસ સડ
: સંપાદક - અનુવાદક - વિવરણ કર્તા : મુનિશ્રી ભુવનચંદ્રજી
: પ્રકાશક :
જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ – કચ્છ.
G
Page #3
--------------------------------------------------------------------------
________________
NIYATI DWATRINSHIKA:A treatise by Siddhasen Suri. Translation & Explainatory notes by Muni Bhuvanchandra. (Philosophy)
પ્રકાશક: જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ-કચ્છ. સંપર્કઃ કિર્તિલાલ એચ. વોરા
નવનિધિ, પ્લોટ નં. ૧૭૪, સેક્ટર - ૪, ગાંધીધામ, પિન ૩૭૦ ૨૦૧ કચ્છ, ગુજરાત
© જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ, કચ્છ.
પ્રકાશન વર્ષ : ફેબ્રુઆરી ૨૦૦૨
પ્રત સંખ્યા : ૧૦૦૦
મૂલ્ય: ૨૦-૦૦
મુખપૃષ્ઠ : હરનીશ શાહ, માંડવી-કચ્છ.
ટાઈપસેટિંગ સી-ટેક કોમ્યુટર્સ, માંડવી-કચ્છ.
મુદ્રક: નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ,
ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
વિતરક : પાર્શ્વ પબ્લિકેશન
નિશાપોળ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધી રોડ, અમદાવાદ,
Page #4
--------------------------------------------------------------------------
________________
અમારી વાત સંસારી છતાં સાધુની કક્ષાનું જીવન જીવનારા, પરોપકારમૂર્તિ, પુણ્યશાળી, વિનમ્ર અને સાચા મુમુક્ષુ એવા દિવંગત શ્રેષ્ઠિવર્યશ્રી દેવજીભાઈ ચાંપશી શાહ (શાહ એંજિનીયરિંગ ક, ગાંધીધામ)ની પ્રેરણા અને આર્થિક અનુદાનથી ઈ.સ. ૧૯૯૧માં જેને સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ, જેને શ્રી દેવજીભાઈના લઘુબંધુ શ્રી નાનજીભાઈ તરફથી પણ એટલો જ સહકાર અને સદ્ભાવ મળતા રહ્યા છે. સંશોધનાત્મક વિચારપ્રેરક ચિરંજીવી મૂલ્યવાળું જેને સાહિત્ય પ્રકાશિત કરવું અને તે સાથે એવી અન્ય આનુષગિક પ્રવૃત્તિઓ કરવી એ અકાદમીનો ઉદેશ છે.
અધ્યાત્મયોગી, નીડર ચિંતક, આધુનિક વિચારપ્રવાહોના ઊંડા અભ્યાસી એવા દિવંગત મુનિ શ્રી અમરેન્દ્રવિજયજીના પુસ્તક "ScienceDiscoversEternal
Wisdom" ના પ્રકાશનથી આ યોજનાનો ઈ.સ. ૧૯૯૩માં શુભારંભ કરેલો. આ મૂળ ગુજરાતી પુસ્તકનો અનુવાદ ડૉ. જે. ડી. લોડાયાએ કરેલો અને તેનું સંપાદન મુનિ શ્રી ભુવનચંદ્રજીએ કરી આપેલું. બંધુત્રિપુટી મુનિવરોના સહકારથી યુરોપ-અમેરિકામાં આ પુસ્તકનો સારો પ્રચાર થઈ શકયો.
અમારું બીજું મહત્ત્વનું પ્રકાશન હતું સમણ સુત્ત” (જૈન ધર્મસાર)નો ગુજરાતી અનુવાદ. જૈનધર્મનો તાત્ત્વિક પરિચય આપતા આ પુસ્તકની રચના જૈન આગમો-શાસ્ત્રોમાંથી મૂળ ગાથાઓ ચૂંટીને કરવામાં આવી છે. મહર્ષિ વિનોબા ભાવેની પ્રેરણા થકી સમસ્ત જૈન સંપ્રદાયોના વિદ્વાનોની સમિતિ દ્વારા સંકલિત થયેલ આ ગ્રંથ જૈનધર્મના ઉપદેશ/સંદેશની શાસ્ત્રીય રજૂઆત કરે એવો પ્રતિનિધિ ગ્રંથ' છે. યજ્ઞ પ્રકાશન દ્વારા હિંદી-ગુજરાતી અનુવાદો સાથે આનું પ્રકાશને થયેલ. વધુ સારા ગુજરાતી અનુવાદની જરૂર હતી. શ્રી માવજીભાઈ સાવલાએ આ ગ્રંથનું પુનઃ પ્રકાશન કરવાનું સૂચન કર્યું. યજ્ઞ પ્રકાશનવડોદરાની સંમતિ સાથે પૂજ્ય મુનિ શ્રી ભુવનચંદ્રજી પાસે નવેસરથી ગુજરાતી અનુવાદ તૈયાર કરાવી અકાદમીએ ઈ.સ. ૧૯૯૩માં એનું પ્રકાશન કર્યું. શ્રી ગુલાબ દેઢિયા વગેરે મિત્રોના સહકારથી મુંબઈ ખાતે આ ગ્રંથનો વિમોચનવિધિ ભવ્ય રીતે યોજાયો હતો.
માન શાસ્ત્રકાર, સર્વતોમુખી પ્રતિભાશાળી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરની ગંભીર કૃતિ દ્ધાત્રિશત્ દ્વાત્રિશિકામાંથી ચૂંટેલા ૧૦૦ શ્લોકોના વિવેચનનું પુસ્તક “સિદ્ધસેન શતક' અમે ઈ.સ. ૨૦૦૦માં પ્રસિદ્ધ કર્યું. આ ગ્રંથ અત્યંત કઠિન છે. મુનિશ્રી ભુવનચંદ્રજીના
Page #5
--------------------------------------------------------------------------
________________
સુદીર્ઘ પરિશ્રમના ફળ રૂપે ૧૦૦ શ્લોકોના સર્વપ્રથમ અનુવાદ–વિવેચનનું આ પુસ્તક પ્રગટ કરવાનું ગૌરવ અકાદમીને મળ્યું છે. આ પુસ્તક ચિંતક વર્ગને માટે પુષ્કળ વિચારભાથું પૂરું પાડે એવું છે.
અને હવે સિદ્ધસેન દિવાકરજીની એક કૃતિ “નિયતિ દ્વાત્રિશિકા' પ્રગટ કરતાં અકાદમી ગૌરવ અનુભવે છે. પ્રાચીન ભારતના તત્ત્વજ્ઞાનની એક શાખાનું શબ્દચિત્ર આ રચનામાં સચવાઈ રહ્યું છે. મુનિશ્રી ભુવનચંદ્રજીએ ખૂબ પરિશ્રમપૂર્વક એનું અર્થઘટન કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તત્ત્વજ્ઞાન-Philosophy–ના અભ્યાસીઓ માટે આ પુસ્તક એક નઝરાણું બની રહેશે એવી અમને ખાતરી છે.
જેને સાહિત્ય અકાદમી ચીલાચાલુ સાહિત્યને બદલે સ્થાયી મૂલ્ય ધરાવતા અભ્યાસપૂર્ણ પ્રકાશનો કરવા મથે છે. અમારા આ કાર્યમાં વિદ્વાન મુનિરાજ શ્રી ભુવનચંદ્રજીનો પ્રથમથી જ વિવિધરૂપે સહયોગ સાંપડ્યો છે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી અને નીવડેલા લેખક-ચિંતક શ્રી માવજીભાઈ સાવલા તરફથી અકાદમીને મૂલ્યવાન પરામર્શ અને પ્રેરણા મળતા રહ્યા છે. તેમની દોરવણી હેઠળ અકાદમીએ આટલો પંથ કાપ્યો છે. આ તકે પૂજ્ય મુનિશ્રીનો તથા શ્રી માવજીભાઈનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરીએ છીએ.
અકાદમીની પ્રવૃત્તિઓમાં અન્ય વિદ્વાનો તથા સંસ્થાઓનો પણ સહકાર મળતો રહે છે. અમદાવાદના શ્રી વિ.નેમિસૂરીશ્વરજી જેને સ્વાધ્યાય મંદિર, પાલડીના સહયોગથી અને વિદ્વદર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિ.શીલચંદ્રસુરિજીના સાંનિધ્યમાં, લબ્ધપ્રતિષ્ઠા વિદ્વાન હવે સ્વ.)શ્રી જયંત કોઠારીના શુભ હસ્તે સિદ્ધસેન શતકના વિમોચન વિધિ તા. ૩૦/૪ ૨૦૦૦ના યોજાઈ હતી. આ સાંજન્ય બદલ અમે સંસ્થાના ટ્રસ્ટીઓના તથા પૂજય આચાર્યશ્રીના આભારી છીએ.
અકાદમીનું હવે પછીનું પ્રકાશન હશે–સંસ્કૃત સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ “પ્રબુદ્ધ રોહિણેયનો ગુજરાતી અનુવાદ. અમને આનંદ છે કે પૂજ્ય આચાર્ય શ્રી શીલચંદ્રસૂરિજી એ આ અનુવાદ તૈયાર કરવાનું સ્વીકાર્યું છે.
જૈન સાહિત્યના ક્ષેત્રે થોડું પણ નક્કર કાર્ય કરવાની અકાદમીની મહેચ્છા વિદ્વાનોના સહયોગ દ્વારા જ સિદ્ધ થઈ શકશે. આ સ્થળેથી વિદ્વજનોને વિનમ્ર વિનંતિ કે તેઓ પોતાના અનુભવ અને અભ્યાસનો લાભ અકાદમીને આપે. સૂચનો આવકાર્ય છે.
જૈન સાહિત્ય અકાદમી, ગાંધીધામ ગાંધીધામ,
કીર્તિલાલ હાલચંદ વોરા તા. ૧૪/૧/૨૦૦૨
જેઠાલાલ ઠાકરશી ગાલા
ટ્રસ્ટીઓ સંપર્ક ફોન : (રેસી.) ૩૧૯૯૧ (ગાંધીધામ)
(રસી.) ૬૫૬૯૭૬૦ (અમદાવાદ)
Page #6
--------------------------------------------------------------------------
________________
5
બ
સ્થૂળ ભૌતિકવાદ અને પરમ આશાવાદ વચ્ચે ઝૂલતો નિયતિવાદ
ભારતીય તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં શાસ્ત્રાર્થની પરંપરાએ એક સાતત્ય, તાજગી અને સ્વસ્થ વિચારણાનું વાતાવરણ આપ્યું છે. આને કારણે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે પણ વૈજ્ઞાનિક પદ્ધતિઓના આધાર સમું તર્કશાસ્ત્ર સુવિકસિત થયું છે. એક પદ્ધતિ તરીકે પણ આપણે ત્યાં કોઈ એક દાર્શનિક સિદ્ધાંતની સ્થાપના કરનાર ચિંતક એ સિદ્ધાંતના પ્રતિપક્ષે સંભવિત તર્કોને ધ્યાનમાં લઈને એની સમીક્ષા પણ પોતાની પ્રસ્તુતિમાં સમાવિષ્ટ કરે એવી પરંપરા રહી છે. આવી સુસ્થાપિત પ્રણાલી જગતમાં અન્યત્ર ભાગ્યે જ ક્યાંય જોવા મળે.
સિદ્ધસેન દિવાકર એક સમર્થ તર્કશાસ્ત્રી અને દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસી હતા. આ ‘નિયતિ દ્વાત્રિંશિકા' એ એમની બત્રીસ બત્રીસીઓમાંની એક મહત્ત્વની કૃતિ છે. નિયતિવાદ અને સંકલ્પ સ્વાતંત્ર્યની સમસ્યા માત્ર ભારતીય તત્ત્વચિંતનમાં જ નહિં પણ પશ્ચિમના તત્ત્વચિંતકોને સુદ્ધાં સદા પડકારરૂપ મુંઝવતી સમસ્યા રહી છે. ભિન્નભિન્ન દાર્શનિક ધારાઓ આ સમસ્યાને સમજવા સમજાવવા પોતપોતાની પાયાની દાર્શનિક ભૂમિકા સાથે સુસંગત રીતે જ પોતાના તર્ક અને અર્થઘટનો આપે એ સ્વાભાવિક છે.
પરંતુ આ બત્રીસીમાં આપણને માત્ર નિયતિવાદીઓના તર્ક જ મળે છે. ભાષ્યકાર મુનિશ્રી ભુવનચંદ્રજીએ નોંધ્યું છે (જુઓ પૃ. ૬ શ્લોક ૬) તેમ દિવાકરજી પૂર્વપક્ષ રજૂ કરતા નથી તેમજ કયા સંપ્રદાયોના કયા કયા તર્કની સામે નિયતિવાદીના તર્કો રજૂ થયા છે તે પણ સ્પષ્ટ કરતા નથી. વળી નિયતિવાદીઓના તર્કોના ખંડનમંડનમાં પડવાનું પણ દિવાકરજીએ ટાળ્યું જ છે. આમ છતાં આ બત્રીસીનું મહત્ત્વ એ છે કે નિયતિવાદનો જ પૂર્વપક્ષ સર્વગ્રાહી, સર્વાશ્લેષી રીતે એમણે મૂકી આપ્યો છે. દિવાકરજી પોતે નિયતિવાદના સમર્થક નથી જ એ તો એમની અન્ય ઉપલબ્ધ બત્રીસીઓ અને એમના જીવનચરિત્ર ઉપરથી નિઃશંકપણે સ્પષ્ટ થાય છે. અને
Page #7
--------------------------------------------------------------------------
________________
કદાચ અહીં પ્રસ્તુત નિયતિવાદીઓના તર્કની સમીક્ષા કે ખંડન દિવાકરજીએ “કાળની ગર્તામાં વિલીન” (પૃ.૨૪) થઈ ગયેલ કોઈ અન્ય બત્રીસીમાં કરેલ પણ હોય, એવી સંભાવના નકારી શકાય નહિં.
અહીં આપણે પાશ્ચાત્ય તત્ત્વચિંતકોમાં નિયતિવાદ અંગે થયેલ વિચારણા પર એક ઉડતી નજર માત્ર કરી લઈએ:
ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો (સોક્રેટિસનો શિષ્ય : ઈ.પૂ.૪૨૭–૩૪૬) એ સુંદર અને ન્યાયપૂર્ણ જીવન માટે સંકલ્પસ્વાતંત્ર્યને પાયાની શરત ગણી છે. એરિસ્ટોટલ (ઈ.પૂ. ૩૮૪-૩૨૨) પણ કહે છે કે દુર્ગુણનું આચરણ કરવું કે સદ્ગણોનું આચરણ કરવું તે આપણા હાથની જ વાત છે. પ્લેટોની પૂર્વે થઈ ગયેલ ગ્રીક ચિંતક ઝનો (Zeno) કહે છે કે આ વિશ્વમાં બધું જ પૂર્ણપણે અગાઉથી નિયત થયેલું છે, એમાં માનવીની સ્વતંત્ર ઈચ્છાશક્તિ જેવી વાતને કયાંય સ્થાન નથી. માણસ મૂખઈભરી રીતે એમ માનતો-મનાવતો રહે છે કે પોતે સ્વતંત્ર કતૃત્વશકિતથી બધું કરી રહ્યો છે; કારણ કે એના કાર્યોને નિયત કરનાર-દોરનાર કાર્યકારણની શૃંખલાને તે જોઈ શકતો નથી. પશ્ચિમમાં એવું માનનારા કેટલાક ચિંતકો પણ છે કે આપણે સ્વતંત્ર રીતે કોઈ ગાણિતિક સંખ્યા પણ ધારી શકતા નથી. આપણે કઈ સંખ્યા ધારીશું એની પાછળ પણ એને નિયત કરનાર કાર્યકારણની એક સાંકળ હોય છે.
સત્તરમી સદીમાં થઈ ગયેલ ફ્રેન્ચ દાર્શનિકરેને ડેકાર્ટ પૂર્ણપણે સંકલ્પ સ્વાતંત્રને માને છે. એ જ અરસામાં થઈ ગયેલ અંગ્રેજ ચિંતક હોન લૉક કહે છે કે માનવી સ્વતંત્ર ઈચ્છાશકિત અને નિર્ણયશકિત ધરાવે છે એમાં જરાય શંકાને સ્થાન નથી. આનાથી ઉલટ પક્ષ વોલ્ટર પૂર્ણ નિયતિવાદમાં માને છે. વોલ્ટર કહે છે કે, “એ જ સંકલ્પ કરી શકીશ કે જે મારા માટે અગાઉથી નિયત થયેલા હશે. આ નિયતિમાં મીનમેખ જેટલા ફેરફારને પણ અવકાશ નથી'. રૂસો કહે છે કે માનવી એ તો મુકત પ્રાણી છે; એ કંઈ પ્રકૃતિની જડ રમત કે ચોકઠાનું રમકડું નથી. જર્મન ચિંતક વિલિયમ હેગલ (ઈ.સ. ૧૭૭૦-૧૮૩૧) માને છે કે સંકલ્પ સ્વાતંત્ર્ય આ વિશ્વમાં મૂળભૂત રીતે જ સમાવિષ્ટ છે. જર્મન દાર્શનિક કેન્ટ (ઈ.સ. ૧૭૨૪-૧૮૦૪) કહે છે કે સંકલ્પ સ્વાતંત્ર્ય ન હોય તો કોઈ ગુનેગારને ઠપકો કે સજા ન આપી શકાય અને સજ્જનોના ગુણો માટેની પ્રશંસા અર્થહીન બની જાય; પરિણામે માનવ સમાજનું આખું નૈતિક બંધારણ જ ભાંગીને ભૂક્કો થઈ જાય. સ્વતંત્ર ઈચ્છાથી કરવામાં આવેલ કાર્ય જ નૈતિક અભિપ્રાય કે મૂલ્યાંકનનો વિષય બની શકે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પેરિસમાં જન્મેલ હેની બર્ગસને (ઈ.સ. ૧૮૫૯-૧૯૪૧)નો આ સમસ્યા વિશેનો મત વિચારણીય છે. બર્ગસન કહે છે કે જડ પદાર્થમાં નિયતિ છે, જ્યારે ચૈતન્યનો અર્થ જ છે સ્વાતંત્ર્ય.
સામાન્ય રીતે એક એવી ગેરસમજ પ્રવર્તે છે કે હિન્દુધર્મ કે ભારતીય દર્શનો પ્રારબ્ધવાદી છે અને પુરુષાર્થને અવગણે છે; હકીકતમાં આમ નથી. ભારતીય દર્શનની દરેક શાખા (ચાર્વાક સિવાય) જીવનના અંતિમ લક્ષ્ય-પરમશ્રેય તરીકે મોક્ષને માને છે અને મોક્ષપ્રાપ્તિ માટે.કઠિન પુરુષાર્થનું સૂચન કરે છે. અર્થાત ભારતીય દર્શનના પાયામાં જ સંકલ્પ સ્વાતંત્ર્યની ધારણા રહેલી છે. પશ્ચિમના ચિંતકો આમ નિયતિ અને સંકલ્પ સ્વાતંત્ર્ય એવા બે છેડાઓ વચ્ચે જ મથામણમાં અટવાયેલા રહ્યા છે. જેનદર્શનમાં કર્મ અને કર્મફળની જેટલી સૂક્ષ્મ અને વ્યાપક વિચારણા થઈ છે એવી અન્યત્ર કયાંય ભાગ્યે જ થઈ હોય. એટલે જ અનેકાંતવાદના પાયા પર નિશ્ચયનય” અને “વ્યવહારનય” એવા બે દૃષ્ટિકોણો દ્વારા આ આખી સમસ્યાને યોગ્ય અને સંતુલિત પરિપ્રેક્ષ્યમાં મૂકી શકાઈ છે, જેથી કરીને એક સમન્વયકારી જીવનદર્શન પણ આકાર લઈ શકર્યું છે. દૃષ્ટિ નિશ્ચયનયની રાખવી અને જીવન વ્યવહારનય સાથે સુસંગત રાખવું એ આ સમન્વયકારી જીવનદર્શનનું માર્ગદર્શક સૂત્ર છે.
આમ છતાં, નિયતિવાદની માત્ર અવધારણા જ નહિ, નિયતિવાદ આધારિત એક પૂર્ણ વિકસિત સંપ્રદાય પણ ભારતમાં હતો એ જાણીને ઘણાને નવાઈ લાગશે. આચાર્ય ગોશાલકનો નિયતિવાદ અને આજીવિક સંપ્રદાય સૈકાઓ સુધી ચાલીને લુપ્ત થઈ ગયો. તર્કવાદના યુગમાં એણે નિયતિવાદના સમર્થનમાં પ્રબળ તર્કજાળ ઊભી કરી હતી. પ્રસ્તુત “નિયતિ દ્વાત્રિશિકા'માં એ તર્કજાળ આપણને જોવા મળે છે. વિશેષતા એ છે કે આજીવિકોના નિયતિવાદમાં જન્મ-મરણ-મોક્ષ અને પુરુષાર્થ વગેરેને સ્થાન હતું, પણ આ બધું નિયત જ છે એમ મનાતું હતું. નિયતિવાદ તથા નાસ્તિકવાદની સીમાઓ કયાંક કયાંક એકબીજામાં ભળી જતી લાગે. એકાંગી નિયતિવાદ ચાવક મત-ભૌતિકવાદી ફિલસૂફી તરફ જ ઘસડી જાય એવું ભયસ્થાન દેખીતું જ છે (દા.ત. જુઓ શ્લોક ૧૧, પૃ.૧૧). આમ જુઓ તો નિયતિવાદના એક છેડા પર ચાર્વાકોનો સ્થૂળ ભૌતિકવાદ ખડો છે જ્યારે સામે છેડે એક એવો પરમ આસ્તિકવાદ છે જ્યાં સંપૂર્ણ શરણાગતિને વરેલ સાધક કે ભક્ત બધું જ ઈશ્વરની ઈચ્છાથી ચાલી રહ્યું હોવાનું સ્વીકારે છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
8
આ અગાઉ ‘સિદ્ધસેન શતક' ગ્રંથ તૈયાર કરતી વખતે જ પૂજ્ય મુનિશ્રી ભુવનચંદ્રજીએ વાતવાતમાં ગંભીરપણે કહ્યું હતું કે દિવાકરજીની બત્રીસીઓના અનુવાદકાર્યને પં. સુખલાલજી જેવા બહુશ્રુતો જ ન્યાય આપી શકે. કંઈક એવી લાગણીથી જ આવું પડકારરૂપ કાર્ય હાથ ધરવા તેઓ ઈચ્છુક નહોતા જ. અભ્યાસકાળ દરમિયાન મારા તત્ત્વજ્ઞાન વિષયના અધ્યાપક પ્રિન્સીપાલ યુ. ડી. ભટ્ટ (હવે સદ્.) મને હંમેશા કહેતા કે, ‘લખ્યું વંચાય. જે કંઈપણ અને જેવું પણ સમજ્યા હોઈએ એને લેખિતમાં મૂકવાથી એ કોઈક વાંચશે, એની પર ચર્ચાવિચારણા થશે, એમાં સુધારણાને અવકાશ પણ ઉભો થશે'. આ બત્રીસીના અનુવાદ અને વિવેચન વિશે તો કશું કહેવાપણું રહે એવું પૂજ્ય મૂનિશ્રીએ જાણે કે રહેવા જ નથી દીધું. જ્યાં જ્યાં અર્થ અસ્પષ્ટ જણાયો ત્યાં એવી સ્પષ્ટ નોંધ એમણે મૂકી છે. પાઠભેદો માટે પણ એકથી વધુ મૂળ પ્રતો એમણે સામે રાખીને તપાસી છે, સરખાવી જોઈ છે અને જ્યાં જ્યાં આવશ્યક જણાયું ત્યાં ત્યાં એમણે આવા પાઠભેદના ઉલ્લેખો પણ કર્યાં છે. કેટલેક સ્થળે નવા પાઠની કલ્પના/યોજના પણ તેમણે કરી છે. મુનિશ્રીનું આ મહત્ત્વનું પ્રદાન ગણાય. તજ્જ્ઞ વિદ્વાનો આ બાબત વધુ વિચારણા કરે એ ઈચ્છનીય છે. પૂજ્ય મુનિશ્રીને જણાયું કે અનુવાદ કાર્યમાં આગળ વધતાં પહેલાં આજીવિક મતનું સાહિત્ય જોઈ લેવું જોઈએ; અને એમણે એ ગ્રંથો આવતાં સુધી રાહ જોઈ; આમાં ચોકસાઇ અને પૂર્ણતા માટેની એમની નિષ્ઠા જોઈ શકાય છે.
‘સિદ્ધસેન શતક’ ગ્રંથ નિમિત્તે અને ત્યાર પછી આ બત્રીસી નિયતિ’ના કાર્ય થકી પૂજ્ય મુનિશ્રીને આ વિષય સંદર્ભે ઘણીબધી અભ્યાસ સામગ્રી અને સંદર્ભ સામગ્રીના ઊંડા અધ્યયનમાંથી પસાર થવાનું બન્યું છે. તો હવે દિવાકરજીની અનુવાદિત હિં થયેલી એવી બાકી રહેતી બત્રીસીઓના અનુવાદ અને વિવેચન આપવાની પણ જવાબદારી એમની જ થાય છે. ગાંધીધામની જૈન સાહિત્ય અકાદમીના ટ્રસ્ટીઓએ આવા મૂલ્યવાન સાહિત્યના પ્રકાશનનો જે શુભારંભ કર્યો છે એ માટે તેઓ સૌ વિદ્વન્દ્વનોના અભિનંદનના અધિકારી છે; અને એમના આ ઉત્સાહને આગળ ધપાવવાનું કર્તવ્ય પૂજ્ય મુનિશ્રી જેવા અભ્યાસી સંશોધકોનું જ છે.
માવજી કે. સાવલા
ગુરુવાર, તા. ૧૦–૧–૨૦૦૨ એપ્લાઈડ ફ્લિોસોફી સ્ટડી સેન્ટર
એન–૪૫, ગાંધીધામ-કચ્છ.
Page #10
--------------------------------------------------------------------------
________________
9
પ્રવેશક
શ્રી સિદ્ધસેન દિવાકરની ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓમાંથી સોળમી ‘નિયતિ દ્વાત્રિંશિકા'નો અનુવાદ અને સંક્ષિપ્ત વિવરણ વિદ્વજ્જનો સમક્ષ પ્રસ્તુત કરતાં પરિતોષની લાગણી અનુભવું છું.
નિયતિવાદ ભારતની એક પ્રાચીન દાર્શનિક વિચારધારા છે. આજીવિક નામે એક ધર્મ સંપ્રદાય આ સિદ્ધાંતનો પુરસ્કર્તા હતો. ‘નિયતિ’નો અર્થ થાય છે : નિશ્ચિત હોવું, નિર્ધારિત હોવું. નિયતિવાદ એટલે વિશ્વની સમસ્ત વસ્તુઓના સંયોગવિયોગ, ઉત્પત્તિ–નાશ, રૂપાંતર—સ્થાનાંતર વગેરે એક નિશ્ચિત ક્રમે થયા કરે છે અને તેમાં વ્યક્તિનાં પ્રયત્ન-પુરુષાર્થથી પરિવર્તન થવાનો કોઈ અવકાશ નથી એવો સિદ્ધાંત. પ્રારબ્ધ, પુરુષાર્થ, ઈશ્વર, માયા વગેરેને નિયતિવાદમાં સ્થાન ન હતું.
જૈન દર્શનમાં નિયતિના સિદ્ધાંતને સ્થાન છે, પરંતુ સ્વતંત્ર રીતે નહિ. કાળ, કર્મ, નિયતિ, સ્વભાવ અને પુરુષાર્થ એવા પાંચ કારણોનો સમવાય વિશ્વની બધી ઘટનાઓનું નિયમન કરે છે એવું જૈન દર્શન કહે છે. ક્રમબદ્ધ પર્યાય, ભવિતવ્યતા વગેરે શબ્દો નિયતિનો જ અર્થ સૂચવે છે.
નિયતિના સિદ્ધાંતની છણાવટ આ સ્થાને કરવી નથી. પ્રાચીન સમયમાં નિયતિવાદ કેવા કેવા સ્વરૂપોમાંથી પસાર થયો છે તેનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્વાનો માટે આ નિયતિ દ્વાત્રિંશિકાનું અવગાહન કરવું અનિવાર્ય ગણાય, કારણ કે દિવાકરજીના સમયમાં નિયતિવાદનું જે તાર્કિક સ્વરૂપ વિકસ્યું હતું તે આ બત્રીસીમાં અકબંધ જળવાઈ રહ્યું છે. બત્રીસીઓની કઠિનતા અને હસ્તપ્રતોની અશુદ્ધ સ્થિતિના કારણે વિદ્વાનો એના લાભથી વંચિત રહ્યા છે. પ્રસ્તુત પ્રયાસ બત્રીસીની જટિલતામાંથી માર્ગ કાઢવા માટેનો છે. તુલનાત્મક અધ્યયન સુયોગ્ય વિદ્વાનો કરશે એવી આશા રાખી છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
10
નિયતિવાદ અને આજીવિકોઃ
ભગવાન મહાવીરનો એક સમયનો શિષ્ય અને સાથી “પંખલિપુત્ર ગોસાલ પાછળથી આજીવિક સંપ્રદાયનો મુખ્ય પ્રવર્તક પુરુષ બન્યો. સંશોધક વિદ્વાનોનું મંતવ્ય એવું છે કે આજીવિક સંપ્રદાય ગોસાલકની પૂર્વે પણ હતો. આ સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત નિયતિવાદ હતો. આ સંપ્રદાયના અનુયાયીઓ, ગ્રંથો કે સ્થાનો આજે રહ્યા નથી. ભારતમાં આ સંપ્રદાય ગોસાલક પછી પણ લાંબા સમય સુધી ટક્યો હતો તેના પુરાવા છે. દિવાકરજીના સમયમાં આ સંપ્રદાય બળવાન સ્વરૂપમાં હશે, એથી જ એ દર્શનની માન્યતાઓનો સાર સંગ્રહ કરવાની જરૂર દિવાકરજીને જણાઈ હશે.
જૈનોના ભગવતી, સૂત્રકૃતાંગ, પ્રશ્ન વ્યાકરણ, આચારાંગ, આવશ્યક સૂત્ર ચૂર્ણિ, નંદી સૂત્ર જેવા આગમોમાં, બૌદ્ધોના દીઘનિકાય, મઝિમ નિકાયના અનેક સુત્તોમાં, બુદ્ધઘોષ, ધર્મપાલ વગેરે બૌદ્ધ આચાર્યોની રચેલી “અદ્ભકથાઓમાં આજીવિકો વિશે પુષ્કળ પ્રકીર્ણ માહિતી જોવા મળે છે. “સ્યાદ્વાદ મંજરી'માં શ્રી મલ્લિષણ સૂરિએ ઉદ્ધત કરેલ શ્લોકો પરથી જણાય છે કે ઈસુની તેરમી સદીમાં ભારતમાં આ સંપ્રદાય જીવંત હતો. અન્ય ઉલ્લેખો પરથી ઈસુના પંદરમા શતક સુધી આજીવિકો ટકી રહ્યા હતા એવું તારણ વિદ્વાનો કાઢે છે.
આ સંપ્રદાય દક્ષિણમાં પણ વિસ્તર્યો હતો અને તમિળ ભાષામાં આ મતનું સાહિત્ય રચાયું હતું, જે આજે ઉપલબ્ધ નથી. કેટલીક જૂની તમિળ ભાષાની જૈન, બૌદ્ધ, શૈવ વિદ્વાનોની કૃતિઓમાં આજીવિકોનું સવિસ્તર વર્ણન પણ મળે છે. આજીવિકોના સિદ્ધાંતો તથા ઈતિહાસની વિસ્તૃત જાણકારી માટે શ્રી એ. એલ. બશમનું પુસ્તક "History and Doctrines of Ájivikas" જોવું જોઈએ. (પ્રકાશક - મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૧). આજીવિક સંપ્રદાયની સંક્ષિપ્ત માહિતી માટે આ પુસ્તકમાં અન્યત્ર આપેલ “આજીવિક સંપ્રદાય” શીર્ષક લેખ જુઓ. નિયતિ દ્વાિિશકાર
આજીવિકોના નિયતિવાદનું મૌલિક ચિત્ર આ કાત્રિશિકામાં મળે છે એ દૃષ્ટિએ ભારતના પ્રાચીન દાર્શનિક સાહિત્યમાં એ વિશિષ્ટ કૃતિ ગણાય. અર્ધમાગધી અને પાલિ સાહિત્યમાં આજીવિક માન્યતાઓના વર્ણન મળે છે; બે-ત્રણ પ્રાચીન
Page #12
--------------------------------------------------------------------------
________________
11
તમિળ કૃતિઓમાં આ સંપ્રદાય વિશે ઘણું કહેવાયું છે; પરંતુ આજીવિકોનું પોતાનું કોઈ પુસ્તક આજે ઉપલબ્ધ નથી. પ્રસ્તુત બત્રીશી આજીવિક મતના કોઈ ગ્રંથનો સીધો સંક્ષેપ છે. આથી પ્રસ્તુત દ્વાત્રિંશિકા આજીવિક મતની એકમાત્ર ઉપલબ્ધ સ્વતંત્ર કૃતિ બની રહે છે. સંસ્કૃત ભાષાનું અને તર્કવાદનું પ્રભુત્વ વધતાં આજીવિક આચાર્યોએ નૂતન શૈલીએ નિયતિવાદને તર્કમંડિત કરી સંસ્કૃતમાં અવતારિત કર્યો હશે. એ સુગ્રથિતવિકસિત નિયતિવાદ આ બત્રીસીમાં જોવા મળે છે.
દિવાકરજીની ‘દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકા'ઓ ત્રણ જૂથમાં વહેંચાઈ જાય છે. ત્યાત્મક, સારસંગ્રહ રૂપ અને ચિંતનાત્મક. સ્તુત્યાત્મક બત્રીસીઓ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ રસિક, ભાષાની દૃષ્ટિએ સરળ અને વિષયની દૃષ્ટિએ સુગમ છે. સારસંગ્રહાત્મક બત્રીસીઓ ભાષાની દૃષ્ટિએ કઠિન અને વિષયની દૃષ્ટિએ ઓછી સુગમ છે. ચિંતન પ્રચુર બત્રીસીઓ બધી રીતે કઠિન છે. સંગ્રહાત્મક બત્રીસીઓ મોટા ભાગે દાર્શનિક છે અને તેથી તેના અભ્યાસ માટે અન્ય આધારો મળી શકે; જ્યારે મૌલિક ચિંતનને સમાવતી બત્રીસીઓનો વિષય કંઈક સૂક્ષ્મ છે, શૈલી આગવી છે, અન્ય સહાયક સામગ્રીનો અભાવ છે, તેથી તેમના આશય સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.
નિયતિ દ્વાત્રિંશિકા જો કે સંગ્રહાત્મક છે, તેમ છતાં આ પ્રકારની અન્ય બત્રીસીઓ કરતાં દુર્ગમ છે; કારણ કે નિયતિવાદનું જે તાર્કિક સ્વરૂપ આમાં છે તેનું સ્વતંત્ર સંદર્ભ સાહિત્ય લુપ્ત થઈ ગયું છે. અર્ધમાગધી, પાલિ, બૌદ્ધ સંસ્કૃત ગ્રંથો તથા કેટલીક તમિળ કૃતિઓમાં આજીવિકોના જે સિદ્ધાંતોની માહિતી મળે છે તેની પ્રસ્તુત બત્રીસીમાં બહુ થોડી જ ચર્ચા છે. બત્રીસીનો મોટો ભાગ તર્કવાદથી ભરેલો છે, તેનું સંદર્ભ સાહિત્ય કર્યાંય ઉપલબ્ધ નથી. એમ કહી શકાય કે આજીવિકોના સિદ્ધાંતોની તાર્કિક રજુઆત કરતી સ્વતંત્ર કૃતિ આ એક જ હવે રહી છે.
આ બત્રીસી દિવાકરજીએ સારસંગ્રહ રૂપે રચી છે–તેમના પોતાના વિચારો કે મંતવ્યો આમાં નથી. જૈન આગમો વગેરેમાં આજીવિકોની ઘણી વાતો અત્ર તત્ર મળે છે તેનું પણ આ સંકલન નથી. આજીવિક મતના નવા અવતારના પ્રતિનિધિ જેવા કોઈ એક સંસ્કૃત ગ્રંથની અંદર આપેલી યુક્તિઓનું સારભૂત સંકલન જ આ બત્રીસી છે એવું લાગ્યા વિના રહેતું નથી.
Page #13
--------------------------------------------------------------------------
________________
12
ઉપલબ્ધ એકવીસ બત્રીસીઓ પર વિજય લાવણ્યસૂરિજીએ ટીકા રચી છે, પરંતુ નિયતિવાદનું સંદર્ભ સાહિત્ય તેમની સમક્ષ ન હોવાથી આ બત્રીસીનું અર્થઘટન વિવરણ બીજી દિશામાં ફંટાઈ ગયું છે.
આજીવિક સંપ્રદાયનો સર્વગ્રાહી પરિચય તથા તલનાત્મક વિશ્લેષણ જેમાં છે એવું શ્રી એ. એલ. બશમનું પુસ્તક ભારે પરિશ્રમપૂર્વક લખાયેલું છે અને તે પ્રસ્તુત અનુવાદમાં સંદર્ભગ્રંથ તરીકે સહાયક બન્યું છે. તેમ છતાં આ બત્રીસીમાં જે તાર્કિક નિરૂપણ છે તેની ચર્ચા એ પુસ્તકમાં નથી; અન્ય કોઈ પુસ્તકમાં પણ નથી. નવાઈની વાત તો એ છે કે શ્રી બશમે પોતે ઉપયોગમાં લીધેલા આજીવિક મત સંબંધિત પસ્તકોની વિસ્તૃત ગ્રંથસૂચિ (Bibliography) આપી છે તેમાં ‘નિયતિ દ્વાત્રિશિકાનું નામ પણ નથી! એનો અર્થ એટલો જ કે આજીવિકા મતની મૌલિક ચર્ચાયુકત આ રચના શ્રી બશમના ધ્યાનમાં જ નથી આવી.
પ્રારંભના વીશ શ્લોકોમાં નિયતિવાદીઓએ પુરુષાર્થવાદ, કર્મવાદ, કર્તૃત્વવાદના ખંડન માટે યોજેલા તર્કોનો સાર ગૂંથી લેવાયો છે. બાકીના શ્લોકોમાં આજીવિકોની અન્ય માન્યતાઓ વિશે થોડું કહેવાયું છે. આજીવિકોની માન્યતાઓનું સમગ્ર સંકલન આમાં નથી, જ્યાં કંઈક નોંધપાત્ર લાગ્યું તેટલું જ જાણે નોંધ્યું છે. આના પરથી એવું અનુમાન થઈ શકે કે તે સમયે આજીવિક સિદ્ધાંતો સારા પ્રમાણમાં જાણીતા હોવા જોઈએ.
નિયતિ દ્વાત્રિશિકાના અર્થ અને તાત્પર્ય સુધી પહોંચવા માટે ઠીક ઠીક માનસિક વ્યાયામ કરવો પડ્યો છે. આજીવિક તર્કવાદને સમજવામાં સહાયક થાય એવી કોઈ સામગ્રી છે નહિ, અને હશે તો તે જાણવામાં નથી આવી. સંસ્કૃત ભાષાના લાઘવ તથા યત્તત્ જેવા શબ્દોના યથેચ્છ ઉપયોગ દ્વારા અતિ ઘનિષ્ઠ રૂપે તર્કોનું સંકલન થયું છે, તેમાં પણ પૂર્વપક્ષ તો આપ્યો નથી, માત્ર ઉત્તરપક્ષ છે. અન્ય પક્ષોના કયા વિધાનનો પ્રતિવાદ કરાઈ રહ્યો છે તે જાણ્યા વિના તાત્પર્ય પકડવું મુશ્કેલ બની રહે. જેટલું સમજાયું તેટલું અહીં રજૂ કર્યું છે. આની ચકાસણી તજજ્ઞો કરશે અને ક્ષતિઓ દૂર કરશે એવી અભિલાષા/અપેક્ષા રાખી છે.
કેટલાંક સ્થળ સંદિગ્ધ રહ્યા છે, છતાં જેટલું ઊકેલી શકાયું તેટલું પ્રગટ કરી
Page #14
--------------------------------------------------------------------------
________________
13
દેવું યોગ્ય માન્યું છે. એ જ કારણે બત્રીસીનું તુલનાત્મક અધ્યયન પણ ટાળ્યું છે અને બત્રીસીનો સારાંશ પણ અહીં આપવાનું જરૂરી નથી ગણ્યું.
દિવાકરજીએ આજીવિકોના તર્કો એવી રીતે મૂક્યા છે જાણે તેઓ આજીવિકો વતી બોલી રહ્યા હોય. પરંતુ ધ્યાનમાં રહેવું જોઈએ કે તેઓ પોતાના વતી નથી કહી રહ્યા, કોઈ એક આજીવિક ગ્રંથનો સાર સંક્ષેપ કરી રહ્યા છે. દિવાકરજીનો પોતાનો અભિપ્રાય આમાં કયાંય નથી. એ સ્પષ્ટતા અંતિમ શ્લોકમાં તેમણે જાતે કરી છે.
દ્વાત્રિંશિકાના રચયિતા શ્રી સિદ્ધસેન દિવાકરનું નામ દિવાકરની જેમ સ્વયંપ્રકાશી છે. દિવાકરજીના સત્તા–સમય અને સાહિત્યસર્જન વિશે પં. સુખલાલજી તથા પં. બેચરદાસજીએ ‘સન્મતિતર્ક’ની પ્રસ્તાવનામાં વિસ્તૃત ઊહાપોહ કર્યો છે. વિ.લાવણ્યસૂરિ રચિત ટીકાયુક્ત ‘દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિકાઃ'ની પ્રસ્તાવનામાં શ્રી પિનાકિન દવેએ પણ આ વિષયની ચર્ચા કરી છે. ‘શ્રી સિદ્ધસેન વ્યકિતત્વ એવં કૃતિત્વ (લેખક : શ્રી પ્રકાશ પાણ્ડેય; પ્રકાશક : શ્રી પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી)માં અન્યાન્ય પ્રમાણો તથા ઉલ્લેખોની સમીક્ષા સાથે દિવાકરજીના સમય તથા ગ્રંથરચનાની વિશદ માહિતી અપાઈ છે. ‘સિદ્ધસેન શતક’માં સંક્ષિપ્ત ચરિત્રલેખ તથા કૃતિ પરિચય મારા દ્વારા પણ આપાયો છે. આથી, આ સ્થળે એ બધાનું પુનરાવર્તન નથી કર્યું. જિજ્ઞાસુઓ ઉપર્યુક્ત સાધનોમાંથી દિવાકરજીના જીવન-કવનની માહિતી મેળવી શકશે.
પ્રસ્તુત સંપાદન :
ત્રણ હસ્તપ્રતો તથા બે મુદ્રિત પુસ્તકોનો આ સંપાદનમાં ઉપયોગ કર્યો છે. કોઈપણ પ્રત/પુસ્તકને પાઠ નિર્ણય માટે આધારભૂત ગણી શકાય તેમ નથી, છતાં મોટા ભાગે જૈ.ધ.પ્ર. સભા, ભાવનગરની મુદ્રિત પ્રતિનો પાઠ ગ્રાહ્ય થયો છે. હસ્તપ્રતોની માહિતી નીચે મુજબ છે.
૧. વી. – વીર વિજયજીનો ભંડાર, અમદાવાદની પ્રત.
૨. જૈ. – જૈનાનંદ પુસ્તકાલય, સુરતની પ્રત.
૩. મ. – મહુવાના ભંડારની પ્રત.
પ્રતોના સૂચિક્રમાંક દુર્ભાગ્યે નોંધી શકાયા નથી. ભાવનગરની મુદ્રિત પ્રતના
Page #15
--------------------------------------------------------------------------
________________
14
પાઠાંતરો પણ મુ. સંજ્ઞા સાથે નોંધ્યા છે. “શ્રી સિદ્ધસેન દિવાકર ગ્રંથમાળા' એવા નામની આ પ્રતિનું પ્રકાશન વર્ષ સં. ૧૯૬પ છે. એ. એન. ઉપાધ્યએ કાત્રિશિકાઓનો સંશોધિત પાઠ “ન્યાયાવતાર'ના પરિશિષ્ટમાં પ્રગટ કર્યો હતો, પણ તેનો આ દ્વાત્રિશિકાના સંપાદનમાં લાભ મળ્યો નથી. આથી મૂળ પાઠ અંગે નીચેની સ્પષ્ટતા ધ્યાનમાં લેવા વિદ્વતર્ગને વિનંતિ છે
૧. જે શબ્દો અશુદ્ધ કે અસ્પષ્ટ લાગ્યા તે શબ્દ સાથે (?) આમ પ્રશ્ન
ચિહ્ન મૂક્યું છે. ૨. જ્યાં નવો પાઠ યોજ્યો છે ત્યાં તે શબ્દોને ઘાટા અક્ષરોમાં છાપ્યા છે
ને અધોરેખાંકિત પણ કર્યા છે. ૩. પાઠાંતરો અને નવા પાઠનો ખુલાસો પાઠચર્ચામાં નોંધ્યા છે. ૪. અન્વયમાં અધ્યાહાર્ય શબ્દો અથવા સ્પષ્ટીકરણના શબ્દો [] આવા
ચોરસ કૌંસમાં રાખ્યા છે. નિયતિ દ્વાત્રિશિકા'ના અનુવાદ/વિવરણના આ પ્રયાસમાં જાણે નિયતિ જ નિમિત્ત બની છે! “સિદ્ધસેન શતકના વિમોચન પ્રસંગે યોગાનુયોગે જ હાજર રહેલાં શ્રી સુધીર દેસાઈએ જ્યારે શતક વાંચ્યું ત્યારે દિવાકરજીએ નિયતિ તાત્રિશિકા' પણ રચી છે એ તેમના જાણવામાં આવ્યું. તેમને આ વિષયમાં રસ છે અને નિવૃત્ત થયા પછી “નિયતિવાદના વિષય પર જ પીએચ.ડી. તેઓ કરી રહ્યા છે. આ માટે નિયતિ તાત્રિશિકા'નો અનુવાદ જરૂરી હતો. આ. શ્રી વિ.શીલચંદ્રસૂરિજી દ્વારા તેમણે મને જણાવ્યું અને મેં કરી આપવાનું સ્વીકાર્યું. જો કે, આ કાર્ય કરવાની તક મને સાંપડી તે બદલ હું તો શ્રી સુધીરભાઈ દેસાઈનો આભાર માનીશ, નિયતિનો નહિ!
મારી અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓની જેમ, આ પ્રકાશનમાં પણ શ્રી માવજીભાઈ સાવલાનો આત્મીયતાભર્યો સહયોગ મને સાંપડ્યો છે. આખું વિવરણ તપાસી જઈ તેમણે મહત્ત્વનાં સૂચન કર્યા છે; બત્રીસીમાંના કેટલાંક વિચારબિંદુઓના આધુનિક ચિંતન પ્રવાહો સાથે સામ્યતારતમ્યની ચર્ચા કરતી પ્રસ્તાવના લખી આપી છે; જૈન સાહિત્ય અકાદમી સાથે રહીને બધું ગોઠવી આપ્યું છે. આમ, પ્રસ્તુત પ્રકાશન સાથે તેઓ ગાઢરૂપે જોડાયા છે એ વાતે હું ઊંડો આનંદ અનુભવું છું.
Page #16
--------------------------------------------------------------------------
________________
15
પ્રાચીન દાર્શનિક સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન શ્રી નગીનભાઈ જે. શાહ તથા વિદ્વાન આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીએ પ્રેરણા–પ્રોત્સાહન–પીઠબળ પૂરાં પાડ્યાં છે. ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટે આજીવિક સંબંધી અધિકરણ આ પુસ્તકમાં છાપવાની સંમતિ આપી છે. શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર (કોબા)એ શ્રી એ. એલ. બશમનું દુર્લભ પુસ્તક "History and Doctrines of Ājivikas" વાપરવા આપ્યું છે. જૈ.સા. અકાદમી, ગાંધીધામે પુસ્તકનું પ્રકાશન કરવાનો ભાર ઉઠાવ્યો છે. શ્રી ભરત સી. શાહ (અમદાવાદ) વિવિધ રીતે ઉપયોગી બન્યા છે. સી-ટેક કોમ્પ્યુટર્સવાળા યોગેશભાઈ ખત્રી (માંડવી-કચ્છ)એ સુંદર ટાઈપસેટિંગ કરી આપ્યું છે; હરનીશ શાહ (માંડવી-કચ્છ)એ આવરણ ચિત્ર તૈયાર કરી આપ્યું છે. સૌના સ્નેહપૂર્ણ સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
વિદ્વર્ગને વિનમ્ર વિનંતિ કે ‘નિયતિ દ્વાત્રિંશિકા'ના પાઠ/અનુવાદ/વિવરણ અંગે પોતાનો પ્રતિભાવ તથા સૂચનો પાઠવી મને આભારી કરે અને દિવાકરજીની દ્વાત્રિંશિકાઓના મર્મોદ્ઘાટનની પ્રક્રિયાને આગળ ધપાવે.
સંપર્કઃ
જૈન મહાજન ઓફિસ
જૈન દહેરાસર, નાની ખાખર – ૩૭૦ ૪૩૫
કચ્છ, ગુજરાત. દૂરભાષ : (૦૨૮૩૮) ૪૪૮૫૧
મુનિ ભુવનચંદ્ર માંડવી (કચ્છ)
તા. ૧૧-૧-૨૦૦૨
Page #17
--------------------------------------------------------------------------
________________
16
આજીવિક સંપ્રદાય
જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન–બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ–મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા—ખાસ કરીને મગધ અને કોસલમાં. રાજપુરુષો સહિત સમાજના વિવિધ સ્તરના લોકો તેના અનુયાયીઓ હતા. મૌર્યકાળમાં આ સંપ્રદાય સિલોન સુધી પ્રસર્યો હતો. અશોકના સમકાલીન દેવાનાંપિય તિસ્સનાના પૌત્ર પંડુકાભે અનુરાધાપુરમાં આજીવિકગૃહ બંધાવેલું. તે કાળે ગુજરાતમાં પણ તેનો પ્રસાર થયો હતો. ગયાની ઉત્તરે ૧૫ માઈલે આવેલી બરાબર ટેકરી ઉપરની ત્રણ ગુફાઓ અશોકે અને તેની નજીક નાગાર્જુન ટેકરી ઉપરની ત્રણ ગુફાઓ અશોકના અનુગામી દશરથે આજીવિકોને સમર્પિત કરી હતી, તે મતલબના ઉલ્લેખો શિલાલેખોમાં છે. મૌર્યકાળના અંતે તેમનો પ્રભાવ ઉત્તર ભારતમાં સાવ ઓસરી ગયો હતો. પરંતુ દ્રવિડભાષી તમિળ દેશમાં તેમનું અસ્તિત્વ ઈ.સ.ની પંદરમી શતાબ્દી સુધી રહેલું, એનું સમર્થન કરતા અનેક શિલાલેખો તેમ જ ‘મણિમેકલાઈ’, ‘નીલકેચિ’ અને ‘ચિવઞાન—ચિત્તિયાર’– એ તમિળ ધાર્મિક ગ્રંથો છે. પ્રાકૃત ભાષામાં તેમના દસ આગમો હતા—મહાનિમિત્તવિષયક આઠ અને માર્ગ (ગીત–નૃત્ય) વિષયક બે. આ દસના સ્થાને ઉત્તરકાળે તમિળ આજીવિકોએ ‘મલિ–નૂલ (મલિનો ગ્રંથ) અને ‘ઓષ્પત-કતિ ્' (નવ કિરણો) નામના બે આગમો મિળ ભાષામાં રચ્યાં. સંસ્કૃતમાં પણ તેમના શાસ્ત્રગ્રંથો હતા. બૌદ્ધ ત્રિપિટકના ઉલ્લેખ અનુસાર આજીવિક પંથના નંદ વચ્છ, કિસ સંચ્ચિ અને મતિિલ એ ત્રણ નાયકો હતા. પૂરણ કસપનું પણ આજીવિક સંપ્રદાયમાં મહત્ત્વનું સ્થાન હતું. પકુધ કચ્ચાયનની વિચારધારાનો આજીવિક વિચારધારા સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મતિિલ, પૂરણ અને પકુધ ભગવાન બુદ્ધના પ્રતિસ્પર્ધીઓ હતા. જૈન આગમ ‘ભગવતી’ અનુસાર મલિ (મંખિલ ગોસાલ) ભગવાન મહાવીરનો છ વર્ષ સુધી સાથી હતો. નિયતિવાદ આજીવિકોનો મુખ્ય સિદ્ધાંત છે. કેવી કેવી અવસ્થાઓમાંથી સૌ જીવોએ પસાર થવાનું છે એ દર્શાવતી વિસ્તૃત યાદી મળે છે, તેમાં યોનિપ્રમુખથી
=
Page #18
--------------------------------------------------------------------------
________________
17
માંડી મહાકલ્પ સુધીનાનો ઉલ્લેખ છે. ૮૪,૦૦,000 મહાકલ્પોમાંથી વિના અપવાદ સૌએ પસાર થવાનું છે, તે પછી મુક્તિ છે. આ છે સંસરણ દ્વારા શુદ્ધિનો અર્થાત્ સંસારશુદ્ધિનો સિદ્ધાંત. નિર્દિષ્ટ યાદીમાં મુક્તિ પૂર્વે દરેકે ધારણ કરવા પડતા ૧૪ ભવો ગણવ્યા છે, છ અભિજાતિઓ (ચિત્તના રંગો) ગણાવી છે. આઠ પુરુષભૂમિઓ (આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ) ગણાવી છે, વળી ચરમ ભવમાં જીવ સાત પઉટ્ટપરિહાર કરે છે, એનો ઉલ્લેખ પણ યાદીમાં છે. પઉટ્ટપરિહારનો અર્થ મૃત પરકાયમાં પ્રવેશ છે. આજીવિકોના આઠ રિમો એ એક પ્રકારનું તપ છે, જેમાં જીવ સ્વેચ્છાએ તૃષાથી, ભૂખથી નહિ, દેહત્યાગ કરે છે. જો ચોરાસી લાખ કલ્પો પછી સર્વ જીવો મુક્ત થઈ જાય તો સંસાર ખાલી થઈ જવાની આપત્તિ આવે. આનાથી બચવા તમિળ આજીવિકોએ મંડલ મોક્ષનો સિદ્ધાંત સ્થાપ્યો, જે અનુસાર મુક્તો પણ સંસારમાં પાછા આવે છે. તેમનો મોક્ષ સ્વર્ગસમ છે. જૈનોની જેમ સાત ભંગો ન માનતા કેવલ ત્રણ ભંગો – સત્, અસત્, સદસત્ – માનતા હોવાથી તેઓ ઐરાશિક કહેવાતા. આજીવિક શ્રમણો નગ્ન રહેતા; ભિક્ષા માટે પાત્રનો ઉપયોગ કરતા નહિ, હાથમાં ભોજન કરતા; પોતાના માટે તૈયાર કરવામાં આવેલી ભિક્ષા લેતા નહિ; ગર્ભિણી સ્ત્રી, ધવડાવતી સ્ત્રી વગેરે પાસેથી ભિક્ષા ગ્રહણ કરતા નહિ; કદી માંસ, મચ્છી કે માદક પીણાંને સ્પર્શતા નહિ; ભોજનની નિયત માત્રા જ લેતા. હાલ આજીવિક પંથ લુપ્ત થઈ ગયો છે અને તેનું સાહિત્ય પણ ઉપલબ્ધ નથી. સંદર્ભ : History and Doctrines of Äjivikas - A. L. Basham, Motilal Banarasidas, Delhi, 1981.
નગીન જે. શાહ સાભાર ઉદ્ભુત : ગુજરાતી ‘વિશ્વકોશ’
Page #19
--------------------------------------------------------------------------
________________
18
સૂચક શબ્દો
न च दुःखमिदं स्वयं कृतं न परैर्नोभयजं न चाकृतम्। नियतं न न वाक्षरात्मकं विदुषामित्युपपादितं त्वया ।।
તા. ૪, શ્લો. ૨૪ આ દુઃખ સ્વકૃત નથી, અન્ય દ્વારા ઉત્પન્ન કરાયેલું પણ નથી, પોતે અને બીજા – એમ બંને મળીને તેનું નિર્માણ ક્યું છે એમ પણ નથી, કોઈના કર્યા વગર જ તે ઉદ્ભવે છે એમ પણ નથી, તે પૂર્વનિયત નથી, તેમ તે નિત્ય પણ નથી. હે પ્રભુ! તમે સુજ્ઞ જનોને આમ પ્રબોધ્યું હતું.
ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबल निश्चयोपलब्ध्यर्थम्। परपक्षक्षोभणम-भ्युपेत्य तु सतामनाचार ॥
દ્વા. ૮, ગ્લો. ૧૬
પોતાના પક્ષના બળાબળનો નિશ્ચય કરવાના હેતથી પરપક્ષના સિદ્ધાંતોનો અભ્યાસ કરવો યોગ્ય છે. પરપક્ષને હરાવવાના ઉદેશથી એવો અભ્યાસ કરવો એ તો સજ્જનો માટે અનાચાર ગણાય.
दैवखातं च वदन-मात्मायत्तं च वाङ्मयम्। श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः?।।
તા. ૧૨, શ્લો. ૧ મોટું વિધાતાએ કોતરી આપ્યું છે, સાહિત્ય બધું સ્વાધીન છે, બોલેલું સાંભળી લેનારા લોકો મળી રહે છે, તો પછી કયો નિર્લજ્જ માણસ વિદ્વાન–વકતા-વિચારક બનવા ન ઈચ્છે?
- શ્રી સિદ્ધસેન દિવાકર
Page #20
--------------------------------------------------------------------------
________________
૧
॥ नमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ।।
શ્રી સિદ્ધસેન દિવાકર કૃત नियति- द्वात्रिंशिका
नियतान्तर (?) माव्यक्ति सुखदुःखाभिजातयः । स्वभावः सर्वसत्त्वानां पयःक्षीराङ्कुरादिवत् ॥१॥
अन्वयः आव्यक्ति सुखदुःखाभिजातयः नियतान्तरं (?), पयः क्षीराङ्कुरादिवत् सर्वसत्त्वानां
स्वभावः ।
અર્થ : વ્યક્તિએ વ્યકિતએ સુખ, દુઃખ અને અભિજાતિઓ નિયત(?) છે. પાણી, દૂધ, વનસ્પતિના અંકુર વગેરેની જેમ, સર્વ સત્ત્વોનો–જીવોનો એવો સ્વભાવ હોય છે.
:
વિવરણ ઃ નિયતિ દ્વાત્રિંશિકાનો મોટો ભાગ પુરુષાર્થવાદ, આત્મવાદ કે પ્રારબ્ધવાદના ખંડનમાં જ રોકાયેલો છે. પુરુષાર્થ આત્મા (જીવ) વિના સંભવિત નથી. આત્મા વિષયક અન્ય દર્શનોની માન્યતાઓની વિરુદ્ધમાં આજીવિક સંપ્રદાયના વિદ્વાનોએ યોજેલા તાર્કિક વિધાનો/યુકિતઓનો દિવાકરજીએ આ દ્વાત્રિંશિકામાં સાર સંક્ષેપ આપ્યો છે. સ્વભાવવાદ નિયતિવાદનો પોષક છે તેથી તે બંને એક જ હોય એ રીતે પણ રજુઆત થઈ છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ કે પ્રકૃતિ જ વિશ્વ રચના કે વિશ્વ વ્યવસ્થા પાછળનું એક માત્ર પરિબળ છે એવી વિચારધારા એ સ્વભાવવાદ છે. બધું જ પૂર્વ નિશ્ચિત છે અને આત્માના ઈચ્છા–પ્રયત્નને કોઈ અવકાશ નથી એવી વિચારધારા એ નિયતિવાદ છે. ગોશાલકનો આજીવિક સંપ્રદાય નિયતિવાદી હતો. આ સંપ્રદાય અને તેના ઈતિહાસ વિશે વિસ્તૃત માહિતી મેળવવા HL? gal : History and Doctrines of the Ajivikas: A. L. Basham (મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૧).
સુખ-દુઃખની અનુભૂતિ, વિચાર વગેરેને અન્ય દર્શનોમાં આત્માના ગુણ, લક્ષણ કે ધર્મ ગણવામાં આવે છે. નિયતિવાદ કહે છે કે આ બધું નિયતિ દ્વારા નિયત છે. જડ પદાર્થોના સ્વભાવ હોય છે તેમ જીવંત વસ્તુઓના પણ સ્વભાવ હોય છે. સુખ-દુઃખની અનુભૂતિ અને જન્મમરણ એ જીવંત વસ્તુઓનો સ્વભાવ છે. “અભિજાતિ આજીવિક સંપ્રદાયનો પારિભાષિક શબ્દ છે; “જીવોની ચોક્કસ પ્રકારની કક્ષાઓ” એવો એનો અર્થ થાય છે. અભિજાતિઓ છ માનવામાં આવી છે. જૈનદર્શનમાં જાણીતી છ લેશ્યાઓ સાથે આ અભિજાતિઓ સામ્ય ધરાવે છે. અભિજાતિઓ પણ નિયતિ દ્વારા નિયત હોય છે.
પાણી, દૂધ તથા અંકુરના ઉદાહરણની અનુક્રમે સુખ, દુઃખ તથા અભિજાતિ સાથે તુલના કરી શકાય. પાણીનો એક સ્વભાવ છે, દૂધનો બીજો, અંકુરનો ત્રીજો. અંકુરનો સ્વભાવ ઊગવાનો છે, એમ સજીવ વસ્તુઓનો અમુક ચોક્કસ જાતિમાં ઉત્પન્ન થવાનો સ્વભાવ છે. અંકુરની
સમાનતા આ રીતે “અભિજાતિ સાથે જોઈ શકાય છે. પાઠચર્ચા વીજે., મુ. – આ ત્રણે હ.પ્ર.માં 'નિયતાનન્ત મણિ ' એવો પાઠ છે.
મુદ્રિત પ્રતિમાં નિત્યાનન્તરમવ્યક્સિ' એવો પાઠ છે. નિયત' શબ્દ ચર્થ્ય વિષયને અનુરૂપ છે, તેથી અહીં એ સ્વીકાર્યો છે. છંદોભંગ ન થાય એ દષ્ટિએ 'અન્તર' શબ્દ લીધો છે, આમ છતાં પાઠ શંકાસ્પદ જ રહે છે.
धर्माधर्मात्मकत्वे तु शरीरेन्द्रियसंविदाम् । कथं पुरुषकारः स्या-दिदमेवेति नेति वा? ।।२।।
Page #22
--------------------------------------------------------------------------
________________
अन्वय : शरीरेन्द्रियसंविदां धर्माधर्मात्मकत्वे तु 'इदमेव' इति, 'न' इति वा पुरुषकारः
कथं स्यात्?। અર્થ: શરીર, ઈન્દ્રિયો અને સંવેદન જો પુણ્ય-પાપના નિમિત્તે થનારાં હોય તો
“આ અમુક છે એવો અથવા “આ અમુક નથી એવો નિર્ણય કરવાનો-)
પુરુષાર્થ શી રીતે સંભવે? - વિવરણ આત્મવાદી દર્શનો પ્રારબ્ધમાં માને છે. જીવ પુણ્ય/પાપ ઉપાર્જન કરે છે
અને પછી તે મુજબ તેને શરીરાદિ પ્રાપ્ત થાય છે. આમ, જો શરીરઈન્દ્રિય-સંવેદન (ઈન્દ્રિયો દ્વારા થતો બોધ) વગેરે પ્રારબ્ધના કારણે ઉત્પન્ન થતા હોય તો ઈન્દ્રિયાનુભવ પણ પ્રારબ્ધને આધીન ગણાય. ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષીકરણ થતી વખતે “આ અમુક વસ્તુ છે” અથવા “આ અમુક નથી” એવા નિર્ણય પર આવવા માટે જે માનસિક વ્યાપાર થાય છે તે આથી નિરર્થક જ બની જાય છે. આત્મવાદી આવા પુરુષાર્થને કાર્યકારી માને છે, પણ જો તે પ્રારબ્ધને પણ માનવા જશે તો પુરુષાર્થ ઊડી જશે.
નિયતિવાદ મુજબ પ્રારબ્ધ જેવું કંઈ નથી; તેમજ જે માનસિક પુરુષાર્થ થતો દેખાય છે તે પણ તેવી નિયતિના કારણે. બધું જ નિયત છે એટલે પુરુષાર્થ પણ નિયત જ છે એવો આ દલીલનો સાર છે.
शरीरेन्द्रियनिष्पत्तौ यो नाम स्वयमप्रभुः ।
तस्य कः कर्तृवादोऽस्तु तदायत्तासु वृत्तिषु? ।।३।। अन्वय ः यः स्वयं शरीरेन्द्रियनिष्पत्तौ नाम अप्रभुः, तस्य तदायत्तासु वृत्तिषु कः
कर्तृवादः अस्तु?। અર્થ: શરીર અને ઈન્દ્રિયોના નિર્માણમાં જે પોતે ખરેખર અસમર્થ છે, તે (આત્મા)
શરીરાદિને આધીન એવી વૃત્તિઓ (-સંવેદન, વિચાર આદિ–)નો કર્તા છે
એવો દાવો કેવી રીતે કરી શકાશે? વિવરણ પુરુષાર્થ જેવું કંઈ હોઈ શકતું જ નથી એ મુદાના સમર્થનમાં અહીં એક
પ્રબળ તર્ક રજૂ થયો છે. શરીર અને ઈન્દ્રિયો પ્રારબ્ધને આધીન છે પણ સંવેદન તો આત્માના હાથમાં છે અર્થાત્ ઈન્દ્રિયોથી થતા બોધનો કર્તા
Page #23
--------------------------------------------------------------------------
________________
૪
તો આત્મા જ છે એવું કદાચ આત્મવાદી કહે તેની સામે આ પ્રશ્ન છે ઃ જે આત્મા શરીર–ઈન્દ્રિય આદિનું પોતાની ઈચ્છા મુજબ નિર્માણ કરવા માટે શકિતમાન નથી તે ઈન્દ્રિયો દ્વારા થનારા અનુભવોનો કર્તા છે એવું તમે શી રીતે કહી શકો?
દિવાકરજીએ નિયતિવાદના તર્ક સંક્ષેપમાં પણ બળવાન સ્વરૂપે મૂકયા છે. સામા પક્ષની વાતને પોતાના શબ્દોમાં મૂકતી વેળાએ તેની પ્રસ્તુતિને નબળી પાડવાની લાલચથી તેઓ દૂર રહ્યા છે.
આખી બત્રીશીમાં દિવાકરજીએ નિયતિવાદી દર્શનના સિદ્ધાંતો અને તેના સમર્થનમાં તેમણે પ્રયોજેલા તર્કો સંક્ષિપ્ત રૂપે સંકલિત કર્યા છે. આ વિધાનો તેમના નથી, આજીવિક સંપ્રદાયના છે. આ સંપ્રદાયના તાર્કિક શૈલીએ રચાયેલા સંસ્કૃત ગ્રંથો દિવાકરજીની સામે હતા, તેમાંથી સારસંક્ષેપ તેમણે કર્યો છે, એવું અનુમાન કરી શકાય. આ બત્રીશીમાં આજીવિકોના નિયતિવાદના સમર્થનમાં કે નિરસનમાં કંઈ જ કહેવામાં નથી આવ્યુંએવી સ્પષ્ટતા તેમણે અંતિમ શ્લોકમાં કરી પણ છે.
धर्माधर्मौ तदान्योन्य-निरोधातिशयक्रियौ । દેશાઇપેક્ષાં ચ તયોઃ થં ઃ સમ્ભવઃ? ।।૪।।
अन्वयः धर्माधर्मौ अन्योन्यनिरोधातिशयक्रिया देशाद्यपेक्षौ च तदा तयोः कः તૃસમ્ભવઃ? થમ્? ।
અર્થ : (પ્રારબ્ધવાદીના મતે) ધર્મ અને અધર્મ અર્થાત્ પાપ અને પુણ્ય પરસ્પર નષ્ટ કરવાની અથવા તો એકબીજા પરં સરસાઈ મેળવવાની ચેષ્ટાવાળા છે, વળી એ બંને (–પોતાને અનુકૂળ−) દેશ અને કાળ વગેરેની અપેક્ષા રાખનારા છે. ત્યારે તેમના કોઈ કર્તાનો સંભવ હોઈ શકે ખરો? હોય તો તે કઈ રીતે હોય ?
વિવરણ : આત્મા શરીરાદિનો કર્તા ભલે નથી, પરંતુ ધર્મધર્મરૂપ પ્રારબ્ધનો તો કર્તા છે જ– એવી આત્મવાદીની દલીલનો અહીં જવાબ અપાયો છે. ધર્મ અને અધર્મ અર્થાત્ પુણ્ય અને પાપ પરસ્પર વિરોધી છે. પુણ્ય, પાપનો નાશ
Page #24
--------------------------------------------------------------------------
________________
કરવાના વલણવાળું છે અને પાપ, પુણ્યને હાનિ પહોંચાડનારું છે. જો જીવ તેમનો કર્તા હોય તો પરસ્પર વિરોધી એવી બે વસ્તુનું નિર્માણ તે શા માટે કરે? અને કરી પણ શી રીતે શકે? અથવા તો, એકલા ધર્મનું જ ઉપાર્જન કરે, અને સુખ જ ભોગવે. પરંતુ જીવો દુઃખ ભોગવતા પ્રત્યક્ષ રૂપમાં જોવા મળે છે. આનો અર્થ તો એવો જ નીકળી શકે કે ધર્મઅધર્મનું ઉપાર્જન જીવના હાથમાં નથી.
વળી, ધર્મ કે અધર્મના આચરણમાં દેશ-કાળ જેવી વસ્તુઓની અપેક્ષા રહે છે એવું પુરુષાર્થવાદીઓ અને પ્રારબ્ધવાદીઓ પણ માને છે. આ રીતે પણ પુણ્ય-પાપના સર્જનમાં જીવાત્મા સ્વતંત્ર નથી એમ સિદ્ધ થાય છે.
જગતની સર્વ ઘટનાઓ પાછળ પુરુષાર્થ જ કારણરૂપ છે એવી માન્યતા એ પુરુષાર્થવાદ છે. પુરુષાર્થ આત્મા જ કરી શકે એટલે પુરુષાર્થવાદી આત્મવાદી જ હોય. આમ, પુરુષાર્થવાદને આત્મકતૃત્વવાદ પણ કહી શકાય.
यत्प्रवृत्त्योपमर्दैन वृत्तं सदसदात्मकम् ।
तद्वेतरनिमित्तं वे-त्युभयं पक्षघातकम् ।।५।। अन्वयः यत्प्रवृत्त्या [यद्-]उपमर्दैन सदसदात्मकं वृत्तं [जायते), तद् वा [=तन्निमित्तं
वा] इतरनिमित्तं वा - इति उभयं पक्षघातकम् । અર્થ : જેના પ્રવર્તવાથી અથવા જેના દબાણથી સારું અથવા ખરાબ આચરણ થાય
તે (=પ્રર્વતન કરનાર) અથવા ઈતર (=દબાણ કરનાર) પદાર્થ જ તે તે આચરણનું નિમિત્ત ગણાય. (પરંત) આ બંને વિકલ્પ (-તમારા-) પક્ષને
નષ્ટ કરનારા છે. વિવરણ સારું અથવા ખરાબ આચરણ સારા કે ખરાબ પ્રારબ્ધને જન્મ આપે છે,
પ્રારબ્ધ શરીરાદિનું જનક કારણ બને છે એવું માનનારા આત્મવાદીને નિયતિવાદીનો પ્રશ્ન છે કે સર્વ પ્રથમ જે તે આચરણનું નિમિત્ત અર્થાત કર્તા તમે કોને માનો છો?
Page #25
--------------------------------------------------------------------------
________________
ξ
બે વિકલ્પો છે : જે સ્વયં પ્રવૃત્ત થઈને શુભાશુભ આચરણ કરે તે જ, તે આચરણનો કર્તા ગણાય. બીજો વિકલ્પ : બળપૂર્વક શુભાશુભ કાર્યમાં જે પ્રેરે તે જ તે કાર્યનો કર્તા ગણાય. આત્મા સ્વયં પ્રવૃત્ત થાય છે એમ માનશો તો ખોટું આચરણ પણ જીવ સ્વયં કરે છે, તેથી તેના પરિણામે આવનાર દુઃખનો કર્તા પણ જીવ પોતે જ ઠર્યો; કર્મ, ઈશ્વર વગેરે નિરર્થક બની રહેશે. જીવ સ્વેચ્છાએ દુઃખી થાય છે એમ પણ માનવું પડશે.
જો ઈતર પદાર્થના દબાણ હેઠળ જીવ શુભાશુભ આચરણ કરતો હોય તો દબાણ કરનાર વસ્તુ જ તે કાર્યનો કર્તા ગણાય, જીવને તેનો કર્તા નહિં કહી શકાય.
બંને રીતે આત્મકતૃત્વવાદીના પક્ષને હાનિ છે. નિયતિવાદીના મતે તો શુભાશુભ આચરણનું, સુખ-દુઃખનું, શરીરાદિનું એકમાત્ર કારણ નિયતિ જ છે.
न दृष्टान्तीकृताशक्तेः स्वातन्त्र्यं प्रतिषिध्यते । अनिमित्तं निमित्तानि निमित्तानीत्यवारितम् ।।६।।
अन्वयः दृष्टान्तीकृताशक्तेः स्वातन्त्र्यं न प्रतिषिध्यते, निमित्तानि अनिमित्तं, निमित्तानि इति अवारितम् ।
અર્થ : જેની અસમર્થતા વિશે આગળ ઉદાહરણ અપાયું છે તેના (=આત્માના) સ્વાતંત્ર્યનો નિષેધ કરવામાં આવતો નથી. નિમિત્તો નિમિત્ત નથી, (છતાં) તેમને નિમિત્ત કહેવાની મનાઈ નથી.
વિવરણ : દિવાકરજીએ નિયતિવાદીના તર્કો જ સીધા રજૂ કર્યા છે, તેઓ પૂર્વપક્ષ રજૂ કરતા નથી. અન્ય સંપ્રદાયોના કયા તર્ક કે કયા સિદ્ધાંતવિધાનના ઉત્તર રૂપે આ તર્કો પ્રસ્તુત કરાયા છે તે વાચકે શોધી કાઢવાનું છે. શ્લોકોના અર્થઘટનમાં તથા ભાવ તાત્પર્ય પકડવામાં આ કારણે ઘણી મુશ્કેલી અનુભવાય છે. એક તર્કનું બીજા તર્ક સાથેનું અનુસંધાન મેળવવું કપરું છે. વળી એક જ શ્લોકમાં એકથી વધુ વિધાનો અતિ સંક્ષેપમાં સમાવિષ્ટ થયા હોય છે. આ શ્લોક એ પ્રકારનો છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
ત્રીજા શ્લોકમાં “જીવ શરીરાદિના નિર્માણમાં અસમર્થ છે” એની વાત થઈ છે. પુરુષાર્થવાદી આના પ્રત્યુત્તરમાં કદાચ એમ કહે કે જીવ શરીરાદિનું નિર્માણ નથી કરતો, તો અન્ય કોઈક તો કરતું જ હશે ને? કોઈક “કર્તા છે તો ખરોને? તમારા મતે જીવ નહિ પણ બીજાં કોઈક કર્તા છે ને જીવ તેને આધીન છે. ઈશ્વર શરીરાદિનો કર્યા છે એમ માનો. એ રીતે કર્તુત્વ તો આવ્યું જ.
આની સામે નિયતિવાદીનો ખુલાસો કંઈક આવો છે : જીવ કર્તા નથી, તેમ તે અન્યને આધીન પણ નથી. જીવ સ્વતંત્ર છે, અન્ય સર્વ પદાર્થો પણ સ્વતંત્ર છે, ન કોઈ નિમિત્ત છે, ન કોઈ તેનું પરિણામ છે; ન કોઈ કર્તા છે, ન કોઈ કાર્ય છે. નિયતિ જ એક માત્ર નિમિત્ત/કર્તા છે. વ્યવહારથી એકને નિમિત્ત, બીજાને પરિણામ કહેવું હોય તો કહો, પરંતુ તે કહેવા પૂરતું જ હશે, વાસ્તવિક નહિ.
નિયતિવાદીઓએ દૈનિક વ્યવહારની સરળતા માટે વ્યાવહારિક દૃષ્ટિકોણ સ્વીકાર્યો હતો એ તથ્ય પ્રસ્તુત શ્લોકમાંની ચર્ચાથી સૂચિત થાય છે. શ્લોક ૩૧માં વ્યવહારનો સીધો ઉલ્લેખ પણ થયો છે.
પાઠચર્ચા દૃષ્ટાન્તા-મ.
विश्वप्रायं पृथिव्यादि-परिणामोऽप्रयत्नतः ।
विषयस्तत्प्रबोधस्तौ तुल्यौ यस्येति मन्यते ।।७।। अन्वयः पृथिव्यादिपरिणामः अप्रयत्नतः [इनि एतत्] विश्वप्रायं,विषयः तत्प्रबोधःच
તો ય તુલ્ય ]િ તિ માન્યતા અર્થ: પૃથ્વી આદિ પદાર્થોનું પરિણમન વિના પ્રયત્ન થાય છે, આ વિશ્વપ્રસિદ્ધ
વાત છે. વિષય અને તેનું જ્ઞાન - બંને સરખા છે એવું જે માને છે તે પણ આ
વાત માને છે. વિવરણ પૃથ્વી, જળ વગેરે પદાર્થોનું સર્જન-વિસર્જન સ્વયં થયા કરે છે-કોઈના
પ્રયત્ન કે કર્તુત્વની તેમાં જરૂર નથી પડતી. આ વાત સર્વમાન્ય છે. હવે, આ પૃથ્વી, જળ આદિ શેય પદાર્થોનો જે બોધ થાય છે અર્થાત ઈન્દ્રિયો
Page #27
--------------------------------------------------------------------------
________________
.
દ્વારા તેમનું જે પ્રત્યક્ષીકરણ થાય છે તેમાં કોઈનું કર્તૃત્વ શા માટે આવશ્યક માનવું જોઈએ? એક તરફ વિષય એટલે કે જ્ઞેય પદાર્થ છે, બીજી તરફ તેનો ઈન્દ્રિયાનુભવ છે – બંને વિના પ્રયત્ન થાય છે એમ શા માટે ન માનવું? આ નિયતિવાદીનો સવાલ છે.
આત્મવાદીઓ જગતના સમસ્ત પદાર્થોને જ્ઞેય માને છે. આનો ફલિતાર્થ એ થયો કે જ્ઞાન, શેય પદાર્થોની બરાબર છે – જેટલા જ્ઞેય છે એટલું જ્ઞાન છે. નિયતિવાદી એમ કહેવા માગે છે કે સમસ્ત જ્ઞેય પદાર્થોનું પરિણમન વિના પ્રયત્ન થાય છે – જે તમે પણ માનો છો – તેમ સમસ્ત જ્ઞાનનું પરિણમન પણ વિના પ્રયત્ન થાય છે એમ માની લો – બોધને અકર્તૃક માની લો.
પાઠચર્ચા : તે તુલ્યે – વી., જૈ., મુ.
તે તુલ્યો – મ.
અહીં પુલિંગનો 'તૌ તુલ્યાં' એવો પાઠ, અર્થ તથા વ્યાકરણની દૃષ્ટિએ વધુ સ્વીકાર્ય લાગે છે.
नोक्तेन (?) सह नोत्पादात् सममध्यक्षसंपदि । विनाशानुपपत्तेश्च भोज्य-भक्ष्यविकल्पतः ॥८॥
અન્વય : ૧ ૩તેન (?) સહ, ન ઉત્સાવાત્ સમ અધ્યક્ષસંપત્તિ [સત્યાં], મોન્ગ-મક્ષ્ય विकल्पतः च विनाशानुपपत्तेः [ज्ञानं ज्ञेयनिमित्तकं न]।
અર્થ : જ્ઞેય પદાર્થના નામોચ્ચારની સાથે .અથવા તેની ઉત્પત્તિની સાથે (–તે પદાર્થનું–) જ્ઞાન થતું નથી, તથા ભોગ્ય અને ભક્ષ્ય એવા બે વિકલ્પમાંથી એકેય રૂપે જ્ઞાનનો વિનાશ સિદ્ધ થતો નથી તેથી (જ્ઞાન જ્ઞેયના કારણે ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે).
વિવરણ : સાતમા શ્લોકમાંની ચર્ચા અહીં આગળ ચાલે છે. નિયતિવાદી શેય પદાર્થો અને તેમના બોધને – જ્ઞાનને તુલ્ય ગણતો નથી, જ્ઞેયના કારણે જ્ઞાન થાય છે એમ પણ માનતો નથી. એના મતે, શેય અને જ્ઞાનની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, કેમકે –
Page #28
--------------------------------------------------------------------------
________________
- શેયના કથન સાથે જ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શેયની ઉત્પત્તિ સાથે તેના જ્ઞાનની ઉત્પત્તિ થતી જોવા મળતી નથી. - જ્ઞાનનો (જે તે પદાર્થના ઈન્દ્રિયાનુભવનો) વિનાશ શેયના નાશ
સાથે સંકળાયેલો નથી. - માટે જ્ઞાન શેયજન્ય નથી.
શેય પદાર્થના બોધ-જ્ઞાનનો તે પદાર્થના નારા સાથે સંબંધ હોય તો તે કેવા પ્રકારનો હોઈ શકે? નિયતિવાદી બે વિકલ્પ આપે છે : ભોગ્ય પદાર્થની જેમ, અથવા ભક્ષ્ય પદાર્થની જેમ.
કોઈ વસ્તુનો વારંવાર ઉપભોગ કરવામાં આવે તો અમુક સમય પછી તે ઘસાઈ જઈને નાશ પામે છે. વસ્ત્ર વગેરે ભોગ્ય પદાર્થો ગણાય, વારંવાર ઉપયોગમાં લેવાતાં અમુક સમયે તેમનો નાશ થાય છે. કેટલીક વસ્તુઓ એક જ વારના ઉપયોગ સાથે નાશ પામે છે. અન્ન જેવા ભક્ષ્ય પદાર્થો એ રીતે નાશ પામે છે. વસ્તુનો બોધ જો વસ્તુમાંથી–વસ્તુના લીધે–જન્મતો હોય તો આ બેમાંથી કોઈ એક પ્રકારે તેનો નાશ થવો જોઈએ. વારંવારના ઈન્દ્રિયાનુભવ પછી તે અનુભવ બંધ થઈ જવો જોઈએભોગ્ય પદાર્થની જેમ તે વપરાઈ જઈને ઘસાઈ જઈને નાશ પામવો જોઈએ, કાં તો એકવારના ઈન્દ્રિયાનુભવ પછી ફરી તે અનુભવ ન થવો જોઈએભક્ષ્યની જેમ તેનો નાશ થવો જોઈએ.
પરંતુ એવું થતું નથી. વસ્તુનું પ્રત્યક્ષીકરણ ગમે તેટલી વાર થાય છે. એથી સિદ્ધ થાય છે કે શેયની ઉત્પત્તિ સાથે જ્ઞાનની ઉત્પત્તિ નથી, અને શેયના નારા સાથે તેનો નાશ નથી. પદાર્થો સ્વયં પરિણમે છે અને તેમનો બોધ પણ સ્વયં નિયતિ બળે થાય છે. તેનો કોઈ કર્તા માનવાની જરૂર
નથી. પાઠચર્ચા ત્રણ હસ્તપ્રતોમાં અને મુદ્રિત પ્રતિમાં નોતામ્યાં એવો જ પાઠ મળે છે.
એવા પાઠ સાથે અર્થસંગતિ કરી શકાતી નથી. 'ફક્ત' પાઠ કલ્પીને અર્થ બેસાડ્યો છે. આ શબ્દ હજી વધારે સ્પષ્ટતા માગે છે. નારણ્યાત – વી., જે., મ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦ पृथिव्या नावरुध्येत यथा वा राजतक्रिया ।
गुणानां पुरुषे तद्व-दहं कर्तेत्यहंकृतिः ।।९।। अन्वयः यथा वा राजतक्रिया पृथिव्या (=पृथिवीत्वेन) न अवरुध्येत, तद्वत् पुरुषे अहं
कर्ता' इति अहंकृतिः [न अवरुध्येत]। અર્થ: રૂપે (રજત) (-પૃથ્વીતત્ત્વ હોવા છતાં-) તેની રજત તરીકેની ક્રિયા તેના
પૃથ્વીત્વના કારણે અવરોધાતી નથી. તેવી રીતે (સત્વ, રજસ, તમસ
આદિ-) ગુણોનો હું કર્તા છું એવો અહંકાર પુરુષમાં સ્થાન લઈ શકે છે. વિવરણ: આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં “અહંપ્રત્યય એક મહત્ત્વનું પ્રમાણ
ગણાય છે. “હું છું એવો અનુભવ પ્રત્યેકને થાય છે. શરીરની અવસ્થાઓ બદલાય છે પણ એવોને એવો રહે છે, માટે તેને શરીર સાથે સંબંધ નથી. હું છું, હું જાણું છું કે હું કરું છું એવી પ્રતીતિનો આધાર આત્મા છે એવી પ્રતીતિના આધારે આત્મવાદીની દલીલ એવી છે કે જો નિયતિવાદીના કહેવા મુજબ જ્ઞાન સ્વયં થાય છે, તેનો કોઈ કર્તા નથી, તો પછી જાણું છું-હું કર્તા છું” વગેરે પ્રતીતિ જીવને થાય છે તેનું શું? - નિયતિવાદીનો ઉત્તર : જ્ઞાનનો કર્તા ન હોવા છતાં આત્મામાં અહંપ્રત્યય' ઉત્પન્ન થઈ શકે છે. જ્ઞાનની સ્વાયત્તતા તેમાં અવરોધ નહિ કરે. રજત એટલે કે રૂપું, પૃથ્વીતત્ત્વ જ છે, છતાં તેમાં રજતત્વ પણ ઉદ્ભવે છે, તેનું પૃથ્વીત્વ તેમાં અવરોધ કરતું નથી. એવી રીતે ગુણો અને બોધ સ્વયં પ્રવર્તતા હોવા છતાં પુરુષ (જીવ) “હું આનો કર્તા છું' એવો
અહંકાર કરી શકે, પણ તેથી તે કર્તા થઈ જતો નથી. પાઠચર્ચા: ‘ત્યો –મ, વી., મુ.
અત્યન્ત – જે.
सुदूरमपि ते गत्वा हेतुवादो निवस्य॑ति ।
नहि स्वभावानध्यक्षो लोकधर्मोऽस्ति कश्चन ॥१०॥ अन्वयः सुदूरं अपि गत्वा ते हेतुवादः निवर्त्यति, स्वभावानध्यक्षः कश्चन लोकधर्मः
नहि अस्ति।
Page #30
--------------------------------------------------------------------------
________________
૧
૧
અર્થ : ઘણે દૂર જઈને પણ તારો હેતુવાદ ( કાર્યકારણવાદ) પાછો ફરવાનો છે.
સ્વભાવ જેમાં પ્રમુખ ન હોય એવો કોઈ લોકધર્મ (જગતની વસ્તુ કે ઘટના)
છે જ નહિ. વિવરણ :ન્યાયદર્શનમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન તથા આપ્તવાક્ય એવાં ચાર
પ્રમાણો માનવામાં આવ્યા છે. આજીવિકોએ એવાં પ્રમાણો સ્વીકાર્યા નથી, પણ તૈયાયિકોની શૈલીથી પોતાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતાં શાસ્ત્રો તેમણે રચ્યાં હતા અને દિવાકરજી એવા તાર્કિક ગ્રંથનો સારસંક્ષેપ આ બત્રીશીમાં આપી રહ્યા છે એ સુનિશ્ચિત છે. જૈન-બૌદ્ધના ગ્રંથોમાં આજીવિક સિદ્ધાંતોના ઉલ્લેખો મળે છે ત્યાં પ્રમાણ શૈલીથી નિરૂપણ થયેલું નથી. નિયતિ દ્વાત્રિશિકાના પ્રથમના નવ શ્લોકોમાં પ્રત્યક્ષ પ્રમાણના સંદર્ભમાં ચર્ચા થઈ છે. હવે અનુમાન પ્રમાણ/તર્કને કેન્દ્રમાં રાખીને ચર્ચા શરૂ થાય છે.
નિયતિવાદી કહે છે કે તર્ક અને અનુમાન દ્વારા કશું પણ સિદ્ધ કરવાનો પ્રયાસ વ્યર્થ છે. કોઈ વસ્તુ આવી શા માટે છે, બીજી રીતે કેમ નથી–એના ખુલાસા તર્ક દ્વારા ભલે અપાય, પરંતુ એક બિંદુ એવું આવે જ છે કે જ્યાં કોઈ પણ કારણ દર્શાવી શકાતું નથી, તેનો સ્વભાવ જ એવો છે એ વાત પર પાછા આવવું પડે છે. આથી કારણો અને હેતુઓ શોધવાનો આગ્રહ કે વ્યાયામ તજી દેવો જોઈએ.
નિયતિવાદી માને છે કે જગતમાં એક પણ એવો પદાર્થ નથી કે જેના પર સ્વભાવનું આધિપત્ય ન હોય. હવે સ્વભાવ તો નિયતિકૃત છે, માટે નિયતિ જ સર્વ ઘટનાઓનું એકમાત્ર કારણ છે.
પાઠચર્ચા : વાધ્યક્ષો – વી.
प्रवर्त्तितव्यमेवेति प्रवर्त्तन्ते यदा गुणाः ।
अथ किं संप्रमुग्धोऽसि ज्ञानवैराग्यसिद्धिषु? ॥११॥ अन्वयः 'प्रवर्तितव्यं एव' इति यदा गुणाः प्रवर्त्तन्ते, अथ ज्ञानवैराग्यसिद्धिषु किं
સંપ્રમુધઃ સિ? |
Page #31
--------------------------------------------------------------------------
________________
૧ ર
અર્થ: પ્રવર્તવાનું જ છે એવી રીતે (નિયતિ દ્વારા પ્રેરિત સત્ત્વાદિ-) ગુણો
સક્રિય થયા જ કરે છે ત્યારે, જ્ઞાન-વૈરાગ્ય વગેરેની સાધનાઓમાં તું શા
માટે અત્યંત આસક્ત થાય છે? વિવરણ માનવીના જીવનમાં સત્ત્વ-રજસ-તમસ વગેરે ગુણો કામ કરતા રહે છે
અને માનવી તેને વશ થઈને સારા-ખોટાં કાર્યો કરતો રહે છે. નિયતિવાદીના મતે આમાં કશું ખોટું નથી અને આમાં કશું થઈ શકે એમ પણ નથી. બધું જ નિયત થઈ ચૂકેલું છે. માનવીના વર્તનને સુધારવાનો પ્રયાસ વ્યર્થ જવાનો છે. ગુણો તો તેમનું નિયત કાર્ય કરવાના જ છે. આ સ્થિતિમાં જ્ઞાન-વૈરાગ્ય-તપ-સંયમ જેવા ગુણોની સાધના કરવાની અને તેના દ્વારા મુક્તિ મેળવવાની વાતોમાં પડવા જેવું નથી. નિયતિવાદીના મતે એ ઘેલછા જ છે.
નિયતિવાદનો નિષ્કર્ષ આવો જ હોઈ શકે. નિયતિવાદીઓ આવા સ્પષ્ટ શબ્દોમાં ધર્મ-સાધનાની વ્યર્થતાનો બોધ આપતા જ હતા. દિવાકરજી નિયતિવાદીઓના વિધાનોને જ સંક્ષિપ્ત કરીને મૂકે છે; પોતાના અભિપ્રાયને વચ્ચે લાવ્યા વિના સામા પક્ષને યથાવત્ રજૂ કરવો એવી તેમની શૈલી છે. નિયતિવાદી આજીવિકોની આવી માન્યતાની નોંધ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોમાં છે.
धर्माद्यष्टाङ्गता बुद्धे-र्न विरोधकृते च यैः (?) ।
वक्तुराद्यनिमित्तत्वा-द्वितथप्रत्ययादपि ॥१२॥ अन्वयः बुद्ध धर्माद्यष्टाङ्गता च यैः (?) विरोधंकृते न, तस्यां] वक्तुः आद्यनिमित्तत्वात्,
वितथप्रत्ययात् अपि [तस्याः सम्भवात्]। અર્થ: બુદ્ધિના ધર્મ-અધર્મ આદિ આઠ અંગોનો ગુણો સાથે વિરોધ નથી; બુદ્ધિમાં
ધમધર્માદિ ઉત્પન્ન થવામાં-) બોલનાર મુખ્ય નિમિત્ત હોવાથી તથા મિથ્યા પ્રત્યય (=ભ્રાંતિ, વિપર્યાસ)ના કારણે પણ (-ધર્માદિની ઉત્પત્તિનો સંભવ હોવાથી).
વિવરણ :આ શ્લોકનો પાછલા શ્લોકમાંની ચર્ચા સાથે સંબંધ છે. પાછલા શ્લોકમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૩
જ્ઞાન–વૈરાગ્ય આદિની પ્રાપ્તિ વગેરે માટે પ્રયાસો કરવા જેવા નથી એમ કહ્યું. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાનાદિ માટે પ્રયાસ કરવાની ભાવના બુદ્ધિમાં પ્રગટ થાય છે, તેની પાછળનું નિમિત્ત કોણ ?
ધર્મ-અધર્મ, જ્ઞાન–અજ્ઞાન, વૈરાગ્ય-અવૈરાગ્ય, ઐશ્વર્ય–અનૈશ્વર્ય - આ બુદ્ધિના આઠ અંગ કહેવાય છે. પ્રકૃતિ દ્વારા પ્રેરિત સત્ત્વાદિ ગુણો બુદ્ધિમાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ઐશ્વર્ય જેવા ભાવો ઉત્પન્ન કરી શકે નહિ, અને આ અંગો તો બુદ્ધિમાં સ્થાન લેતા જોવા મળે છે. ગુણો સાથે આમનો વિરોધ છે. માટે આ અંગોના પ્રેરક નિમિત્તરૂપે આત્મા, ઈશ્વર જેવા તત્ત્વને માન્ય રાખવો જોઈએ-એ પ્રકારની દલીલ આત્મવાદી ઈશ્વરવાદી કરી શકે. આ શ્લોકમાં એનો પ્રતિવાદ કરાયો છે.
નિયતિવાદીનું કથન એવું છે કે બુદ્ધિમાં આ આઠ ભાવો ઉત્પન્ન થાય છે તેને માટે આત્માનો પુરુષાર્થ કે ઈશ્વરની પ્રેરણા જેવા કારણ કલ્પવાની જરૂર નથી. વક્તાના અર્થાત્ બોલનાર–સમજાવનારના તેવા તેવા કથનથી શ્રોતામાં જ્ઞાન–વૈરાગ્ય વગેરે જાગી શકે, અજ્ઞાન, અધર્મ આદિ પણ જાગી શકે. કયારેક કોઈ વક્તા ન હોવા છતાં વ્યક્તિમાં આ ભાવો જાગે છે, ત્યાં વ્યક્તિનો પોતાનો ભ્રમપૂર્ણ ઈન્દ્રિયાનુભવ (–પ્રત્યક્ષીકરણ) ભાગ ભજવતું હોય છે. સત્ત્વાદિ ગુણો સાથે આ આઠ ભાવોનો કોઈ વિરોધ
નથી.
પાઠચર્ચા : ધર્માંત્ર – જૈ., મ., વી., મુ.
'જૈઃ'નો સંબંધ પાછલા શ્લોકમાંના ‘ગુણ’ સાથે હોવાનું ધારીને અર્થઘટન કર્યું છે. આવા શબ્દો દિવાકરજીની સંક્ષેપમાં કથન કરવાની આગવી શૈલીના નમૂનારૂપ છે.
असतो तो वेति प्रतिसन्धौ च विग्रहः ।
असंस्तु हेतुर्धीमात्रं कर्तेति च विशिष्यते ।।१३।।
अन्वयः असतः हेतुतः वा इति प्रतिसन्धौ च विग्रहः, असन् हेतुः तु धीमात्रं, [स च] ''' કૃતિઃ વિશિષ્યતે।
Page #33
--------------------------------------------------------------------------
________________
૧ ૪
અર્થ : વિદ્યમાન ન હોય એવા હેતુને કારણે (-બુદ્ધિમાં ધમદિની ઉત્પત્તિ-) થાય
છે એવું કહેતાં તો વાંધો પડશે. જે વિદ્યમાન નથી એવું કારણ એક ધારણામાત્ર
છે, તેને કર્તા–નિમિત્ત માનવામાં આવે છે (-એ અસંગત વાત છે). વિવરણ :નિયતિવાદી કહે છે કે બુદ્ધિમાં ધર્મ-અધર્મ આદિ જન્મે છે તેનું કારણ તો
વિદ્યમાન છે-દેખીતું છે, બોલનારના તેવા તેવા કથનથી શ્રોતાના મનમાં ધર્મ કે અધર્મ, વૈરાગ્ય કે અવૈરાગ્ય વગેરે ભાવો જન્મે છે, અથવા તો વ્યક્તિનું પોતાનું ભ્રમપૂર્ણ ઈન્દ્રિય પ્રત્યક્ષ તેના મનમાં તેવા તેવા ભાવ જગાડે છે. આમ, જેનો હેતુ વિદ્યમાન છે તેના માટે નવો હેતુ કલ્પવાની જરૂર નથી. વિદ્યમાન હેતુને છોડીને અસત્ (જે “નથી તે) હેતુના કારણે ધર્માદિ થાય છે એવી વાત માન્ય નહિ કરી શકાય.
આ “અસત્ હેતુ કર્મ, ઈશ્વર, આત્મા હોઈ શકે, નિયતિવાદીના મતે આ વસ્તુઓ મતિકલ્પના જ છે. તેમનામાં કર્તૃત્વ સ્થાપિત કરવું એમાં તાર્કિકતા નથી. જે વસ્તુ નથી” તે કોઈ ઘટનાની કર્તા કેવી રીતે બની શકે?
भङ्गुरश्रवणाद्यर्थ-संविन्मात्रे निरात्मके।
રાવિશાની યાત્મતે, ચં?? ક્રિમિયમ? આશકા. अन्वयः भङ्गुरश्रवणाद्यर्थसंविन्मात्रे निरात्मके [सति] रागादिशान्तौ ते अयं यत्नः
વિમિતિ?થં? ?. અર્થ: શ્રવણેન્દ્રિય વગેરે ઈન્દ્રિયો, તેના વિષયો, તેની સંવિત્ (=જ્ઞાન)-આ બધું
જ જ્યાં નશ્વર છે અને તેનામાં “આત્મા” નથી ત્યારે રાગ-દ્વેષ આદિની
શાંતિ માટેનો આ પ્રયાસ વળી કેવો? શા માટે? અને કરે કોણ? વિવરણ : નિયતિવાદી મોક્ષ માટેના પુરુષાર્થને પણ અનાવશ્યક માને છે. જૈન આગમો
અને બૌદ્ધ ત્રિપિટકોમાં આજીવિક સંપ્રદાયનું વર્ણન છે ત્યાં આજીવિક શ્રમણોના કડક વ્રતો વગેરેના ઉલ્લેખ આવે છે. આત્માનું ભવભ્રમણ અને નિયતિના ક્રમ મુજબ અંતે તેનો મોક્ષ પણ તેઓ માનતા હતા. પરંતુ દિવાકરજીના સમય સુધીમાં નિયતિવાદીઓ “અનાત્મવાદી” બની ચૂકયા
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫ - હતા એવું આ શ્લોક સૂચવી જાય છે. આ તથ્ય બહુ સ્પષ્ટ શબ્દોમાં અહીં રજૂ થયું છે.
ઈન્દ્રિયો, વિષયો, તેમનો બોધ- આ બધું જ ક્ષણભંગુર છે, આત્મા જેવો કોઈ પદાર્થ છે નહિ, ચૈતન્ય પણ એક ભૌતિક પદાર્થ છે અને તે નાશવંત છે. રાગ-દ્વેષ વગેરે ભાવો એ ચિત્તની ક્રિયા છે, બોધના જ અલગ અલગ રૂપો છે, અને બોધ તો ભંગુર છે. આ પરિસ્થિતિમાં રાગદ્વેષની શાંતિ માટે પ્રયાસ કરવાનો શો અર્થ છે? રાગ-દ્વેષથી મુક્તિ મળે પણ શી રીતે? અને મુક્ત થાય પણ કોણ?
कर्मजः प्रत्ययो नाम कर्म च प्रत्ययात्मकम् ।
તત્તનિયા(?) - સ સર્વત્ર વિસ્મૃતેઃ III अन्वयः प्रत्ययः कर्मजः नाम; कर्मच प्रत्ययात्मकं,तत्फलंच निरयाद्यः,स सर्वत्र न,
विस्मृतेः। અર્થ: ઈન્દ્રિયાનુભવ કર્મ થકી થાય છે, અને કર્મ ઈન્દ્રિયાનુભવના કારણે ઉદ્ભવે
છે. ઈન્દ્રિયાનુભવનું ફળ નરકાદિ(?) છે, પણ તે દરેક વખતે નથી હોતું,
વિસ્મૃતિના કારણે ફળ ઘણીવાર નથી પણ આવતું. વિવરણ : નિયતિવાદી કહે છે કે જ્ઞાનને પુરુષાર્થજન્ય માનનારાના મતમાં વિસંગતિ
છે, અને તેમાં અન્યોન્યાશ્રય નામે દોષ પણ છે. આત્મવાદી ઈન્દ્રિયો દ્વારા થતા બોધમાં પ્રારબ્ધની પણ જરૂર માને છે, બીજી બાજુ પ્રારબ્ધના ઉપાર્જનમાં ઈન્દ્રિય પ્રત્યયને (=ઈન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનને) નિમિત્ત ગણે છે. કર્મ હોય તો પ્રત્યય થાય અને પ્રત્યય હોય તો કર્મ થાય - આ અન્યોન્યાશ્રય દોષ છે.
શ્લોકના ઉત્તરાર્ધમાં થોડો ગૂંચવાડો છે. ઉપલબ્ધ પાઠનો અર્થ ‘પ્રત્યયનું ફળ નરકાદિ છે અને તે સદા હોતું નથી, કેમકે વિસ્મૃતિ થાય તો ફળ નથી પણ આવતું એવો થાય છે, કિંતુ નરકનો સંબંધ પ્રસ્તુત ચર્ચા સાથે બેસતો નથી. ચર્ચાનો સંદર્ભ જોતાં અહીં “નિર્ણય-નિશ્ચય' અર્થવાચક કોઈ શબ્દ હોવો જોઈએ, અને એમ હોવાનું ધારી લઈએ તો નીચે પ્રમાણે અર્થસંગતિ
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬ થઈ જાય એમ છે
પ્રત્યયનું ફળ નિર્ણય છે. અર્થાત્ ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષીકરણ થયા પછી વસ્તુનો નિર્ણય થાય છે. પ્રત્યયનું આવું ફળ દરેક વખતે નિષ્પન્ન થતું નથી. દા.ત. પ્રત્યય થયા પછી તેનું વિસ્મરણ થઈ જાય તો તે પ્રત્યય નિર્ણયમાં સહાયક નથી થતો ત્યારે તે નિષ્ફળ ગયો ગણાય.
સમગ્ર ચર્ચાનો સાર એ થયો કે પ્રત્યય અને નિર્ણય વચ્ચે કોઈ સંબંધ નથી. પ્રત્યય અને કર્મ વચ્ચે પણ કોઈ સંબંધ નથી. પ્રત્યય થવાનો
હોય તો થાય, નિર્ણય થવાનો હોય તો થાય. બધું નિયતિને આધીન છે. પાઠચર્ચા : વી, જે મ. અને મુ. – દરેક પ્રતિમાં નિરાઘa' એવો જ પાઠ છે. એ એ જ રીતે દરેક પ્રતિમાં 'વિસ્મૃતઃ' એવો જ પાઠ છે.
નરક આદિ એવો જ અર્થ ગ્રંથકર્તાને અભિપ્રેત હોય તો 'નિરાશે.' એવું પુંલિંગ રૂપ નહિ, પણ 'નિરયા એવું નપુંસકલિંગનું રૂપ ઉચિત થાય. વિસ્મૃતિનો સંદર્ભ જોતાં “નરક એવો અર્થ સુસંગત નથી બનતો. નિર્ણય અર્થવાળો કોઈ શબ્દ અહીં વિષય સાથે મેળ ખાય તેમ છે.
'કવાય' શબ્દ નિર્ણયવાચી છે. 'નિદ્ ઉપસર્ગ સહિત નિરવાય' શબ્દ પણ નિર્ણયના અર્થમાં દિવાકરજીના સમયમાં પ્રચલિત હોય એવી પૂરી શક્યતા છે. એમ જ હોય તો 'નિરવાવઃ' એવું પુલિંગ રૂપ લેતાં અર્થસંગતિ થઈ જાય એમ છે. ' અને ' વચ્ચે લિપિકારના હાથે લેખનદોષ થવાની સંભાવના માની શકાય એવી છે.
ज्ञानमव्यभिचारं चे-जिनानां मा श्रमं कृथाः।
अथ तत्राऽप्यनेकान्तो जिताः स्मः किन्तु को भवान्? ।।१६।। अन्वय : जिनानां ज्ञानं चेत् अव्यभिचारं [तदा] श्रमं मा कृथाः, अथ तत्र अपि
अनेकान्तः [स्यात्, तदा वयं] जिताः स्मः, किन्तु भवान् कः?। અર્થ : જિનોનું જ્ઞાન જો ખોટું ન પડે એવું હોય તો તે (-મોક્ષ માટે-) વ્યર્થ શ્રમ
કરીશ નહિ. હવે જો જિનોના જ્ઞાનમાં પણ અનેકાંત હોય અર્થાત્ કયારેક
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૭
સાચું પડે, કયારેક ખોટું પડે એવી સ્થિતિ હોય તો અમે હાર્યા; પરંતુ તો પછી આપનું શું થશે?
વિવરણ : આત્મવાકય પ્રમાણના સંદર્ભમાં પુરુષાર્થવાદની ચર્ચા આ શ્લોકમાં થઈ
છે.
આપ્તપુરુષોએ કહ્યું છે માટે પુરુષાર્થવાદ સાચો છે એવું માનનારની સામે નિયતિવાદી કહે છે : આપ્તપુરુષ એવા જિન જો સર્વજ્ઞ હોય તો તારો મોક્ષ કયારે થશે, સુખ-દુઃખ કયારે આવશે વગેરે બધું જ તેઓ જાણતા હશે. સર્વજ્ઞનું જ્ઞાન જો અફર હોય–સર્વજ્ઞે જે જાણ્યું તેમાં ફેર પડવાનો જ ન હોય તો મોક્ષ માટે કે સુખ પ્રાપ્તિ-દુઃખ નાશ માટે જરા પણ શ્રમ લેવાની જરૂર નથી. ગમે તેટલો શ્રમ લે તો પણ સર્વજ્ઞે જોયેલા સમય પહેલાં તારો મોક્ષ નહિ થાય અને સમય ઉપર મોક્ષ થયા વિના રહેશે પણ નહિ. તારે પુરુષાર્થ કરવાની જરૂર રહેતી જ નથી.
પુરુષાર્થ ક૨વાથી મોક્ષ વગેરે સર્વજ્ઞે જોયેલા સમય કરતાં વહેલાં પણ થઈ શકતા હોય તો પુરુષાર્થવાદ સાચો ઠરે, અમે હાર્યા કહેવાઈએ. પરંતુ તેનો અર્થ એ પણ થયો કે જિનનું જ્ઞાન ખોટું પણ પડે છે! આસપુરુષો ખોટા પણ પડતા હોય તો તેમનું વચન પ્રમાણ કેવી રીતે બની શકે? એ પુરુષ આમ પણ ન કહેવાય. આમ વાકયને પ્રમાણ માનવાની તારી વાત ઊડી જાય છે.
एकेन्द्रियाणामव्यक्ते-रजात्यन्तरसंगतौ ।
व्यक्तानां च तदादौ का रागादिप्रविभक्तयः ? ।।१७।।
अन्वयः एकेन्द्रियाणां अव्यक्तेः अजात्यन्तरसंगती [ सत्यां], व्यक्तानां च तदादी [નાત્યન્તરાવી સતિ] જા રામાપ્રિનિમાયઃ ?
1:3
અર્થ : એકેન્દ્રિય વગેરે જીવોનો બોધ અવ્યક્ત હોવાના કારણે તેમાં જાત્યન્તર (=રૂપાંતર) થવાનું માની ન શકાતું હોય અને વ્યક્ત જ્ઞાનવાળા (–પંચેન્દ્રિય વગેરે જીવો−) ના બોધમાં તે (=જાત્યન્તર) સંભવતું હોય તો તે ઉપરથી રાગ, દ્વેષ વગેરે વિભાજનો કલ્પવાની શી જરૂર?
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૮
વિવરણ : એકેન્દ્રિય વગેરે જીવોને જ્ઞાન તો હોય છે પણ અવ્યક્ત હોય છે. એમના બોધમાં ક્રોધ. મોહ, આસક્તિ, ભય જેવા જાત્યન્નર અર્થાત્ રૂપાંતર થતાં હોય એમ માનવું યુક્તિયુક્ત લાગતું નથી. પંચેન્દ્રિય જીવોના જ્ઞાનમાં ભાવોના જાદા જાદા ફેરફાર ચોખ્ખા જણાઈ આવે છે. નિયતિવાદી કહે છે કે એકેન્દ્રિયના જ્ઞાનમાં રૂપાંતર વ્યક્ત નથી, પંચેન્દ્રિયના જ્ઞાનમાં વ્યક્ત છે એટલો જ ભેદ છે. આ રૂપાંતરોને જાદા જાદા નામ આપવા અને તેમાંથી અમુકને સારા ગણવા, બીજાને ખરાબ ગણવા એ કેવી વાત? રાગ-દ્વેષને દોષ માનવા, તેના કારણે કર્મબંધ માનવો, તેના ફ્ળરૂપે સુખ-દુઃખ–સંસારભ્રમણ માનવું વગેરે દ્વારા તમારા આપ્તપુરુષોએ નિરર્થક લંબાણ જ કર્યું છે.
न संसरत्यतः कश्चित् स्वपरोभयहेतुकम् । अभिजातिविशेषात्तु मिथ्यावादमुखो जनः ॥ १८ ॥
अन्वयः अतः स्वपरोभयहेतुकं कश्चित् न संसरति, अभिजातिविशेषात् तु जनः मिथ्यावादमुखः [भवति ] |
અર્થ : આથી (–ફલિત થાય છે કે−) સ્વ–કારણે, પર–કારણે અથવા ઉભયકારણે કોઈ ભવભ્રમણ કરતું નથી. તે તે અભિજાતિના કારણે લોકો મિથ્યા વાદ કરતા રહે છે.
વિવરણ : પ્રારબ્ધવાદ, પુરુષાર્થવાદ, ઈશ્વરકતૃત્વવાદ વગેરેના ખંડન માટેની અત્યાર સુધીની તાર્કિક ચર્ચાના ઉપસંહાર જેવો આ શ્લોક છે. નિયતિવાદી પોતાનો નિષ્કર્ષ આપે છે કે જીવ ભવભ્રમણ કરે છે તે પોતાના રાગ-દ્વેષાદિ દોષોના કારણે કે ઈશ્વર જેવા બહારના કોઈ કારણે નહિ, નિયતિના કારણે કરે છે. જગતમાં સંસાર, મોક્ષ, કર્મ વગેરે વિશેની અનેક માન્યતાઓ ઊભી થઈ છે અને તે અંગે લોકો વાદ ચલાવતા રહે છે તે પણ નિયતિના પ્રભાવ હેઠળ જ થઈ રહ્યું છે.
છ જાતની અભિજાતિઓ છે, તે મનુષ્યોના કાર્યો તથા ધાર્મિકઆધ્યાત્મિક માન્યતાઓના ધોરણે વિભાજિત છે. મનુષ્ય જે અભિજાતિમાં જન્મ્યો હોય તેની અસર હેઠળ જાદી જાદી વિચારધારા ધરાવતો હોય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
નિયતિવાદીની દૃષ્ટિએ બધા વાદ મિથ્યા છે. અભિજાતિઓ નિયતિકૃત
છે.
દ્વાત્રિંશિકાના હવે પછીના શ્લોકોમાં નિયતિવાદી આજીવિક સંપ્રદાયની દાર્શનિક માન્યતાઓ સંક્ષિપ્ત રૂપમાં સંગૃહીત છે. દ્વાત્રિંશિકામાં ‘આજીવિક’ શબ્દ કયાંય આવતો નથી, પણ સંકલિત માહિતી આજીવિક માન્યતાઓ વિશેની જ છે એ સુનિશ્ચિત છે.
चैतन्यमपि नः सत्त्वो मोहादिज्ञानलक्षणः । तदादि तद्वत्संकल्पो मिथ्याराशिः प्रवर्तते ।।१९।।
અન્વયઃ નઃ [મતે] ચૈતન્ય પિ મોહાવિજ્ઞાનનક્ષળઃ સત્ત્વઃ, તાતિ [=તન્નિમિત્ત] तद्वत्संकल्पः [=चैतन्यवत्संकल्पः ] मिथ्याराशिः प्रवर्तते ।
અર્થ : અમારા મતે ચૈતન્ય પણ (–માત્ર–) સત્ત્વ છે – સજીવ પદાર્થ છે. મોહ–દ્વેષ વગેરેનું જ્ઞાન હોવું એ તેનું લક્ષણ છે. આ જ્ઞાન ઉ૫૨થી ‘જ્ઞાનવાન કોઈક હોવું જોઈએ' એવો મિથ્યા વિચાર જગતમાં પ્રવર્તે છે.
વિવરણ : નિયતિવાદની જીવવિષયક માન્યતા અહીં રજૂ થઈ છે. ચૈતન્ય એટલે ભાન; મોહ, ઈચ્છા, વિચાર વગેરેનું સંવેદન. ચૈતન્ય એક ‘સત્ત્વ’ છે. સામાન્ય રીતે ‘સત્ત્વ’નો અર્થ ‘જીવ’ થાય છે. આજીવિકોના જૂના ઉલ્લેખોમાં એ અર્થમાં એનો પ્રયોગ થયો પણ છે. અહીં જે રીતે આ શબ્દ પ્રયોજાયો છે તે જોતાં આ શબ્દે નવી અર્થછાયા ગ્રહણ કરી હોય એમ લાગે. ‘અમારા મતે ચૈતન્ય પણ સત્ત્વ છે’ એમ કહેવાયું છે અને ‘જ્ઞાન’ને તેનું લક્ષણ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે તેના કારણે તદ્વાન્ વસ્તુનો અર્થાત્ જ્ઞાનવાન વસ્તુનો મિથ્યા વિચાર પ્રવર્તે છે એમ પણ કહ્યું. સમગ્રપણે વિચારતાં આજીવિક મતમાં ‘સત્ત્વ’ શબ્દ ‘પદાર્થ’ના પર્યાયરૂપે દિવાકરજીના સમય સુધીમાં પ્રયોજાવા લાગ્યો હશે એમ અનુમાન કરી શકાય. ચૈતન્ય અથવા જ્ઞાન પણ એક પદાર્થ છે – એ વાકયનું તાત્પર્ય એવું જણાય છે કે રૂપ, રસ, પ્રકાશ જેવા ગુણોની જેમ ચેતના પણ ભૌતિક પદાર્થનો જ એક વિશિષ્ટ ગુણ છે. ‘જ્ઞાન એ ગુણ છે માટે તેના આધાર રૂપે કોઈ દ્રવ્ય હોવું જોઈએ, ગુણ ગુણી વગર ન હોઈ શકે’ એવાં અનુમાનથી આત્મવાદીઓ
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
આત્મા' નામક પદાર્થની સિદ્ધિ કરે છે પણ નિયતિવાદી એ વિચારને મિથ્યા માને છે.
નિયતિવાદી જ્ઞાનને ભૌતિક ગુણ માનતા જણાય છે. એના આધાર રૂપે એક અલગ દ્રવ્ય માનવાની ના પાડે છે.
પાઠચર્ચા : "તરિ'માં 'ત'થી જ્ઞાન અથવા ચૈતન્ય ગ્રહણ કરી શકાય. 'માર
શબ્દ અહીં “નિમિત્ત” અથવા “હેત અર્થમાં સમજવો જોઈએ. આખો સમાસ ક્રિયાવિશેષણ અવ્યય સમજવો યોગ્ય લાગે છે. 'તક'માં પણ 'ત' થી ચૈતન્ય કે જ્ઞાન-બંને લઈ શકાય.
तुल्यप्रसङ्गो नानात्वे तुल्यतैकेन वाध्यते।
अकस्मात् कारणावेशे हेतुधर्माविशेषता।।२०।। अन्वय : नानात्वे तुल्यप्रसङ्गः,तुल्यता एकेन [एकत्वेन] बाध्यते, अकस्मात् कारणावेशे
દેતુથવિશેષતા ચિત] અર્થ: (આત્માઓ) અનેક હોય તો તે બધા એક સમાન માનવા પડશે. જો તે બધા
આત્માઓને-) સમાન માનશો તો એક જ આત્મા છે એમ માનવાનો વારો આવશે, કોઈ કારણ વિના (-આત્માઓને-) ભિન્ન માનશો અથવા એક જ માનવાનો આગ્રહ રાખશો તો હેતુધર્મની વિશેષતા નહિ રહે- કાર્ય-કારણનો
તમારો સિદ્ધાંત જ અર્થહીન બની જશે. વિવરણ આત્મવાદીઓ સામે નિયતિવાદીના પ્રશ્નો :
આત્મા એક છે કે અનેક? અનેક છે એમ કહેશો તો દરેક આત્મા એકસરખા જ હોવાનું પણ માનવું પડશે. પૃથ્વી, જળ વગેરેના કણ ગમે તેટલાં હોય પણ તે દરેક સરખા હોય છે, એમ આત્માઓ ગમે તેટલી સંખ્યામાં હોય પણ તેમનામાં અંતર ન હોવું જોઈએ. (અને બધા આત્માઓની શક્તિ, સ્થિતિ, વિચાર વગેરે પણ સરખા જ હોવા જોઈએ.) હવે જો આત્મા બધા સરખા જ છે એમ કહેશો તો તે એક જ પદાર્થ છે એમ માનવાની ફરજ પડશે. બધાની સ્થિતિ-શક્તિ જ્યાં એકસરખી હોય
Page #40
--------------------------------------------------------------------------
________________
૨ ૧ ત્યાં દરેકને જુદા ગણવા જેવું રહે શું?
વળી, આત્માઓ જાદા જુદા હોય તો તેનું અને એક જ હોય તો તેનું કારણ શું છે? કશા કારણ વિના ભિન્ન અથવા એક જ હોવાનું માનશો? મનાવશો તો તમારો પોતાનો હેતુવાદ જ ઊડી જશે. દરેક ઘટના/સ્થિતિ માટે તમે કારણ જરૂરી બતાવો છો એ તમારા કાર્ય-કારણવાદની વિશેષતા
પછી કયાં રહી? પાઠચર્ચા: તુચેર્નોન – જે., વી., મ., મુ.
વેશી – જે., વી., મુ. વેશો – મ. વિશોષતઃ – વી., મ., મુ. વિશેષતા – જૈ.
स्पर्शनादिमनोऽन्तानि भूतसामान्यजातिमान्।
मनोऽहन्नियतं द्रव्यं परिणाम्यनुमूर्ति च ।।२१।। अन्वय : स्पर्शनादिमनोऽन्तानि भूतसामान्यजातिमान्, मनः अहन्नियतं परिणामि अनुमूर्ति
च द्रव्यं। અર્થ : સ્પર્શનેન્દ્રિયથી લઈને મન સુધીના પદાર્થો સામાન્ય રીતે ભૂત =જીવ)
કહેવાય છે. મન “અહં એવા રૂપે નિયત થયેલું પરિણમનશીલ અને પ્રત્યેક
શરીર સાથે જોડાયેલું દ્રવ્ય છે. વિવરણ આજીવિકા મતાનુસાર જીવનું સ્વરૂપ આ શ્લોકમાં આપેલું છે. જીવ માટે
ભૂત” શબ્દ તે સમયે વધારે પ્રયુક્ત થતો હશે. અહીં ઈન્દ્રિયોને જ ‘ભૂત” કહ્યા છે. પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એ જ ‘ભૂત' પદાર્થ છે. આનો સૂચિતાર્થ એ છે કે આજીવિકોનો “ભૂત” ખરેખર ભૌતિક પદાર્થ જ છે, કોઈ અમૂર્ત દ્રવ્ય નથી.
ઈન્દ્રિયોની કામગીરી જાણીતી છે. મનની વ્યાખ્યા અહીં આપી છે. અહંકાર- હું છું’, ‘હું કરું છું” વગેરે અનુભવ મનનું કાર્ય છે. આમ, આત્મવાદીઓના “આત્માનું કાર્ય આજીવિકોના મતમાં “મન કરે છે. આ મનની સ્થિતિ બદલાતી રહે છે અને દરેક શરીર સાથે તે જોડાયેલું હોય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
स्पर्शेकविषयत्वादि-स्तत्त्वान्ताः क्रमजातयः। अरूपादनभिव्यक्त-भेदाः कृष्णाभिजातयः ॥२२॥
પાઠચર્ચા : 'આતિ' અંતવાળું પદ એકવચનમાં છે, બીજાં બધાં પદો બહુવચનમાં છે. 'સ્પર્શી...તત્ત્વાન્તાઃ' સુધી એક જ સમાસ લઈએ તો આ દોષ રહેતો નથી. 'અરૂપાત્'માં ભાવવાચક અર્થ લેવાનો થાય છે – 'રૂપાત્' એમ સમજવાનું છે.
'સ્તત્ત્વાન્તાઃ' ને સ્થાને વી. પ્રતિમાં 'સ્તન્વન્તાઃ' છે. ' મેવાઃ' ના સ્થાને વી. તથા હૈ. માં 'વેવા' છે.
'મેં જ્ઞાતિ' એકેન્દ્રિય, દ્વીન્દ્રિય વગેરે જાતિઓ સૂચવે છે એવું ‘સ્પર્શ વગેરે’ ઉલ્લેખ પરથી લાગે. જો એમ હોય તો આ શ્લોક 'મનાતિ' તથા 'અભિનાતિ' વચ્ચે શું ભેદ છે તેનો નિર્દેશ કરે છે એવું તારણ નીકળે.
અભિજાતિઓ રૂપરહિત હોવાથી તેમનો તફાવત વ્યક્ત નથી હોતો – ઈન્દ્રિયગ્રાહ્ય નથી હોતો – એવો ભાવ ઉત્તરાર્ધનો જણાય છે અને જો એ એમ જ હોય તો 'કૃષ્ણ' ને સ્થાને 'ક્ષ્મ' શબ્દ હોવાની પૂરી શકયતા છે. 'સ્ત્વામિનાતયઃ'=બધી અભિજાતિઓ.
यथा दुःखादि निरय- स्तिर्यक्षु पुरुषोत्तमाः । रक्तायामजनायां तु सुखजा न गुणोत्तराः ||२३||
પાઠચર્ચા : ‘જેવી રીતે નરક-તિર્યંચ ગતિમાં દુઃખ છે તેમ 'રક્તાયામનના'માં સુખ છે, તે ગુણાત્મક દૃષ્ટિએ ઉત્તમ નથી’ એવા અર્થનો ભાસ થાય છે, પરંતુ શબ્દો અનિર્ણીત રહે છે.
हिंसाभिध्याभिचारार्थः पूर्वान्ते मध्यमः शमः । सम्यग्दर्शनभावान्ताः प्रतिबुद्धस्त्वयोजितः ।।२४।।
પાઠચર્ચા ઃ છ અભિજાતિઓના સ્વરૂપ અંગે આ શ્લોકમાં કંઈક ટિપ્પણ કરાયું છે. પ્રથમ અભિજાતિમાં હિંસા વગેરે મુખ્ય હોય છે. વચ્ચેની અભિજાતિઓ
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૩ જાદા જુદા પંથોના અનુયાયીઓની છે, એમનામાં શમ' એટલે ક્રોધાદિનો ઉપશમ હોય છે પણ મિથ્યા દૃષ્ટિ હોય છે) અને અંતની અભિજાતિમાં સમ્યગદર્શન હોય છે – આવો અર્થ પ્રથમ દૃષ્ટિએ જણાય છે.
‘પ્રતિવુદ્ધ' શબ્દ કદાચ બુદ્ધજિનનો પર્યાયવાચી હોય. અથવા છેલ્લો શબ્દ નિત' ને બદલે 'નિનઃ' હોય તો “જિન પ્રતિબદ્ધ હોય છે એવો અર્થ નીકળે. 'પ્રતિવૃદ્ધતુ જો નિનઃ' એવો પાઠ બેસી શકે.
મ, જે., અને વી. ત્રણે પ્રતો નિઃ ' પાઠ આપે છે.
બધી જ પ્રતો હિંસાવિદ્યા' એવો પાઠ આપે છે. પરંતુ “રાગઆસક્તિના અર્થમાં તે કાળે પ્રચલિત મધ્યા' શબ્દ અહીં વધુ સંગત
न चोपदेशो बुद्धस्य रविपंकजयोगवत्।
तत्त्वं च प्रतिबुध्यन्ते तेभ्यः प्रत्यभिजातयः ।।५।। अन्वयः बुद्धस्य उपदेशः च न, रविपंकजयोगवत् तेभ्यः प्रत्यभिजातयः तत्त्वं च
प्रतिबुध्यन्ते। અર્થ: બુદ્ધને (કોઈના–) ઉપદેશની આવશ્યકતા નથી. સૂર્ય અને કમળના યોગની
જેમ, તેમની (=બુદ્ધોની) પાસેથી પ્રત્યભિજાતિઓ તત્ત્વનો બોધ પ્રાપ્ત કરે
વિવરણ બુદ્ધને અર્થાત્ જિનને ઉપદેશની જરૂર નથી. સૂર્ય ઊગતાં કમળ ખીલે છે
તેવી રીતે બુદ્ધ પુરુષના સંબંધમાં આવવાની સાથે પ્રત્યભિજાતિવાળા જીવો તત્ત્વનો બોધ પામી જાય છે. શ્લોકનું તાત્પર્ય આ પ્રકારનું જણાઈ આવે છે. પ્રત્યભિજાતિ’નો અર્થ બોધ પામવાને યોગ્ય અભિજાતિ' એવો
થતો હોય એવી કલ્પના કરી શકાય. પાઠચર્ચા યુદ્ધ ચાત્ - વી. જે., મ, મુ.
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
समानाभिजनेष्वेव गुरुगौरवमानिनः । स्वभावमधिगच्छन्ति न ह्यग्निः सममिध्यते ॥ २६ ॥
अन्वयः [ये] समानाभिजनेषु एवं गुरुगौरवमानिनः, [ते] स्वभावं अधिगच्छन्ति। अग्निः समं नहि इध्यते ।
અર્થ : જેઓ સમાન ઉચ્ચ કુળમાં ઉચ્ચ ગૌરવ (−હોવાનું–) માને છે તેઓ સ્વભાવને (–સ્વભાવની મુખ્યતાને–) સ્વીકારે છે. ખરેખર, અગ્નિ એકસરખો બળતો નથી.
વિવરણ : આ શ્લોક ‘સ્વભાવ’ની મહત્તાનું સમર્થન કરે છે કે પછી જિન-બુદ્ધના જન્મ વિષયક આજીવિક મતની કોઈ માન્યતાનું નિરૂપણ કરે છે – એ સ્પષ્ટ થતું નથી.
ઉચ્ચકુળમાં જ જેઓ ગૌરવ માને છે તેઓ સ્વભાવવાદનો જ આડકતરો સ્વીકાર કરે છે. એ વિધાનના ટેકામાં એક અર્થાન્તરન્યાસ અહીં આપ્યો છે : ‘સાચેજ, અગ્નિ એકસરખો પ્રજળતો હોતો નથી’. ઘાસ, ફોતરાં, છાણાં, લાકડા વગેરેનો અગ્નિ એકસરખા જોરથી બળતો નથી. સારું ઇંધણ હોય તો અગ્નિ વધારે આકરો સળગે. એમ ઉચ્ચ કુળમાં જ ઉચ્ચ આત્માઓ જન્મે છે, તેમને ગૌરવ મળે છે. આ વાત માન્ય કરનાર આપોઆપ સ્વભાવની પ્રમુખતા સ્વીકારે છે.
પાઠચર્ચા – મિથ્યતિ – જૈ., વી., મ., મુ.
-
प्रवृत्त्यन्तरिका व्याज-विभङ्गस्वप्नसम्भवात् ।
न जात्यः संस्मृतेरुक्तं सङ्करोऽन्तरिकान्तजाः ||२७||
:
પાઠચર્ચા ઃ પાઠમાં અશુદ્ધિઓ છે. ઉપરાંત આજીવિકોની જે માન્યતાની ચર્ચા આમાં છે તેનો સંદર્ભ લુપ્ત હોવાથી શ્લોકનો ભાવ પણ સમજાતો નથી.
'નાત્યઃ સંસ્કૃતેઃ'ના સ્થાને 'નાતેઃ સંસ્કૃતેઃ' અથવા 'નાત્યસંસ્કૃતેઃ' પાઠ હોય એવી કલ્પના આવે. પ્રસ્તુત શ્લોક પૂર્વજન્મની સ્મૃતિ-વિસ્મૃતિની ચર્ચાનો હોય એવી પણ કલ્પના કરી શકાય.
Page #44
--------------------------------------------------------------------------
________________
૨
૫
सुरादिक्रम एकेषां मानसा ह्युत्क्रमक्रमात् ।
सुखदुःखविकल्पाच्च खण्डिर्यानोऽभिजातयः ॥२८॥ વિવરણ : આજીવિકા મતાનુસાર મુક્તિ પામતાં પહેલાં જીવે સાત જન્મ “સંજ્ઞિ ગર્ભમાં,
સાત જન્મ “નિર્ગન્થિ ગર્ભમાં લેવા પડે છે. ભગવતી સૂત્રમાં આ જન્મોની સૂચિ મળે છે. “માનસી” દેવલોકનું નામ છે, એ પણ ભગવતી સૂત્રમાં છે. નિર્ઝન્થિ ગર્ભનો અર્થ “દેવલોકમાં જન્મ' એવો થાય છે એવું તારણ વિદ્વાનોનું છે. આ સાત-સાત જન્મ ક્રમસર નહિ પણ ઉત્ક્રમથી – આડાઅવળા ક્રમથી થાય છે એમ પણ ભગવતી સૂત્રની સૂચિમાં છે. આ સાત સાત જન્મો વિષયક ચર્ચા આ શ્લોકમાં છે એમ લાગે છે. અર્થ સ્પષ્ટ થતો
નથી.
व्योमावकाशो नान्येषां कालो द्रव्यं क्रिया विधिः।
सुखदुःखरजोधातु-र्जीवाजीवनभांसि च ॥२९॥ વિવરણ: પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ, જીવ, સુખ અને દુઃખ – એવા સાત તત્ત્વો
આજીવિકો માનતા હતા. ૩૬ પ્રકારના “રજોધાતુ હોવાની તેમની માન્યતા હતી. અહીં સાત તત્ત્વોમાંથી અમુકના ઉલ્લેખ સાથે “રજોધાત’નો પણ સમાવેશ છે. “રજોધાતુનો આજીવિક પરંપરામાં શો અર્થ થતો હતો તે વિદ્વાનો નિશ્ચિત નથી કરી શકયા. કાળ, ક્રિયા વગેરે અંગેનો આજીવિક સંપ્રદાયનો મત પણ અહીં વ્યક્ત થયો છે. આમ, આજીવિકોની મૂળતત્ત્વ વિષયક માન્યતાનો નિર્દેશ આ શ્લોકમાં છે એટલું તારવી શકાય છે.
अनुमानं मनोवृत्ति-रन्वयनिश्चयात्मिका ।
त्रैकाल्याङ्गादिवृत्तान्ता हेतुरव्यभिचारतः ।।३०।। વિવરણ તત્ત્વચર્ચામાં તર્કનો મહિમા વધ્યો અને દરેક સંપ્રદાયે તાર્કિક શૈલી અપનાવી
એ તબક્કે આજીવિકોએ પણ તર્ક દ્વારા પોતાના સિદ્ધાંતોની સ્થાપના કરતા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચ્યા. એ ગ્રંથો આજે ઉપલબ્ધ નથી, પરંત. શ્રી સિદ્ધસેન દિવાકરની સામે એ ગ્રંથો હતા, જેનો આધાર દિવાકરજીએ નિયતિ દ્વાáિશિકામાં લીધો છે. પાલિ અને અર્ધમાગધી સાહિત્યમાં નોંધાયેલી
Page #45
--------------------------------------------------------------------------
________________
૨
૬
આજીવિકોની માન્યતાઓમાંથી બહુ થોડી જ આ કાર્નાિશિકામાં સમાવેશ પામી છે, અને એ સાહિત્યમાં જેનો ઉલ્લેખ નથી તેવી કેટલીક વસ્તુઓ પણ બત્રીસીમાં છે. અનુમાન પ્રમાણ વિષયક ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં નથી, એવી રીતે વ્યાજ, વિભંગ, સંકર જેવા મુદ્દા પણ નથી. દિવાકરજીએ આજીવિકોના કોઈ એક સંસ્કૃત ગ્રંથનો આ બત્રીસીમાં સારસંક્ષેપ કર્યો છે એવું તારણ આપણે નિઃશંકપણે કાઢી શકીએ.
ન્યાયદર્શનની પદ્ધતિએ વિશ્વ વ્યવસ્થાની વિચારણા કરતાં આજીવિકોએ અનુમાન પ્રમાણને તો માન્ય કરવું જ પડે. પોતાના સિદ્ધાંતોની સ્થાપના કરવા માટે તેમણે વ્યવસ્થિત તર્ક પ્રણાલી ઊભી કરી હતી તે તો આ કાર્નાિશિકામાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. પ્રસ્તુત શ્લોક આજીવિકોના મતે અનુમાન પ્રમાણની વ્યાખ્યા આપે છે. એક વસ્તુ હોય ત્યાં બીજી હોય જ એવા અન્વયની ખાતરી થતાં જે મનોવૃત્તિ ઉત્પન્ન થાય તે અનુમાન છે. અનુમાનમાં હેતુ મુખ્ય ભાગ ભજવે છે તેથી તેની પણ
વ્યાખ્યા આપી છે – હેતુ વ્યભિચારી હોવો જોઈએ.” પાઠચર્ચા: 'ત્રાત્યવિવૃત્તાન્તા'-આ શબ્દ અનિર્ણાત રહે છે. જો આ સામાસિક
શબ્દ “હેત'ના વિશેષણ રૂપે હોય તો તે પ્રથમાન્ત હોવો જોઈએ. એમ હોવાની શક્યતા વિશેષ છે. પડિમાત્રા લિપિમાં વૃત્તાન્તા' એમ લખાય. લિપિકારોના હાથે માત્રાનું ચિહ્ન ઊડી ગયું હોય એવી સંભાવના પૂરી છે.
संज्ञासामान्य पर्याय-शब्दद्रव्यगुणक्रियाः।
તેનોવતા (?) પૃથતિ વ્યવહારવિનિશ્ચય રૂશ વિવરણ: શ્લોકનું તાત્પર્ય બરાબર સ્પષ્ટ થતું નથી. “સંજ્ઞા વગેરે બાબતો અહીં
નથી કહેવાઈ તેનો નિર્ણય વ્યવહારથી કરવો' એવો આશય જણાય. બીજી રીતે –“સંજ્ઞા વગેરે બાબતો તેન’–‘આ કારણે જાદી કહેવાઈ છે, જેનાથી વ્યવહારનો નિર્ણય થઈ શકશે” એવો ભાવાર્થ નીકળે. પરંતુ, આ બાબતો અહીં જાદી કહેવાઈ નથી, તેથી પહેલો વિકલ્પ વધુ બંધબેસતો
- થાય.
Page #46
--------------------------------------------------------------------------
________________
ર૭
પાઠચર્ચા: ‘તેને ૩વતાઃ' એવો પદચ્છેદ કરીએ તો તેન’ શબ્દનો સંબંધ પાછલા
શ્લોકમાંના અનુમાન સાથે જોડી શકાય. “સંજ્ઞા, સામાન્ય વગેરે અનુમાન વડે કહેવાયા છે” એવો અર્થ નીકળે.
તે ન ડક્તા:' એવો પાઠ કલ્પીએ તો “સંજ્ઞા, સામાન્ય વગેરે અહીં–આ કાત્રિશિકામાં (અથવા આજીવિક મતના ગ્રંથમાં) કહેવાયા નથી, તેમનો નિર્ણય વ્યવહારથી કરવો' એવો અર્થ નિષ્પન્ન થાય.
न नाम तत्त्वमेवैत-न्मिथ्यात्वापरबुद्धयः ।
न वार्थप्रतिषेधेन न सिद्धार्थश्व कथ्यते ॥३२॥ अन्वयः एतत् नाम तत्त्वंएव [इति]मिथ्यात्वापरबुद्धयः न [कार्याः],न वा अर्थप्रतिषेधेन
[, સિદ્ધાર્થ ધ્યતા અર્થ: “આ (-ધાર્નાિશિકામાં જે કહેવાયું છે તે-) ખરેખર તત્ત્વ જ છે” એમ
(–સમજીને–), મિથ્યાત્વ અથવા સમ્યકત્વની બુદ્ધિ કરવી નહિ. (જે અહીં કહેવાય છે તે-) અર્થનો વિરોધ કરવા માટે પણ નથી કહેવાતું, તેમ તે
સાબીત થયેલી વાત છે એ રીતે પણ નથી કહેવાતું. વિવરણ : દિવાકરજીએ નિયતિવાદી આજીવિકોના સિદ્ધાંતોનું સંકલન આ
દ્વાર્નાિશિકામાં કર્યું છે તે સાથે એ સિદ્ધાંતોના સમર્થનમાં આજીવિકોએ પ્રયોજેલા તર્કો પણ સબળ સ્વરૂપમાં આપ્યા છે. એ વિધાનો કે તર્કો તેઓ પોતાના તરફથી નથી આપી રહ્યા, પણ નિયતિવાદના સારરૂપે આપી રહ્યા છે એવી સ્પષ્ટતા આ અંતિમ શ્લોકમાં કરવી તેમને જરૂરી લાગી છે. આ કૃતિ નિયતિવાદના નિરસન માટે કે સમર્થન માટે નથી, માત્ર પરિચય માટે છે, તેથી સાચા કે ખોટાની ચર્ચા આમાં નથી એવી ચોખવટ પણ દિવાકરજી કરે છે.
આજીવિકોના તર્કોને બળવાન રૂપમાં દિવાકરજી રજૂ કરી શક્યા, કારણ કે એ તર્કોને છિન્ન ભિન્ન કરવાનું સામર્થ્ય તેમની પાસે છે. આજીવિકમતનું નિરસન પણ તેમણે કર્યું જ હશે પણ તે કાળની ગર્તામાં વિલીન થઈ ગયું હશે. પ્રસ્તુત દ્રાવિંશિકામાં આજીવિકા મતનું ખંડન આપણને
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
નથી મળતું, પણ વિરોધી વિચારોને પણ ન્યાય આપવાની દિવાકરજીની પારદર્શક પ્રામાણિકતા તથા ગહન વિષયનો અતિ સંક્ષેપમાં સાર ગૂંથી લેવાની દિવાકરજીની શક્તિનાં સુંદર દર્શન થાય છે.
ન્યાય, વૈશેષિક વગેરે દર્શનોનો સાર પણ તેઓશ્રીએ આ જ રીતે આપ્યો છે. એવી દ્વાáિશિકાઓમાં દિવાકરજીએ અંતિમ શ્લોકમાં પોતાનો - પ્રતિભાવ આપ્યો છે. એ જ શૈલી અહીં પણ સ્વીકારી છે, પરંતુ એક તફાવત નોંધવા લાયક છે : અન્ય દર્શનોના ઉપસંહારમાં સમન્વય કે પ્રશંસાના ઉદ્ગાર જોવા મળે છે, જ્યારે અહીં બહુ નિશ્ચયાત્મક શબ્દોમાં પોતાની તટસ્થતા તેમણે વ્યક્ત કરી છે. આથી, નિયતિવાદ પ્રત્યે તેમને
સહાનુભૂતિ નથી એટલું તો સ્પષ્ટ થઈ જ જાય છે. પાઠચર્ચા સિદ્ધાર્થa -મુ. સિદ્ધાર્થશ્વ –વી, જે., મ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૯
શ્રી સિદ્ધસેન દિવાકર “દિવાકરજીની પ્રતિભા બહુઆયામી હતી પણ સૂર્યની સાથે જેમ ઉષ્ણતાનો ખ્યાલ જોડાઈ ગયો છે એમ દિવાકરજીના સંબંધમાં ‘તાર્કિકતાની છાપ પ્રમુખ બની ગઈ છે. “સન્મતિપ્રકરણ” અને “ન્યાયાવતાર' જેવા ગ્રંથો વધુ ધ્યાન ખેંચનારા બન્યા અને તર્કવાદ દિવાકરજીની ઓળખ બની ગયો. વાસ્તવમાં દિવાકરજી માત્ર તાર્કિક નહોતા; ભકત, ભાવુક, કવિ, ચિંતક, સાધક, ગુરુ પણ હતા. શ્રી હેમચંદ્રસૂરિએ મનુ સિદ્ધસેન વયઃ” કહીને દિવાકરજીના કવિત્વની નોંધ લીધી છે તો બીજા કેટલાક ગ્રંથકારોએ “યાદ સ્તુતિઃ ' કહીને દિવાકરજીના ચિંતનને પ્રમાણ્યું છે જ. આમ છતાં, સામાન્ય જૈન વર્ગ તો ઠીક, વિદ્વાન વર્ગ પણ દિવાકરજીને તર્કવાદી, બુદ્ધિવાદી, ઉદામવાદી કે મંત્રવાદી તરીકે જોતો આવ્યો છે.
બત્રીસ બત્રીસીઓમાંથી એકવીસ બત્રીસીઓ જ હાલ ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરનું જીવન, તેમનું શાસન, નિશ્ચય, વ્યવહાર, અનુશાસન, વકતૃત્વ, યોગ, વાદ, વિવિધ દર્શનોનો સારસંક્ષેપ – આવો વ્યાપક વિષયલક ધરાવતી આ બત્રીસીઓ અર્થઘન, મૌલિક અને જીવન તથા ધર્મ સાથે સીધો સંબંધ ધરાવનારી છે. એક કાળે દિવાકરજીની આ બત્રીસીઓએ તથા અન્ય કૃતિઓએ સમર્થ જૈનાચાર્યો અને જેને શાસ્ત્રકારો પર ઊંડી અસર જન્માવી હતી. બત્રીસીઓ ‘સ્તુતિ' એવા નામે પ્રખ્યાત હતી અને દિવાકરજી સ્તુતિકાર તરીકે લોકપ્રિય, લોકવિશ્રુત હતા.”
- સિદ્ધસેન શતક
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________ - મુનિ શ્રી ભુવનચંદ્રજી જન્મ : વિ.સં. 2010 બિદડા (કચ્છ) દીક્ષા : વિ.સં. ર૦રર. લેખકેના અન્ય પુસ્તકો : 0 મંડલાચાર્ય શ્રી કુશલચંદ્રજી ગણિવર (જીવન ચરિત્ર) O વિવાદવલોણું (ચિંતન) 0 દિલમાં દીવો કરો (કાવ્યાનુવાદ). 0 જિનસ્તવનચતુર્વિશતિકા (સંશોધન) O દૃષ્ટાંત દર્પણ (દૃષ્ટાંતો) | 6 સમણસુત્ત (જૈનધર્મસાર) (અનુવાદ). 0 સિદ્ધસેન શતક (વિવેચન) સંપાદનો : અધ્યાત્મનિષ્ઠ પૂ. મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજની કૃતિઓ Aઈ આત્મજ્ઞાન અને સાધનાપથા -Q વિજ્ઞાન અને અધ્યાત્મ (c) મુકિતપથ વિપશ્યના O Science Discovers Eternal Wisdom