SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આત્મા' નામક પદાર્થની સિદ્ધિ કરે છે પણ નિયતિવાદી એ વિચારને મિથ્યા માને છે. નિયતિવાદી જ્ઞાનને ભૌતિક ગુણ માનતા જણાય છે. એના આધાર રૂપે એક અલગ દ્રવ્ય માનવાની ના પાડે છે. પાઠચર્ચા : "તરિ'માં 'ત'થી જ્ઞાન અથવા ચૈતન્ય ગ્રહણ કરી શકાય. 'માર શબ્દ અહીં “નિમિત્ત” અથવા “હેત અર્થમાં સમજવો જોઈએ. આખો સમાસ ક્રિયાવિશેષણ અવ્યય સમજવો યોગ્ય લાગે છે. 'તક'માં પણ 'ત' થી ચૈતન્ય કે જ્ઞાન-બંને લઈ શકાય. तुल्यप्रसङ्गो नानात्वे तुल्यतैकेन वाध्यते। अकस्मात् कारणावेशे हेतुधर्माविशेषता।।२०।। अन्वय : नानात्वे तुल्यप्रसङ्गः,तुल्यता एकेन [एकत्वेन] बाध्यते, अकस्मात् कारणावेशे દેતુથવિશેષતા ચિત] અર્થ: (આત્માઓ) અનેક હોય તો તે બધા એક સમાન માનવા પડશે. જો તે બધા આત્માઓને-) સમાન માનશો તો એક જ આત્મા છે એમ માનવાનો વારો આવશે, કોઈ કારણ વિના (-આત્માઓને-) ભિન્ન માનશો અથવા એક જ માનવાનો આગ્રહ રાખશો તો હેતુધર્મની વિશેષતા નહિ રહે- કાર્ય-કારણનો તમારો સિદ્ધાંત જ અર્થહીન બની જશે. વિવરણ આત્મવાદીઓ સામે નિયતિવાદીના પ્રશ્નો : આત્મા એક છે કે અનેક? અનેક છે એમ કહેશો તો દરેક આત્મા એકસરખા જ હોવાનું પણ માનવું પડશે. પૃથ્વી, જળ વગેરેના કણ ગમે તેટલાં હોય પણ તે દરેક સરખા હોય છે, એમ આત્માઓ ગમે તેટલી સંખ્યામાં હોય પણ તેમનામાં અંતર ન હોવું જોઈએ. (અને બધા આત્માઓની શક્તિ, સ્થિતિ, વિચાર વગેરે પણ સરખા જ હોવા જોઈએ.) હવે જો આત્મા બધા સરખા જ છે એમ કહેશો તો તે એક જ પદાર્થ છે એમ માનવાની ફરજ પડશે. બધાની સ્થિતિ-શક્તિ જ્યાં એકસરખી હોય
SR No.022240
Book TitleNiyati Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhuvanchandra Muni
PublisherJain Sahitya Academy
Publication Year2002
Total Pages50
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy